શ્રીમંત વર્ગની સ્ત્રીઓમાં ફેલાઇ ફિમેલ હિસ્ટેરિયા નામની વિચિત્ર બીમારી
કાર્તિક મહેતા : કાર્તિકોલોજી
- Advertisement -
ઓગણીસમી સદીનું યુરોપ ભારત જેવા દેશોને ચૂસી ચૂસીને આબાદ થતું જતું હતું..
પણ એમની અમીરી નવી નવી હતી..એટલે હજુ એમનામાં આજના જેવી આધુનિકતા આવી નહોતી. નવા નવા રૂપિયા માણસને સુખી તો કરી દે છે પણ સંસ્કારી કરી નથી શકતા , સંસ્કારો આવતા વાર લાગે છે..
આથી, યુરોપની અંદર નાણાંની છનાછન હોવા છતાં ખુલ્લાશ નહોતી.. ધનવાનો અને ગરીબો વચ્ચેની ખીણ બહુ મોટી હતી, ગરીબોને કોઈ અધિકારો નહોતા..એમની માટે કોઈ યોજનાઓ નહોતી, બાળ મજૂરી વ્યાપક અને સામાન્ય હતી. સ્ત્રીઓ ઉપર કડક નિયંત્રણો હતા. સ્ત્રીઓ પુરુષો માટે ઉપભોગનું સાધન માત્ર હતી. ઉપલા વર્ગની સ્ત્રીઓ પણ પુરુષોને રીઝવવા માટે જનમી હોય એમ રાખવામાં આવતી. ટાઇટેનિક મૂવીમાં ફિલ્માવવામાં આવ્યું હતું એમ સ્ત્રીઓને નાની ઉમરે પરણાવી દેવામાં આવતી..એમને એકદમ તંગ વસ્ત્રો પહેરવા પડતા જેથી તે પુરુષોને સુંદર અને પાતળી દેખાય..બીકીની વગેરે તો છેક 1970 આસપાસ આવી.મતાધિકાર પણ બહુ મોડે મોડે મળ્યો.
આવી રીતે દબાયેલી સ્ત્રીઓ પાસે ખર્ચવા માટે નાણા હતા પણ જીવવા માટેની મોકળાશ નહોતી. વિશ્વ યુદ્ધોની પહેલા યુરોપની સમૃદ્ધિ ટોચ ઉપર પહોંચી ,.. યુરોપના લોકો પાસે ચિક્કાર પૈસો હતો. ભારત અને અમેરિકાને લૂંટી ચૂસીને યુરોપ અતિ ધનવાન બન્યું હતું.. પણ સ્ત્રીઓ અતિ શોષિત જીવન જીવતી હતી.ઓગણીસમી સદીની શરૂઆતમાં યુરોપ અને અમેરિકાની સ્ત્રીઓમાં કાઇક વિચિત્ર લક્ષણો ધરાવતી માનસિક બીમારી દેખાવા લાગી.આ બીમારીનો ભોગ બનેલ સ્ત્રીઓ અચાનક જોર જોરથી રડવા લાગતી, કોઈ કોઈ એકદમ ધ્રુજવા લાગતી.. તો અમુક એકદમ આવેશમાં આવીને તીવ્ર રીતે ભયભીત થઈ જતી.. અમુક સ્ત્રીઓ વળી અકારણ ચીસો પાડી પાડીને બેભાન થઈ જતી!!
અતિ સમૃદ્ધ એવા યુરોપમાં સંશોધકો મચી પડ્યા એ જાણવા માટે કે આ બીમારી છે શું અને ક્યાંથી આવી? મોટા મોટા સંશોધકોએ નવી નવી થિયરી બનાવી કાઢી કે આ બીમારીના મૂળ સ્ત્રીઓના મગજ સાથે છે.. આ બીમારીને નામ આપવામાં આવ્યું : ફિમેલ હિસ્ટેરીયા..
ફીમેલ હિસ્ટેરિયા ફેલાવા લાગ્યો.. એનો ભોગ મોટે ભાગે શ્રીમંત વર્ગની સ્ત્રીઓ બનતી. ધનવાન સ્ત્રીઓથી ડોકટરો અને બીજા ચિકિત્સકોને ટંકશાળ પડી. નવા નવા નુસખા આપીને આ કથિત બીમારી સાજી કરવાના દાવા કરતા અનેક લોકો ફૂટી નીકળ્યા. વિચિત્ર વાત એ હતી કે ખરેખર તો આ “બીમારી”ને કોઈ સાજી કરતું જ નહોતું..
- Advertisement -
અનેક રિસર્ચ પેપર લખાયા, અનેક લેખ છપાયા.પણ ફીમેલ હિસ્ટેરિયાનો તાગ કોઈને મળતો નહોતો..
