વજન ઘટાડવા કિનોઆ મદદરૂપ થઈ શકે છે. કિનોઆ સંપૂર્ણ આરોગ્યપ્રદ આહાર છે. કિનોઆમાં એમિનો એસિડ રહેલો હોય છે. જે માંસપેશીઓ, હાડકાં, ત્વચા અને લોહીનું નિર્માણ કરે છે. કિનોઆ કોલસ્ટ્રોલ અને બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તે સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે.
એક દિવસમાં કિનોઆનું કેટલું સેવન કરવું જોઈએ?
- Advertisement -
તમે એક દિવસમાં એકથી બે કપ કિનોઆનું સેવન કરી શકો છો. તેનું સેવન કરવાથી જો પેટમાં દુ:ખાવો, ખંજવાળ અથવા ઊબકા આવે તો તેનું સેવન ના કરવું જોઈએ. રિસર્ચમાં સામે આવ્યું છે કે નિયમિતરૂપે એક વાટકી કિનોઆનું સેવન કરી શકાય છે.
કિનોઆના ફાયદા
કિનોઆ ગ્લૂટેન ફ્રી હોય છે
- Advertisement -
કિનોઆમાં ગ્લૂટેન હોતું નથી, જે લોકોને ગ્લૂટેન પસંદ નથી તે લોકો તેનું સેવન કરી શકે છે. તમે ચોખાની જગ્યાએ કિનોઆનું સેવન કરી શકો છે. આ પૌષ્ટીક આહાર શરીરને પ્રોટીન , આયર્ન, ફાઈબર અને કેલ્શિયમ પ્રદાન કરે છે.
કિનોઆમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે
કિનોઆમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછો હોય છે. આ કારણોસર બ્લડ શુગર લેવલમાં વૃદ્ધિ થતી નથી. તે શરીરને સારી એનર્જી આપે છે.
કિનોઆ મિનરલ્સથી ભરપૂર હોય છે
કિનોઆમાં ઝિંક મેગ્નેશિયમ અને આયર્ન જેવા ખનીજ તત્ત્વ રહેલા છે. જેનાથી અનિદ્રા, માથાનો દુ:ખાવો, માંસપેશીઓ અકડાઈ જવી, એનીમિયા, ડાયાબિટીસ તથા અન્ય બીમારીઓ થતી નથી.
વજન ઓછું કરવામાં મદદ કરે છે
કિનોઆમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વજન ઓછું કરવામાં મદદ કરે છે. તેમાં કેલરી પણ ઓછી હોય છે. આ કારણોસર નાશ્તામાં તેનું સેવન કરવું જોઈએ.
પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીન
કિનોઆમાં નવ ગ્રામ એમિનો એસિડ અને આઠ ગ્રામ પ્રોટીન હોય છે. સ્વસ્થ શરીર માટે એમિનો એસિડ અને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. જે માંસપેશીઓને સ્વસ્થ રાખે છે અને વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.
કિનોઆ રેસિપી
ક્વિનોઆ ધોઈને તેને બાફી દો. ત્યારબાદ તેમાં તમને ગમતાં શાકભાજી સમારીને એક ચમચી તેલમાં તેને સાંતળી લો. હવે તેમાં લીંબુનો રસ અને મીઠું નાખીને મિશ્ર કરી. હવે તેમાં કિનોઆ નાખી દો.
કિનોઆ સલાડ
કિનોઆ બાફીને પાણી કાઢી લો. હવે કાકડી, ગાજર, ડુંગળી, ફુદીનાનાં પત્તાં, લાલ મરચાં અને મગફળી ધોઈ નાખો અને સમારીને કિનોઆ સાથે મિશ્ર કરો. તેમાં એક ચમચી મીઠું, સંચળ અને લીંબુનો રસ મિશ્ર કરો.