By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    1 day ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: PSI રાણા અને કોન્સ્ટેબલ લાવડિયાએ મહિલાના ઘરમાં ઘૂસી ગાળો ભાંડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > PSI રાણા અને કોન્સ્ટેબલ લાવડિયાએ મહિલાના ઘરમાં ઘૂસી ગાળો ભાંડી
રાજકોટ

PSI રાણા અને કોન્સ્ટેબલ લાવડિયાએ મહિલાના ઘરમાં ઘૂસી ગાળો ભાંડી

Khaskhabar Editor
Last updated: 2022/06/02 at 3:19 PM
Khaskhabar Editor 5 years ago
Share
9 Min Read
SHARE

હંસાબેન પટેલે ગાંધીગ્રામ PSI રાણા અને કોન્સ્ટેબલ લાવડિયા વિરુદ્ધ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી

ગાંધીગ્રામ પોલીસની દબંગાઈથી ડરી અનવર દારૂવાલાના મકાનમાં ભાડે રહેતી મહિલાએ ન્યાયની માંગ કરી

Contents
હંસાબેન પટેલે ગાંધીગ્રામ PSI રાણા અને કોન્સ્ટેબલ લાવડિયા વિરુદ્ધ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરીPSI રાણાને માન જોઈએ છે, સ્ત્રી સન્માન કરવું નથી!  ગાંધીગ્રામ પોલીસ મૂકપ્રેક્ષક બની મલાઈ ખાય છે!બજરંગવાડી પોલીસ ચોકીની બાજુમાં જ ડીઝલ-ગેસ રિફીલિંગનો ધમધમતો કાળો કારોબારસરાજાહેર પોલીસની સંમતિથી ચાલતું ડીઝલ-ગેસ રિફીલિંગ કૌભાંડ

રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના પીએસઆઈ જનકસિંહ રાણા અને કોન્સ્ટેબલ વનરાજ લાવડિયાએ ગેરકાયદે મુસ્લિમ પરિવાર અનવરભાઈ દારૂવાલાના મકાનમાં ઘૂસી ધાકધમકી આપી 10 લાખ રૂપિયા પડાવવાનો જે કારસો રચ્યો હતો તે અંગેની ફરિયાદ અનવરભાઈ દારૂવાલાના પુત્રી જીલેખાબેન એજાઝભાઈ ભીમાણીએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને હાલમાં જ કરેલી હતી આ ઉપરાંત અનવરભાઈ દારૂવાલાના મકાનમાં ભાડુઆત તરીકે રહેલા હંસાબેન માવજીભાઈ હળવદીયાએ પણ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા પીએસઆઈ જનકસિંહ રાણા અને કોન્સ્ટેબલ વનરાજ લાવડિયા વિરુદ્ધ ઘરમાં ઘૂસીને ગાળો આપ્યા અંગેની ફરિયાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને કરી છે જેમાં ફરિયાદી હંસાબેને જણાવ્યું છે કે, તા. 26/12/2021ના રોજ સાંજના આશરે 5:15 કલાકે મારા ઘરમાં ઓચીંતા પાંચ-છ જણા લાકડી અને પાઈપ સાથે આવી ગયા હતા. અનુસંધાન પાના નં. 2 પર

- Advertisement -

મારા ઘરની ડેલી ખુલ્લી હતી અને ઘરમાં ઘૂસી ગયેલા. હું નીચે હોલમાં એકલી હતી. મને થોડીકવાર તો એમ લાગ્યું કે મારા ઘરમાં ગુંડા ઘૂસી આવ્યા. મેં પૂછ્યું કે શું છે ભાઈ? શું કામ મારા ઘરમાં આવ્યા? તો મને એક ભાઈએ કીધું કે અનવરીયો ક્યાં? મે કહેલું કે ભાઈ હું તો અહીં ભાડે રહું છું. અનવરભાઈ તો પાછળ રહે છે. તો મને તુકારો દઈને કહ્યું કે તું મને બતાવ ત્યાં આવીને. હું ઘરની બહાર નિકળીને જોયું કે બારે બાજુવાળાની નાની છોકરી ઉભી હતી. તો મેં તે છોકરીને કહ્યું કે આ ભાઈને અમારા મકાન માલીકનું ઘર બતાવ. પછી એ છોકરી ભેગા આ બધા લાકડી અને પાઈપ હાથમાં લઈને મકાન માલીકના ઘર પાસે ગયેલા. અને હું ડરીને મારા ઘરમાં પાછી જતી રહેલી.

