“Best Citizen Led Initiative” Categoryમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ સ્થાન: ગાર્બેજ ફ્રી સિટી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને થ્રી સ્ટાર સર્ટીફીકેટ

સ્વચ્છ સર્વેક્ષણ -૨૦૨૧ અંતર્ગત સમગ્ર દેશના જુદા જુદા મહાનગરો તેમજ શહેરો વચ્ચે સ્વચ્છતા બાબતે સ્પર્ધા યોજવામાં આવેલ. જેના પરિણામની આજ તા. ૨૦/૧૧/૨૦૨૧ ના રોજ નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવન ખાતે માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિદજીની અધ્યક્ષતાએ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવેલ.
- Advertisement -
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..
WHATSAPP – https://chat.whatsapp.com/LOOPnbKaJ0UDPdsLZUEuIY
જેમાં સમગ્ર દેશમાંથી કુલ ૪૩૨૦ શહેરોમાંથી રાજકોટ શહેરનો ૧૧ મો ક્રમ આવેલ જ્યારે રાજકોટ શહેરને “Best Citizen Led Initiative” Category માં એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં પ્રથમ સ્થાન મળેલ.
- Advertisement -

આ એવોર્ડ મિનિસ્ટર ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ હરદીપસિંહ પૂરીના વરદ હસ્તે તેમજ ગાર્બેજ ફ્રી સિટી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને થ્રી સ્ટાર સર્ટીફીકેટ મળેલ છે. આ સર્ટીફીકેટ મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સના સેક્રેટરી દુર્ગા શંકર મિશ્રાના વરદ હસ્તે પ્રાપ્ત થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર અમિત અરોરા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પાંભર, નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંઘ તથા પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર દ્વારા સ્વીકારવામાં આવેલ હતો.



