કાશ્મીરના નાળામાં તણાઇ જવાથી માતા-પુત્રનાં મોત
મધ્યપ્રદેશમાં ચોમાસાના વરસાદની ૩ મજબૂત સિસ્ટમ એક્ટિવ છે. આ કારણે રાજ્યમાં સતત ૬૦ કલાકથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (ઈંખઉ) એ આગામી ૨૪ કલાકમાં ૧૭ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. યુપીમાં આજે ૬૯ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ છે. જ્યારે છેલ્લા ૧૦ દિવસથી પડી રહેલા વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. આસામમાં છેલ્લા ૨૪ કલાકમાં પૂરથી ૧૦ લોકોના મોત થયા છે. આ વર્ષે પૂરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪૧ થઈ ગઈ છે. રાજ્યના ૧૧ જિલ્લામાં ૬.૫૩ લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં પૂરના ભારે વહેણમાં તણાઈ જવાથી માતા-પુત્રનું મોત થયું છે. બંને બળતણ માટે લાકડા લેવા નાળા પાસે ગયા હતા. મહારાષ્ટ્રના નાસિકમાં મોડી રાતથી થઈ રહેલા ભારે વરસાદને કારણે ગંગા-ગોદાવરી નદી બે કાંઠે વહી રહી છે. નદીનું પાણી રામકુંડ સહિત કિનારે આવેલા અનેક મંદિરોમાં ઘૂસી ગયું છે.
- Advertisement -
જલંધરમાં સવારથી છૂટોછવાયો વરસાદ ચાલુ છે. ચંદીગઢ અને પંજાબના ૨૩ જિલ્લામાં આજે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યુપીમાં આજે ૬૯ જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. તેમાં ૧૮ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. જ્યારે છેલ્લા ૧૦ દિવસથી થઈ રહેલા વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. કિનારા પર આવેલા ગામોમાં પાણી ઘૂસી ગયું છે. રસ્તાઓ અને ખેતરોમાં મગર ફરતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આજે ઉત્તર બિહારના ૯ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે, પટના સહિત ૨૧ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે. બાકીના ૮ જિલ્લામાં હવામાન સામાન્ય રહેશે.
સૂર્યપ્રકાશને કારણે ભેજવાળી ગરમી વધુ અનુભવાશે. મધ્યપ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, નાગાલેન્ડ, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, ઝારખંડમાં ભારે વરસાદનું એલર્ટ છે. છત્તીસગઢ અને પૂર્વ રાજસ્થાનમાં ગાજવીજ સાથે વીજળી પડવાનું એલર્ટ છે. મરાઠવાડા, સેન્ટ્રલ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, પૂર્વ ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી માટે કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.