એવામાં એક ચિકિત્સકે (કદાચ લંડનમાં) આ બીમારીનો એક નવો તોડ શોધી કાઢ્યો.. એ શું કરતો કે “રોગગ્રસ્ત” સ્ત્રીને આરામદાયક અવસ્થામાં રાખીને એની કમર થી લઈને લગભગ ઘૂંટણ સુધીના ભાગને ઢાંકતો હોય એવો એક ડબ્બો એની ઉપર મૂકતો. પછી આ ડબ્બાની અંદર આ ચિકિત્સક મહાશય પોતાનો હાથ નાખીને કાઇક એવું કરતો કે સ્ત્રીઓને અભૂતપૂર્વ રાહત પ્રાપ્ત થતી.. ફીમેલ હિસ્ટેરીયા નો ભોગ બનેલ સ્ત્રીઓ બે ચાર વાર આ “ચિકિત્સા” પ્રાપ્ત કરે પછી લગભગ એકદમ સાજી નરવી થઈ જતી !!
જે કામ દવાઓ, રિસર્ચ પેપર્સની રિસર્ચ, વિદ્વાન ડોકટર ના કરી શક્યા તે એક સાવ સામાન્ય ચિકિત્સકે કોઈ દવા વિના કરી બતાવ્યું હતું..
આ ચિકિત્સક શું કરતો હતો એ સ્પષ્ટ કરવાની જરૂર નથી પણ સમય જતાં આવા અનેક ચિકિત્સકો યુરોપમાં ફૂટી નીકળ્યા.. જે સ્ત્રીઓને પોતાની આંગળીઓ થી “ટ્રીટમેન્ટ” આપીને સાજી કરી દેતા!!
આ આંગળી ટ્રીટમેન્ટ નું રહસ્ય ખુલ્લું થયું .. અને જેવું ખુલ્લું થયું ત્યાં તો મેડિકલ સાયન્સે પોતાના તમામ સાહિત્યમાંથી આ કથિત રોગનું નામ પાછું ખેંચી લીધું. કેમકે આ રોગ ખરેખર તો કોઈ રોગ જ નહોતો !! આ તો સ્ત્રીઓને એમના અતિ – કામઢા અને અતિ કમાઉ પતિઓ તરફથી ઉપજેલો અસંતોષ હતો ! મેડિકલ જર્નલોમાંથી આ રોગને લગતા ઉલ્લેખ દૂર કરવામાં આવ્યા અને આ રોગનું નામ પણ હટાવી દેવામાં આવ્યું.
પણ ઓલી આંગળી ટ્રીટમેન્ટ તો હવે ખુલ્લી પડી ગઈ હતી ! છતી થઈ ગઈ હતી!
એટલે યુરોપમાં શોધ થઈ વાઈબ્રેટર નામનાં મશીનની.. પ્રારંભમાં બનેલા વાયબ્રેટર મિકેનિકલ હતા. જેમાં ઉપયોગકર્તા (સ્ત્રી) એ પોતાના હાથે એને ફેરવીને એનો ઉપયોગ કરવાનો રહેતો.. થોડા સમયમાં ઇલેક્ટ્રિક વાયબ્રેટર પણ શોધવામાં આવ્યું.. અને આ વાયબ્રેટરની શોધ સાથે જ ફીમેલ હિસ્ટેરિયા નામક બીમારી લગભગ અદ્ર્શ્ય થઈ ગઈ..
એક કચોરી દો સમોસા , ઈન મર્દો કા ક્યા ભરોસા — આવું અશ્લીલ સૂત્ર હમણાં ખૂબ પ્રચલિત થયું છે. આ સૂત્ર કદાચ ભારતના ઇતિહાસમાં પ્રચલિત થયેલ સહુથી અશ્લીલ અને સહુથી ગલીચ સૂત્ર હશે.. જેને હજી સમજાયું ના હોય એની માટે : પુરુષો માટે સ્ત્રીઓ માત્ર ઉપભોગનું સાધન છે .. પુરુષને એના “એક કચોરી દો સમોસા” અંગોમાં જ રસ હોય છે — એવો આ સૂત્રનો ધ્વન્યાર્થ છે.
જાણીતા મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ કહેતા કે મનુષ્યના જીવનના તમામ વિચાર અને ચેષ્ટાઓ છેવટે તો બે જ કામ માટે હોય છે : ફૂડ અને સેકસ !!
પુરુષોને સેકસ મેનિયાક ચીતરીને સ્ત્રીઓને સતત ચડાવવાનો અવળધંધો બહુ જૂનો નથી.. માન્યું કે પુરુષોએ સ્ત્રીઓની ઉપર અનેક અત્યાચાર કર્યા છે. માન્યું કે સ્ત્રીઓને પુરુષોએ સદીઓ સુધી એક કોમોડિટી બનાવીને રાખેલી છે. સ્ત્રી સમ્માન વગેરે ભારતીય સંસ્કૃતિમાં થોડે ઘણે અંશે હતું પણ અન્ય કલચર્સમાં સ્ત્રીઓ સેક્સ ઓબજેકટ સિવાય ખાસ કશું હતી નહિ. સ્ત્રીઓ માટે માલ, ઓરત જેવા શબ્દો એના સાક્ષી છે. માલ એટલે કોમોડિટી અને ઓરત એટલે સ્ત્રીઓનું જનનાંગ. આ બેય શબ્દો મૂળ અરબી છે અને દુર્ભાગ્યે આપણે ત્યાં સ્ત્રીઓ માટે છૂટથી વપરાય છે. ફિલ્મો વાળાને આવા ગલીચ અને હલકા શબ્દોથી વાંધો નથી આવતો તે પણ નોંધવા જેવું છે.
