એલસીબીએ પેઢલા ગામની સીમમાંથી રંગેહાથ ઝડપ્યા
રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પેઢલા ગામની સીમમાંથી તીન પત્તીનો જુગાર રમતા છ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એલસીબી પોલીસ ઇન્સપેક્ટર એ.આર. ગોહિલના જણાવ્યા મુજબ પેઢલા ગામની સીમમાં શિક્ષક દ્વારા જુગારધામ ચલાવવામાં આવતું હતું જે બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા જુગાર રમતા ગાંડુભાઇ ધનજીભાઈ લાડાણી, જયેશભાઇ વસંતભાઈ જયસ્વાલ, ભરતભાઇ કેશુભાઈ માલવિયા, હરિભાઇ રવજીભાઈ ધામી, અતુલભાઇ મનુભાઇ કોઠારી સહિતનાઓને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રેડ દરમિયાન પત્તા પ્રેમીઓની ધરપકડ કરી 1.20 લાખની રોકડ સાથે 2.29 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


