તાજેતરની ચૂંટણીમાં પ્રમુખપદે જયંતિભાઈ ટીલવા અને મંત્રી તરીકે અશ્ર્વિનભાઈ પટેલની વરણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશનની કારોબારી મીટીંગ તાજેતરમાં માઈ જીઈસી વિબેલ્ટ એન્ડ હાર્ડવેર પ્રા. લિ. (ગીતા એન્જિ. કોર્પો.) ખાતે ગરેડીયા કુવા રોડ ખાતે રાખવામાં આવેલ. ચૂંટણી પ્રક્રિયા વિશે માનદમંત્રીએ જણાવેલ કે ટોટલ 13 ઉમેદવારના ફોર્મ ભરાઈને આવેલ, જેમાંથી 2 ફોર્મ પરત ખેંચાતા 11 સભ્યોની કારોબારી બિનહરીફ સને 2025થી 2028 એમ ત્રણ વર્ષ માટે જાહેર કરવામાં આવેલ. ત્યારબાદ હોદ્દેદારોની વરણીની ચર્ચા કરતાં સિનિયર કારોબારી મેમ્બર અશ્ર્વિનભાઈ પટેલ પોતાના ટેકા સાથે પ્રમુખ તરીકે વર્ષોના અનુભવી અને સિનિયર પ્રમુખ તરીકે જયંતિભાઈ ટીલવા (યોગેશ મશીનરી સ્ટોર્સ)ના નામની દરખાસ્ત રજૂ કરેલ અને જયંતિભાઈ ટીલવાએ ઉપપ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ મહેતા (મહેતા એન્જી. કુાં.) અને સિનિયર કારોબારી મેમ્બર અશ્ર્વિનભાઈ પટેલ (ગીતા એન્જિ. કોર્પો.) માનદમંત્રી તરીકે અને મુકેશભાઈ વડગામા (હરેશ એન્જિ. કુાં.) સહમંત્રી અને ટ્રેઝરર તરીકે પ્રકાશભાઈ કોરડીયા (વેસ્ટર્ન લુબ ઈન્ડ.)ની જાહેરાત કરતાં ઉપસ્થિત તમામ કારોબારી સભ્યોએ એકઅવાજે સહમતિ દર્શાવીને સર્વાનુમત્તે તમામ હોદ્દેદારોની વરણીને બહાલી આપેલ. કારોબારી સભ્ય તરીકે સર્વાનુમત્તે વરણી કરવામાં આવેલી છે જેમાં પિયુષભાઈ એમ. પટેલ (કિરીટ એન્જિ. કોર્પો), પ્રકાશભાઈ સી. અંબાઈ (જય ખોડીયાર એન્જિ. કોર્પો.), વિપુલભાઈ વી. કણસાગરા (સાગર ટ્રેડર્સ), રાકેશભાઈ રૂપારેલ (રોયલ સ્ટીલ), જીતેશભાઈ આર. પરસાણા (માધવ ટ્રેડીંગ કુાં.) વરુણભાઈ એ. પટેલ (માય જીઈસી વિબેલ્ટ એન્ડ હાર્ડવેર પ્રા.લિ.) કો-ઓપ્ટ સભ્ય તરીકે નિલેશભાઈ પનારા (તિરુપતિ કોર્પોરેશન), અતુલભાઈ કુંવારદીયા (એવરસાઈન ઈન્ડસ્ટ્રીઝ) સર્વાનુમત્તે વરણી કરવામાં આવેલ. એસોસિએશનના અન્ય સભ્ય ભાઈઓએ પુરી કારોબારીને વધાવીને અભિનંદન પાઠવેલ. ટૂંક સમયમાં જુલાઈ એન્ડમાં ભોજન સમારંભ સાથે એજીએમનું આયોજન કરવામાં આવશે જેની સર્કયુલર દ્વારા જાણ કરવામાં આવશે તેમ માનદ મંત્રી અશ્ર્વિનભાઈ પટેલની યાદીમાં જણાવેલ છે.