દરેક સંસ્કૃતિમાં સ્ત્રીઓને થોડે કે ઘણે અંશે સપ્રેસ કરવામાં આવેલી છે. કોઈપણ સુવિકસિત સંસ્કૃતિ જોશો તો એમાં સ્ત્રીઓની સ્થિતિ વધતે ઓછે અંશે દબાયેલી હશે.. સ્ત્રીઓ ને કોઈએ જોર જબરદસ્તીથી દાબી તો કોઈએ પ્રેમથી.. આપણે ત્યાં સ્ત્રીઓને સોના રૂપાના આભૂષણ તરીકે જે કાઇ પહેરાવવામાં આવે છે તે પ્રેમથી આપેલું બંધન તો છે !! ધ્યાનથી જુઓ : હાર, બંગડી, નથ, કાનની વાળી, ઝાંઝર વગેરે એકરીતે સમ્માન પૂર્વક અપાયેલ બંધન છે .. અમુક લોકોએ વળી સ્ત્રીઓને ઓઝલ કરી. એમને ચહેરો અને અંગો દેખાય નહિ એની માટે ચુસ્ત નિયમો બનાવવામાં આવ્યા.. સ્ત્રીઓ માટે અનેક નિષેધ ફરમાવવામાં આવ્યા.. એમની માટે ક્રૂર સજાઓ નક્કી થઈ..
આ બધું ચેન્જ થયું ઔદ્યોગિકરણ ને કારણે. ઔદ્યોગિકરણ થયું અને ફેકટરીઓમાં મેન પાવરની સખત જરૂર ઊભી થઈ.. બાળકો ને પણ મજૂર તરીકે ધકેલવામાં આવતા.. ખાલી મેનના પાવરથી ચાલે એમ નહોતું એટલે સ્ત્રીઓને પણ “સ્વતંત્રતા” આપીને એમને કામે વળગાડવામાં આવી. આજે પણ ફાસ્ટ વિકાસ માટે સ્ત્રીઓની જરૂર છે.
ચુસ્ત નારીવાદ (ફેમીનીઝમ) આ ઔદ્યોગિકરણની પેદાશ છે. પણ ચુસ્ત નારીવાદ ક્યારેય સફળ થતો નથી કેમકે તે પ્રકૃતિના નિયમોની વિરૂદ્ધ છે. સ્ત્રીઓને ગમે તેટલી પુરુષો વિરૂદ્ધ ઉશ્કેરી લો, સ્ત્રીઓ ને પુરુષોની એટલી જ જરૂર છે જેટલી પુરુષોને સ્ત્રીઓની.. કદાચ વધારે હોઈ શકે..
એક કચોરી દો સમોસા ગાઈને પુરુષોને સંભળાવતી સ્ત્રીઓને ખબર હોવી જોઈએ કે સ્ત્રીઓને પણ વૃતિઓ એટલી જ પ્રબળ હોય છે. એ ના સંતોષાય તો એને હિસ્ટેરિયા થાય છે.. સ્ત્રીઓનો બેઝિક નેચર પુરુષોની ઉપર આધારિત રહેવાનો છે. એને બદલવાનું શક્ય નથી. અને જો શક્ય થાય તો તે અપ્રાકૃતિક છે. અંદરખાને દરેક સ્ત્રી પુરુષ તરફથી સુરક્ષા અને એનો ઈમોશનલ સપોર્ટ ઈચ્છતી હોય છે, ભલે ઘડીક સમોસા કચોરી વાળા સૂત્રો પોકારી લે.
અને વધુ વિચિત્ર બાબત એ પણ છે કે એને જેટલી સુરક્ષા અને ઈમોશનલ સપોર્ટ જોઈએ છે એટલી જ તીવ્રતાથી (અને કદાચ એનીથી ક્યાંય વધુ તીવ્રતાથી) શારીરિક સંસર્ગ પણ…
પુરુષોને જાતીય અસંતોષને કારણે કદી હિસ્ટેરિયા નથી થતો.. સ્ત્રીઓને થાય છે.
સ્ત્રીઓ ને થયેલા કે થતા અન્યાય વિરુદ્ધ ચોક્કસ બોલવું કે વ્યક્ત થવું જોઈએ પણ એને પુરુષ વિરોધી બનાવી દેવામાં એનું જ મોટું અહિત છે.




