મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી.એસ .એન પટેલ એ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ ને સંપૂર્ણપણે નાબૂદ કરવા તાબાના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા નાની બોરડી ગામે રાજુભાઈ વાપા ભાઈ ખાંટના ખેતરમાં આવેલ ઝૂપડાની પાછળ વાગે આવેલી ખુલ્લી જગ્યામાં ખેતરમાં કેટલાક ઇસમો ગંજીપાનાનો હારજીતનો જુગાર રમાડતા હતા . બાતમી ની જગ્યાએ પોલીસ રેડ પાડતા પાંચ ઈસમોને પૈકી ચાર ઇસમોને પકડી પાડી રોકડ રૂપિયા ૫૭૬૦/- ની મત્તા સાથે જુગારના ગંજીપાના તથા વાહન નંગ-૨ મળી ફુલ ૩૫૭૬૦/- ના મુદ્દામાલ સાથે પકડાયેલ તેમજ નાસી ગયેલ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલા આરોપી(૧) રાજુભાઈ વાઘાભાઈ ખાંટ રહેવાસી નાની બોરડી મોડાસા અરવલ્લી.(૨) અબ્દુલકાદર બાદર મિયા જમાદાર રહેવાસી કસ્બા ઇન્દીરાનગર મોડાસા અરવલ્લી.(૩) ફારૂકભાઇ યુસુફ ભાઈ ચૌહાણ કસ્બા ઇન્દીરાનગર મોડાસા અરવલ્લી.(૪) કાયદાના સંઘર્ષમાં આવેલ બાર કિશોર(૫) સાબીર મિયા અયુબ મિયા સિંધી રહેવાસી કીડી યાદ સોસાયટી લીમડા તળાવની બાજુમાં મોડાસા અરવલ્લી. વોન્ટેડ વગેરે મોડાસા રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

જગદીશ સોલંકી અરવલ્લી.