PSI રાણાને માન જોઈએ છે, સ્ત્રી સન્માન કરવું નથી!  

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ વિસ્તારના પીએસઆઈ જનકસિંહ રાણાને કોઈ જરી અમથો તુકારો આપે તો તેમનો પીત્તો હલી જાય છે અને માન-સન્માનની વાત કરવા લાગે છે. પણ આ જ પીએસઆઈ જનકસિંહ રાણા સ્ત્રીઓને માન-સન્માન આપવાનું થોડું સૂઝતું નથી. હાલમાં પીએસઆઈ જનકસિંહ રાણા અને કોન્સ્ટેબલ વનરાજ લાવડિયાએ મળીને પોપટપરા વિસ્તારમાં આવેલા અનવરભાઈ દારૂવાલાનાં મકાનમાં જઈને સૌ પ્રથમ તેમના ભાડુઆત હંસાબેન પટેલ અને ત્યારબાદ તેમની પુત્રી જીલેખાબેન ભીમાણી સાથે ગેરવર્તન કર્યું હતું એટલું જ નહીં, ગાળો પણ ભાંડી ડરાવ્યા-ધમકાવ્યા હતા. નિર્દોષ મહિલા પર ખાખીનો રોફ જમાવનાર આ પીએસઆઈ રાણા જો માન-સન્માન ઈચ્છતા હોય તો સૌ તેમણે પ્રથમ સ્ત્રી-સન્માન કરવાનું શીખવું પડશે અને માન-સન્માનના હક્કદાર બની શકે તેવી કામગીરી કરી દેખાડવી પડશે.

મારા ઘરની ડેલી ખુલ્લી હતી અને ઘરમાં ઘૂસી ગયેલા. હું નીચે હોલમાં એકલી હતી. મને થોડીકવાર તો એમ લાગ્યું કે મારા ઘરમાં ગુંડા ઘૂસી આવ્યા. મેં પૂછ્યું કે શું છે ભાઈ? શું કામ મારા ઘરમાં આવ્યા? તો મને એક ભાઈએ કીધું કે અનવરીયો ક્યાં? મે કહેલું કે ભાઈ હું તો અહીં ભાડે રહું છું. અનવરભાઈ તો પાછળ રહે છે. તો મને તુકારો દઈને કહ્યું કે તું મને બતાવ ત્યાં આવીને. હું ઘરની બહાર નિકળીને જોયું કે બારે બાજુવાળાની નાની છોકરી ઉભી હતી. તો મેં તે છોકરીને કહ્યું કે આ ભાઈને અમારા મકાન માલીકનું ઘર બતાવ. પછી એ છોકરી ભેગા આ બધા લાકડી અને પાઈપ હાથમાં લઈને મકાન માલીકના ઘર પાસે ગયેલા. અને હું ડરીને મારા ઘરમાં પાછી જતી રહેલી.

