By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    17 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    16 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    17 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    17 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    17 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    7 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટિયન્સને રાહત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટિયન્સને રાહત
રાજકોટ

રાજકોટિયન્સને રાહત

Khaskhabar Editor
Last updated: 2026/02/10 at 3:51 PM
Khaskhabar Editor 5 months ago
Share
8 Min Read
SHARE

રાજકોટ મહાનગર પલિકાનું નાણાકીય વર્ષ 2026-27નું ₹3604.9 કરોડનું બજેટ મંજૂર

મનપાના શાસકપક્ષે 95 કરોડનો કરબોજ ફગાવ્યો

- Advertisement -

બજેટમાં પર્યાવરણ અને ‘ગ્રીન રાજકોટ’ પર ભાર મુકાયો: કોમ્યુનિટી હોલ, સ્પોર્ટ્સ માળખા સહિત પ્રોપર્ટી- વોટર ટેક્સમાં વ્યાજમાફીની જાહેરાત

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટવાસીઓ પર ઝીંકવામાં આવેલા સંભવિત કરબોજ પર આજે સ્ટેન્ડિંગ કમિટીએ રોક લગાવી દીધી છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મનપા કમિશનરે સૂચવેલા 95 કરોડના કરબોજને ફગાવી દેવા સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પાણી વેરા અને સફાઈ વેરામાં જે તોતિંગ વધારો સૂચવવામાં આવ્યો હતો, તેને સ્ટેન્ડિંગ કમિટીએ જનહિતમાં નામંજૂર કર્યો છે. 3604.9 કરોડના કુલ કદ ધરાવતા આ બજેટમાં કોઈ પણ નવા કરબોજ વગર 23 નવી જનકલ્યાણકારી યોજનાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. બજેટના કદમાં 9 કરોડનો વધારો કરાયો છે. પાણી વેરો (રહેણાંક)માં 1500થી વધારીને 2400 સૂચવ્યો હતો, બિનરહેણાંકમાં 3000થી વધારીને 4800 કરવાની દરખાસ્ત ફગાવી દેવાઈ છે જ્યારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન (રહેણાંક): વાર્ષિક 365ના બદલે 800 વસૂલવાની દરખાસ્ત હતી અને બિનરહેણાંક 1460થી વધારી 3200 સુધીનો વધારો સૂચવાયો હતો, જેમાં કોઈ ફેરફાર કરાયો નથી. મ્યુ. કમિશનર દ્વારા કુલ 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અભ્યાસ કરી શાસકો અને સ્ટેન્ડિંગ કમિટીએ અભ્યાસ કરી 3604.90 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. મનપા કમિશનર દ્વારા 95 કરોડનો કરબોજ જનતા પર મુકવામા આવ્યો હતો જેને ફગાવી દઈ કરબોજ મુક્ત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં પર્યાવરણ અને ‘ગ્રીન રાજકોટ’ પર ભાર મુકાયો છે. 60 વર્ષથી વધુ વયના દરેક વરિષ્ઠ નાગરિકના નામથી વૃક્ષારોપણ કરાશે જેના માટે 6 કરોડ ફાળવાયા. રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં ‘મિયાવાકી પદ્ધતિ’થી 51,000 વૃક્ષો સાથેનું ‘નમોવન’ (ગ્રીન લંગ) બનાવાશે. અનુસંધાન પાના નં.4 પર

- Advertisement -

નારી શક્તિ માટે ખુશખબર: ₹1000માં આખું વર્ષ અનલિમિટેડ મુસાફરી

મહિલાઓ હવે માત્ર 1,000 ભરીને આખું વર્ષ રાજકોટની તમામ સીટી બસ અને ઇછઝજ ના કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત મુસાફરી કરી શકશે. આ પાસ 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે. શહેરના મુખ્ય ત્રણ વ્યસ્ત રૂટ પર ખાસ ‘પિંક બસ’ શરૂ કરવામાં આવશે. આ બસની સૌથી મોટી વિશેષતા એ હશે કે તેમાં મુસાફરોની સાથે-સાથે ડ્રાઈવર અને ક્ધડક્ટર પણ મહિલાઓ જ હશે. આ પગલાથી મહિલા મુસાફરો વધુ સુરક્ષિત અનુભવ કરી શકશે. પિંક બસમાં મુસાફરી કરતી મહિલાઓની સાથે તેમના 12 વર્ષ સુધીના બાળકો પણ કોઈ પણ પ્રકારની ટિકિટ લીધા વગર મફત મુસાફરી કરી શકશે.

