અરવલ્લી:સાઠંબા પોલીસ મથકે એક પરિણીત મહિલાએ તેને સંતાન ના હોવાના કારણે સાસરિયાં દ્વારા વાંઝણી કહી ત્રાસ ગુજારાતાં મહિલાએ ના છુટકે સાસરિયાં સામે ત્રાસ ગુજારવાની ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે. વધુ પ્રાપ્ત માહિતી મુજબ, સાઠંબા ગામની મહિલા ફરિયાદી સઈદાબેન ઇસ્માઇલભાઈ હાજીભાઈ ઝાઝના જણાવ્યા મુજબ તેઓનાં લગ્ન આજથી પાંચેક વર્ષ પહેલાં હાલ મોડાસા રહેતા મયુદ્દીનભાઈ ગુલુભાઈ ઝાઝ સાથે થયાં હતાં પરંતુ તેઓને લગ્નજીવનના પાંચ વર્ષ વિતવા છતાં પરિવારમાં સંતાન ના થતાં તને સંતાન નહીં થાય તું વાંઝણી છે તેમ કહી શારીરિક અને માનસિક ત્રાસ પતિ, સાસુ – સસરા અને નણંદ દ્વારા મા – બેન સામે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાની મદદમાં રહી ત્રાસ સહન ના થતાં ફરિયાદી મહિલાએ સાઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં સાઠંબા પોલીસે પાર્ટ એ ગુના રજી. નં. ૧૧૧૮૮૦૧૧૨૦૦૩૩૩/૨૦૨૦ મુજબ ઈ. પી. કો. કલમ ૪૯૮(ક),૫૦૪,૫૦૬(૨)અને ૧૧૪ મુજબ આરોપીઓ મયુદ્દીનભાઈ (પતિ), ગુલુભાઈ ઝાઝ, નસીબાબેન ઝાઝ (સાસુ સસરા) અને નણંદ સોહેનાબેન તમામ રહે. સહારા સોસાયટી, મોડાસા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ સાઠંબા પોલીસ મથકના અ. હે. કો. મુકેશસિહ ભીખુસિંહ ચલાવી રહ્યા છે.
જગદીશ સોલંકી. અરવલ્લી.