- Advertisement -

થોડિકવારમાં તે લોકો તરત જ મારા ઘર પાસે વ્હાઈટ કલરની પ્રાઈવેટ ફોર વ્હિલમાં આવેલા અને પાછા લાકડી લઈને ઘરમાં ઘૂસી ગયા અને બે-ત્રણ જણા ઉપર પગથીયા ચઢીને અને બે-ત્રણ જણા નીચે હાથમાં લાકડી લઇને મારા ઘરની ઝડતી લીધેલી, મેં કીધું ભાઈ શું ગોતો છો તમે? તો કહ્યું કે અમે પોલીસ છીએ, ગાંધીગ્રામ પો.સ્ટે.માંથી આવેલા, તો મેં કીધું કે અમારે ત્યા શું છે? તો તેમણે કીધું કે અમે અનવરીયાને ગોતીએ છીએ. તો મેં કહ્યું સાહેબ મારા ઘરમાં શું કામ ઘૂસીને ગોતો છો? તમે તેના ઘરે જાવને ગોતવા. તેને એમ કીધું કે તે ત્યાં નથી. તો મેં કહ્યું કે તે લોકો આજે ગોંડલ પ્રસંગમાં જવાના હતા. તો કદાચ ત્યાં ગયા હશે. પછી મેં કહ્યું કે સાહેબ હું તો ભાડુઆત છું. છેલ્લા પાંચ વર્ષથી અહીં રહું છું. 5000 રૂપિયા ભાડુ આપુ છું. તેનું મારી પાસે ભાડાકરાર છે અને અમે પટેલ છીએ. એ લોકો મુસ્લીમ છે. તો તમે અમારા ઘરે ગુંડાની જેમ શું કામ ઘૂસી ગયા? એ લોકોએ કહ્યું કે અમે પોલીસ છીએ અમે ગમેતેના ઘરમાં ઘૂસી જાય અમને કોઈ રોકીટોકિ ના શકે. મેં કહ્યું કે સાહેબ તમે તો સીવીલ ડ્રેસમાં છો? પોલિસ જેવું કઈ લાગતું નથી? મે કીધું કે તમે ભલે પોલીસ રહ્યા. આ રીતે કોઈના ઘરમાં ઘૂસી ના જવાય. તો મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા. તાત્કાલીક મકાન ખાલી કરી અહીંથી વઈ જાજે અને અત્યારે તું અહીંથી બાર નીકળ એવું કહ્યું.

પછી હું ડરી ગઈ હતી એટલે મકાનને તાળું મારીને બાર ઉભી અને મને કહ્યું કે તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરિયાદ કરી આવજે અને અહીં રહેતી નહીં, અમે કાલે પાછા આવવાના છીએ. અને તેઓએ કીધું કે મારૂ નામ પીએસઆઈ રાણા છે અને બીજા ટોપીવાળાએ કીધું કે મારૂ નામ વનરાજ છે, જેને નામ દેવું હોય એને દઈ દેજે. હું તો સાહેબ ડરીને ત્યાથી મારા બનેવી બાવનભાઈ ઉકાભાઈ પટોળીયાને ત્યાં વઈ ગયેલી. જે ગામ- પીપળવા, તા – જેતપુર, જી.- રાજકોટ રહે છે. અને મારા દિકરા હર્ષિતને કહ્યું કે તું મામાને ત્યા વયો જા. જે અમદાવાદ રહે છે. આપ ગૃહમંત્રી સાહેબને મારી નમ્ર અરજ છે કે તાત્કાલીક પગલા લેવા. મને તત્કાલીક મકાન ક્યાં મળે? હું ક્યાં રહેવા જાઉં? રોડ માથે સામાન તો નખાતો નથી? આપ સાહેબને મારી વિનંતી છે કે, આ પોલીસ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી અને મને ન્યાય મળે તે જ અપેક્ષા રાખું છું આપની પાસે. આ મારી અરજને ફરિયાદ ગણવી. બસ આટલું જ આપ સાહેબને વિનંતી કરું છું આ બધી ઘટના મકાન માલિકના સી.સી.ટી.વી ફુટેજમાં છે. એવી ફરિયાદ રાજકોટ શહેર ગાંધીગ્રામ વિસ્તારના પીએસઆઈ જનકસિંહ રાણા અને કોન્સ્ટેબલ વનરાજ લાવડિયા વિરુદ્ધ અનવરભાઈ દારૂવાલાના મકાનમાં રહેતા ભાડુઆત હંસાબેન માવજીભાઈ હળવદીયાએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને કરેલી છે.

ગાંધીગ્રામ પોલીસ મૂકપ્રેક્ષક બની મલાઈ ખાય છે!