મેરેજ સર્ટિફિકેટ માટે કચેરીના ધક્કા ખાવા નહીં પડે: ઘરે બેઠા મળશે ઓનલાઇન પ્રમાણપત્ર

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના લગ્ન નોંધણી વિભાગની કામગીરીમાં ક્રાંતિકારી ફેરફાર કરવામાં આવ્યો છે. બજેટ વર્ષ 2026-27થી લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન કરી દેવામાં આવી છે. આ નવી વ્યવસ્થાથી નવદંપતીઓ અને તેમના પરિવારજનોના સમય અને શક્તિની બચત થશે.

બજેટમાં 9 કરોડના વધારા સાથે નવો કરવધારો રદ્દ: જનતાને 23 નવી યોજનાઓની ભવ્ય ભેટ

સરકાર પર નાણાકીય બોજ નાખ્યા વિના ખાનગી ભાગીદારીથી અનેક સુવિધાઓ વિકસાવવામાં આવશે. નાના મવા બ્રિજ નીચે ગેમઝોન અને 8 થી 10 કરોડના ખર્ચે ફૂડ કોર્ટ અને એન્ટરટેઈનમેન્ટ ઝોન બનશે. વોર્ડ નં-12માં વાવડીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો 10-લેન સ્વિમિંગ પૂલ બનશે. મવડી વિસ્તારમાં 900 લોકોની ક્ષમતાવાળો અત્યાધુનિક ફૂડ ઝોન બનાવાશે. સેક્ધડ રિંગ રોડ પર કો-વર્કિંગ સ્પેસ સાથેનું શોપિંગ કોમ્પ્લેક્સ, જે મનપાને 80 કરોડની આવક કરાવી આપશે. રાજકોટને 100 નવી ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે, જેના માટે 25 કરોડના ખર્ચે અત્યાધુનિક ચાર્જિંગ ડેપો તૈયાર થશે. નવા ભળેલા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા નવા બ્રિજ માટે ₹1 કરોડનો સરવે કરાશે,મધ્ય રાજકોટના હૃદય સમાન રેસકોર્ષને 10 કરોડના ખર્ચે ટ્રાફિક મુક્ત અને વધુ સુંદર બનાવવામાં આવશે. હવે લગ્નનું પ્રમાણપત્ર મેળવવા કચેરીના ધક્કા નહીં ખાવા પડે, પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન થશે. પાણીનો વ્યય અટકાવવા ’રીયલ ટાઈમ મોનીટરીંગ’ સિસ્ટમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાશે.કોમ્યુનિટી હોલનું બુકિંગ હવે 90ના બદલે 180 દિવસ અગાઉ થઈ શકશે અને રિફંડના નિયમો પણ હળવા કરાયા છે.

બજેટ હાઈલાઈટ્સ…

1. રાજકોટવાસીઓને મળશે શુદ્ધ ઓક્સિજન, અટલ સરોવર પાસે 51 હજાર વૃક્ષો ઉગાડી નમો વન બનાવાશે
2. નાના મવા બ્રિજ નીચે પી.પી.પી. ધોરણે ગેમઝોન સાથે કાફેટેરીયા બનાવાશે
3. બી.યુ. પરમિશનમાં રાહત: ફ્લાવરબેડ રેગ્યુલરાઇઝેશન ફી માટે હપ્તા પદ્ધતિ મંજૂર
4. વોર્ડ નં.15માં આવેલા મોહનભાઈ સરવૈયા કોમ્યુનિટી હોલનું રીનોવેશન
5. 4 કરોડના ખર્ચે 25 નવા આધુનિક પબ્લિક ટોયલેટ મંજૂર: જૂનાને રિનોવેટ
6. નવા પબ્લિક ટોયલેટમાં સેનેટરી પેડ વેન્ડિંગ મશીનની મળશે સુવિધા
7. 60 વર્ષથી વધુ વયના દરેક નાગરિકના નામે થશે વૃક્ષારોપણ, ₹6 કરોડની ફાળવણી
8. 100 નવી ઈલેક્ટ્રિક બસો: 25.83 કરોડના ખર્ચે અટલ સરોવર પાસે બસ ડેપો અને ચાર્જિંગ સ્ટેશન બનશે
9. વાવડીમાં આકાર લેશે આંતરરાષ્ટ્રીય સ્તરનો સ્વિમિંગ પૂલ: પી.પી.પી. ધોરણે 10 લેન સાથેનું આધુનિક સંકુલ બનશે
10. ન્યૂ 150 રિંગ રોડ પર બનશે હાઈ-ટેક શોપિંગ સેન્ટર: ઉદ્યોગકારો, સ્ટાર્ટ-અપ્સ અને ફ્રીલાન્સર્સને ઓછા ખર્ચે ઓફિસ સુવિધા મળી રહેશે
11. મવડીમાં આકાર લેશે હાઈ-ટેક ‘મોડર્ન ફૂડ ઝોન’: એકસાથે 900 લોકો જમી શકશે, ₹12.96 કરોડના ખર્ચે ઙઙઙ ધોરણે નિર્માણ
12. મનપા શહેરમાં ‘ફાયર સેફ્ટી’ જનજાગૃતિની વ્યાપક ઝુંબેશ ચલાવશે, જાહેર સ્થળોએ યોજાશે સ્પેશિયલ વર્કશોપ

