ખાસ-ખબર સંવાદદાતા
સ્વરછતા એ જ સેવા’ અભિયાન અન્વયે મોરબી જીલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.
હાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ’સ્વરછતા એ જ સેવા’ અભિયાન અન્વયે આગામી તા. 04/11/2023 સુધી સમગ્ર રાજ્યમાં તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મોરબી જીલ્લામાં પણ વિવિધ સરકારી કચેરીઓના રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકા પંચાયત, ટંકારા તાલુકા પંચાયત અને આઈ.આર.ડી.શાખા, મિંયાણી ગ્રામ પંચાયત સહિતની વગેરે સરકારી કચેરીઓમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેમજ તેમની સલાહ-સૂચન અનુસાર સરકારી રેકર્ડનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.
સરકારી કચેરીઓના અધિકારીઓ/કર્મચારીઓ તેમજ તમામ સ્ટાફ દ્વારા આ રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી હતી.