સાબરકાંઠા એલ.સી.બી પોલીસ તેમજ તેમની ટીમ દ્વારા ડીરેક્ટ કરવામાં આવેલ તેમજ અગાઉના ગુન્હામાં આરોપીનું નામ માત્ર શક્તિ રાજકોટ એટલું જ મળતા આરોપીને ઝડપી પાડવા માટે તેનું નામ સરનામું શોધવા માટે પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ તેમજ સાબરકાંઠા એસ.પી.શ્રી. ચૈતન્ય માંડલીક સાહેબ ના સૂચન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી. યુ. મુરીમાં એલ.સી.બી તેમજ તેમની ટીમ સાથે સતત કાર્યશીલ હતા. આરોપી શક્તિસિંહ મહાવીર સિંહ ઝાલા રહેવાસી રાજકોટ ઉજ્જવલ સોસાયટી ના મકાન માલિક મે ણદ ભાઈ આહિરના મકાનમાં ભાડેથી રહેતો હતો. મોરબી રોડ જકાત નાકા પાસે આરોપીનુ મૂળ વતન સરવાર તાલુકા ધંધુકા જીલ્લો અમદાવાદ ગ્રામ્ય ની માહિતી મળતો સાબરકાઠા એલ.સી.બી પોલીસે યુક્તિથી પૂછપરછ કરતા ડીસા આંગડિયા લૂંટના ગુનાની કબૂલાત કરી હતી. છેલ્લા દોઢ વર્ષથી પોલીસની નજર માંથી બચતો હતો. આમ સાબરકાંઠા એલ.સી.બી પોલીસે તેમની ટીમ દ્વારા આરોપીને શોધવા ની સફળતા મળી હતી.
જગદીશ સોલંકી. અરવલ્લી.