₹10 કરોડના ખર્ચે રેસકોર્સની થશે કાયાકલ્પ

શહેરની શાન અને રમત-ગમત તેમજ મનોરંજનનું કેન્દ્ર એવા રેસકોર્ષ સંકુલને આધુનિક ઓપ આપવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ કમર કસી છે. વર્ષ 2026-27ના બજેટમાં રેસકોર્ષના નવીનીકરણ માટે ₹10 કરોડની મોટી જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો માટે રેસકોર્ષની મુલાકાત વધુ સુખદ અને સુરક્ષિત બનાવવાનો છે. બગીચાઓને વધુ સુંદર બનાવવામાં આવશે. લોકોના બેસવા માટે નવા પ્લાઝા અને સીટિંગ એરિયા વધારવામાં આવશે.

કરણપરામાં બનશે મનપાની આધુનિક સેન્ટ્રલ ઝોન ઓફિસ

આધુનિક ઓફિસો, વિશાળ પાર્કિંગ, લિફ્ટ અને ફાયર સેફ્ટી સિસ્ટમથી સજ્જ બિલ્ડિંગનું નિર્માણ કરાશે

નવી ઓફિસ કરણપરામાં આવેલી પ્રભાદેવી જે. નારાયણી લાયબ્રેરી વાળા કેમ્પસમાં બનશે

રાજકોટ શહેરના ભૌગોલિક વિસ્તારમાં થઈ રહેલા સતત વધારા અને વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ વહીવટી સેવાઓના વિકેન્દ્રીકરણની દિશામાં એક મોટું કદમ ઉઠાવ્યું છે. ઢેબર રોડ પર આવેલી હાલની મુખ્ય કચેરી પર નાગરિકોનો ધસારો ઘટાડવા માટે હવે કરણપરા વિસ્તારમાં નવી આધુનિક સેન્ટ્રલ ઝોન ઓફિસ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટમાં પૂર્વ (ઇસ્ટ) અને પશ્ર્ચિમ (વેસ્ટ) ઝોન ઓફિસો કાર્યરત થયા બાદ, હાલમાં સાઉથ ઝોન ઓફિસની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ જ શૃંખલામાં હવે મધ્ય રાજકોટના લોકો માટે નવી સેન્ટ્રલ ઝોન ઓફિસનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આનાથી નાગરિકોને પોતાના સ્થાનિક પ્રશ્ર્નો અને વહીવટી કામો માટે છેક મુખ્ય ઓફિસ સુધી લાંબા થવું પડશે નહીં. નવી ઓફિસ કરણપરામાં આવેલી પ્રભાદેવી જે. નારાયણી લાયબ્રેરી વાળા કેમ્પસમાં બનશે. અંદાજે 4250 ચોરસ વારના વિશાળ પ્લોટ એરિયામાં આ ભવ્ય સંકુલ તૈયાર થશે. અંદાજે 75000 ચોરસ ફૂટમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પાંચ માળ (ૠ+5) નું આધુનિક બાંધકામ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ઙઙઙ (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) ધોરણે પૂર્ણ કરવાનું આયોજન છે.

You Might Also Like

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 2 લાખ કિલો નકલી-ઝેરી પનીર
Next Article વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના બે ગેંગસ્ટરની ધરપકડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ગુજરાતરાજકોટ

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?