ચૂંટણીને અનુલક્ષીને પોલીસની ડ્રાઇવમાં જાહિદ પકડાયો: ઇભલાની માહિતી મેળવવા તપાસ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી ને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે પોલીસે અલગ-અલગ ગુનામાં વોન્ટેડ આરોપીઓ ને સુધી સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે કાર્યવાહી કરી છે. ત્યારે રાજકોટના નામચીન ઇભલા નો ભાઈ પિસ્તોલ અને ત્રણ કાર્ટીઝ સાથે સાથે ઝડપાઇ ગયો હતો .ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા શરૂ કરેલી કાર્યવાહી દરમિયાન ઇભલા ના બે ભાઈ પોલીસના હાથે આવ્યા છે.
ચૂંટણી પૂર્વે શહેરના નામચીન ગુનેગારોને પકડવાની પોલીસ તંત્રે શરૂ કરેલી ઝુંબેશમાં પાંચ વર્ષથી ફરાર કુખ્યાત શખ્સને ગેરકાયદેસર પિસ્તોલ, કારતૂસ સાથે પકડી પાડ્યો છે. મોરબી રોડ પર રહેતો અને છેલ્લા પાંચ વર્ષથી પોલીસના હાથમાં નહીં આવનાર કુખ્યાત જાહિદ ઉર્ફે જાવલો કરીમ કાથરોટિયા બેડી ચોકડી પાસે હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી કે ગઢવી અને તેમની ટીમેં બેડી જઇ જાહિદ ઉર્ફે જાવલાને પકડી પાડ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા હતા.ઝડપાયેલા જાહિદ સામે 2016થી 2021 વચ્ચે જુદા જુદા ત્રણ પોલીસમથકમાં દારૂની હેરાફેરી, લૂંટ, મારામારી, હત્યાની કોશિશના નોંધાયેલા હતા આ ગુનામાં જાહિદ વોન્ટેડ હતો. અગાઉ બી ડિવિઝન પોલીસમથકમાં આઠ વખત પોલીસ ચોપડે ચડી ચૂકેલો જાહિદ હથિયાર કયાંથી લઇ આવ્યો, ક્યાંય ઉપયોગ કર્યો છે કે કેમ તે સહિતની વિગતો બહાર લાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે કુખ્યાત ઈભલો પણ હજુ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી.ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા શરૂ કરેલી કાર્યવાહી દરમિયાન ઇભલા ના બે ભાઈ પોલીસના હાથે આવ્યા છે.


