ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટ શહેરના અલગ અલગ અરજદારોને સાયબર ફ્રોડથી ગુમાવેલા કુલ રૂા. 1,09,333 રાજકોટ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન સાયબર ટીમે પરત અપાવ્યા છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તથા એડીશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-2 સુધીરકુમાર દેસાઈએ સાયબર ક્રાઈમ દ્વારા જે અરજદારોએ સાયબર ફ્રોડથી રૂપિયા ગુમાવેલા હોય તે પરત અપાવવા સૂચના કરી હોય જેથી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પો.ઈ. આર. જી. બારોટના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન સાયબર ટીમના ઈન્ચાર્જ એ.એસ.આઈ. એમ. વી. લુવા તથા કર્મચારી પો.હે.કો. જયેન્દ્રસિંહ મદારસિંહ તથા પો.કો. અમીતકુમાર ખીમજીભાઈ તથા મનીષભાઈ પરબતભાઈ દ્વારા અરજદારોને સાયબર ફ્રોડથી ગુમાવેલ રૂપિયા પરત અપાવવામાં આવ્યા છે.
- Advertisement -
વધુ વિગત એવી છે કે અરજદાર નિર્મલ સંજયભાઈ આસોડીયાને ટેલિગ્રામમાં જોબ પે નામની લીંક પરથી તેમાં અલગ અલગ ઈન્વેસ્ટમેન્ટના ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી, પ્રીતેશ શૈલેષભાઈ પૂજારાને ક્રેડીટ કાર્ડ બીલ ભરવા બાબતે, કેવલ જીતેન્દ્રભાઈ માંડલીયાએ ક્રેડીટ કાર્ડમાંથી યુએસડી રૂપે પૈસા ગુમાવ્યા હતા, મીત ભાવેશભાઈ લાઠીયાને તેમના ભાભીના ઈન્સ્ટાગ્રામ આઈડી હેક કરી તેમના આઈડીમાંથી વાત કરી ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરી પોતે પૈસા કમાઈ છે જેથી અરજદારોને પણ આ જ રીતે પૈસા કમાવવાની લાલચ આપી હતી. નીતીનભાઈ કાન્તીલાલ રાણપરા સાથે હોટલ બુકીંગના નામે સામાવાળાએ સાયબર ફ્રોડ કર્યું હતું. આમ ઓનલાઈન ફ્રોડથી અરજદારોએ ગુમાવેલા રૂા. 1,09,333 પરત અપાવવામાં આવ્યા છે.
આ કામગીરી પોલીસ ઈન્સ્પેકટર આર. જી. બારોટ તથા કર્મચારી એ.એસ.આઈ. એમ. વી. લુવા તથા પો.હે.કો. જયેન્દ્રસિંહ મદારસિંહ તથા પો.કો. અમીતકુમાર ખીમજીભાઈ તથા મનીષભાઈ પરબતભાઈ એ ડીવીઝન પોલીસ સ્ટેશન રાજકોટ શહેર દ્વારા હાથ ધરાઈ હતી.