કપૂર પરિવાર હવે લગ્નની તૈયારીમાં વ્યસ્ત, આજે બપોરે બંને ફેરા ફરશે
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આજે લગ્ન કરવાનાં છે. તેઓ પંદર એપ્રિલે લગ્ન કરશે એવી ચર્ચા હતી, પરંતુ તેઓ હવે આજ લગ્ન કરી રહ્યાં હોવાનું નીતુ કપૂરે કહ્યું છે. તેમની ગઈ કાલે મેંદી સેરેમનીમાં ફૅમિલી અને ફ્રેન્ડ્સે હાજરી નોંધાવીને ખૂબ ડાન્સ કર્યો હતો. આલિયાએ રણબીરના નામની મેંદી હાથોમાં સજાવી હતી. આલિયાના પિતા મહેશ ભટ્ટ, બહેન પૂજા ભટ્ટ અને ભાઈ રાહુલ ભટ્ટ હાજર હતાં. આલિયાના હાથમાં મેંદી મૂકીને કરણ જોહર ઇમોશનલ થઈ ગયો હતો. તેણે પીળો કુરતો પહેર્યો હતો. એ સેલિબ્રેશનમાં આલિયાની ૨૦૧૮માં આવેલી ‘રાઝી’નું ‘દિલબરો’ ગીત પણ પ્લે કરવામાં આવ્યું હતું. પંજાબી ગીત ‘મેરા લોંગ ગ્વાચા’ અને ‘કજરા મોહબ્બતવાલા’ પર પણ લોકો થનગન્યા હતા. આજે તેમનાં લગ્ન રણબીરના વાસ્તુ રેસિડન્સમાં થવાનાં છે. સબ્યસાચીએ ડિઝાઇન કરેલો પિન્ક લેહંગો આલિયા પહેરવાની છે. સાથે જ એના પર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલો દુપટ્ટો હશે એવી ચર્ચા છે.

- Advertisement -
નીતુ કપૂર, બહેન રિદ્ધિમા, ફઈ રીમા જૈન અને અન્ય લોકો પૂજા અને મહેંદી સમારોહ માટે આરકે હાઉસ પહોંચ્યા
મહેંદી ફંક્શન બાદ નીતુ સિંહે વેડિંગ ડેટની જાહેરાત કરી હતી. રણબીર તથા આલિયા ભટ્ટ 14 એપ્રિલના રોજ લગ્ન કરવાના છે. જોકે, ભટ્ટ તથા કપૂર પરિવારે છેલ્લી ઘડી સુધી લગ્ન અંગે સસ્પેન્સ રાખ્યું હતું. મહેંદી ફંક્શન પૂરું થયું પછી નીતુ સિંહે અચાનક વેડિંગ અંગે વાત કરી હતી.
આલિયાના આઉટફિટ્સ તેના ઘરે પહોંચી ગયા છે. આલિયા અને રણબીરની લાઇફના અગત્યના દિવસે મિકી કૉન્ટ્રૅક્ટર તેમનો મેકઅપ અને હેરસ્ટાઇલ કરશે. એવું જાણવા મળ્યું છે કે જૂતા ચોરવાની રસમ માટે એક લાખ રૂપિયા ચૂકવવામાં આવશે. બીજી તરફ રણબીર કપૂરના બાંદરાસ્થિત વાસ્તુ રેસિડન્સમાં કપૂર ફૅમિલીની અવરજવર શરૂ થઈ ગઈ છે. રિદ્ધિમા કપૂર સાહની, ભરત સાહની અને તેમની દીકરી સમાયરા, કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, આદર જૈન અને અયાન મુખરજી પણ પહોંચી ગયાં છે. કરીનાએ સિલ્વર-વાઇટ લેહંગા પહેર્યો હતો તો કરિશ્મા ગોલ્ડન આઉટફિટમાં દેખાઈ હતી. આર. કે. હાઉસમાં તૈયારીઓ મોટા ભાગે પૂરી થઈ ગઈ છે. 13 એપ્રિલના રોજ આલિયાની મહેંદી સેરેમની યોજાઈ હતી. નીતુ સિંહે આ પહેલાં રણબીર-આલિયાના લગ્ન યોજાવાના હોવાની વાતનો સ્વીકાર કર્યો નહોતો. લગ્નના સવાલ પર નીતુ સિંહે કહ્યું હતું, ‘મને નથી ખબર.’ મહેંદી સેરેમનીમાંથી પરત ફરતાં સમયે નીતુ સિંહ તથા રિદ્ધિમાએ રણબીરના લગ્ન 14 એપ્રિલે હોવાનું કહ્યું હતું.
- Advertisement -

રણબીર-આલિયાના ઘરે પહોંચતા મહેમાનોના ફોનના કૅમૅરા પર સિક્યૉરિટી ખાસ પ્રકારનાં સ્ટિકર્સ લગાવી રહી છે જેથી સેરેમની દરમ્યાન કોઈ પણ ફોટો, લાઇવ સ્ટ્રિમિંગ કે પછી વિડિયો રેકૉર્ડિંગ ન કરી શકે. દરેક પ્રસંગ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સિક્યૉરિટીએ પોલીસને પણ વિનંતી કરી છે કે જો સ્થિતિ નિયંત્રણ બહાર જાય તો તેઓ દરમ્યાનગીરી કરીને જવાબદારી હાથમાં લઈ શકે છે. પોલીસે પાપારાઝીને સખત ચેતવણી આપી છે કે મહેમાનોની કારને ફોટો, વિડિયો કે ઇન્ટરવ્યુ લેવા માટે અટકાવવામાં ન આવે. આ બધાની વચ્ચે નીતુ કપૂરે તેની સગાઈનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. ૧૯૭૯ની ૧૩ એપ્રિલે તેની સગાઈ રિશી કપૂર સાથે થઈ હતી અને એ દિવસે બૈસાખી હતી.
લગ્નમાં રણબીરની ફિલ્મના એક પણ સોંગ પ્લે થશે નહીં. નીતુ સિંહે હાથમાં રિશી કપૂરનું નામ લખાવ્યું. નીતુ સિંહે મહેંદીમાં ખાસ રિશી કપૂરને યાદ કર્યા હતા. તેમણે હાથમાં રિશી કપૂરનું નામ પણ લખાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નીતુ તથા રિદ્ધિમાએ એક ખાસ વ્યક્તિના કહેવાથી લગ્નની ડેટ જાહેર કરી હતી. તે વ્યક્તિ બીજું કોઈ નહીં, પણ રણબીર કપૂર જ છે. રણબીરે જ પોતાની માતા તથા બહેનને લગ્નની તારીખ કહેવાનું કહ્યું હતું. સૂત્રોના મતે, રણબીર પોતાના ઘર વાસ્તુની બહાર મીડિયા તથા વેડિંગ કવરેજ જોતો હતો. આ બધું જોઈને રણબીરે કહ્યું હતું કે હવે લગ્નની તારીખ જાહેર કરી દેવી જોઈએ. દીકરાની વાત માનીને નીતુ સિંહે મહેંદી ફંક્શન બાદ તરત જ લગ્નની ડેટ કહી દીધી હતી.