બજરંગવાડી પોલીસ ચોકીની બાજુમાં જ ડીઝલ-ગેસ રિફીલિંગનો ધમધમતો કાળો કારોબાર

સરાજાહેર પોલીસની સંમતિથી ચાલતું ડીઝલ-ગેસ રિફીલિંગ કૌભાંડ

ટેન્કરોમાંથી ડીઝલ-ગેસ કાઢી ભરી લેવામાં આવે છે અને જરૂરિયાતમંદ ધંધાર્થીઓને માતબર રકમ લઈને વેંચી દેવામાં આવે છે!

પોલીસ હપ્તા વસૂલી ઉપરાંત કાર સહિતના વાહનોમાં ટેન્કરચાલકો પાસેથી ડીઝલ ભરાવી લે છે

ગાંધીનગરથી સ્ટેટ વિજીલન્સ અને સ્ટેટ મોનિટરીંગ સેલનો સ્ટાફ દારૂ-જૂગારના હાટડાઓ પર દરોડો પાડતા હોય છે, ગાંધીગ્રામ પોલીસની સંમતિથી ચાલતા ડીઝલ-ગેસ રિફીલિંગ કૌભાંડ પર ક્યારે તવાઈ બોલાવશે?

રાજકોટ ગાંધીગ્રામ પોલીસના વિસ્તારોમાં બેફામપણે ડીઝલ-ગેસ રિફીલિંગ કૌભાંડનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે અને ગાંધીગ્રામ પોલીસ મૂકપ્રેક્ષક બની મલાઈ ખાય રહી છે. શહેરની બજરંગવાડી પોલીસ ચોકીની બાજુમાં જ બેફામપણે ખાનગી કંપનીઓના ટેન્કરોમાંથી ડીઝલ-ગેસ રિફીલિંગનું કૌભાંડ ચાલી રહ્યું છે અને આ કૌભાંડમાં ગાંધીગ્રામ પોલીસની પણ વરવી ભૂમિકા રહેલી છે.

દ્વારકા-જામનગરમાં આવેલી પ્રખ્યાત કંપનીઓમાંથી ડીઝલ-ગેસ ભરી રાજકોટ આવતા ટેન્કરોમાંથી કોન્ટ્રાક્ટરો અને તેના મળતિયાઓની મીલીભગત નીતિના કારણે ડીઝલ-ગેસનો જથ્થો કાઢી લેવામાં આવે છે. જામનગર જિલ્લામાંથી ગાંધીગ્રામ પોલીસ હેઠળ આવતા વિસ્તારોમાં આઈઓસી ડેપો ખાતે આવતા ડીઝલ-ગેસના ટેન્કરોમાંથી નક્કી થયા મુજબ ડીઝલ-ગેસનો જથ્થો કાઢી લઈ બારોબાર વેચી નાખવામાં આવે છે. આઈઓસી ડેપોમાં 60થી 70 ટેન્કરો માન્ય છે અને અન્ય 150થી 200 ટેન્કરોની આવન-જાવન રહે છે. સમગ્ર નેટવર્ક કોન્ટ્રાક્ટર-ચાલકો અને ગાંધીગ્રામ પોલીસ તંત્રની સાંઠગાંઠના કારણે પૂરબહારમાં ચલાવવામાં આવી રહ્યું છે. આ ટેન્કર દીઠ રૂા. 2500થી 5000નો માસિક હપ્તો ટેન્કરચાલક દ્વારા સ્થાનિક પોલીસને ચૂકવવામાં આવી રહ્યો છે.

જો ક્યારેક આઈઓસીના અધિકારીઓના ચેકિંગમાં ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતાં પકડાઈ જવાય તો ઓછી માત્રા દર્શાવી મામલો રફેદફે કરી દેવામાં આવે છે. ડીઝલ-ગેસના આ કૌભાંડમાં ગાંધીગ્રામ પોલીસ કર્મચારીઓ તથા તેના પરિવારના ટેન્કરો ચાલતા હોવાનું જણાવાઈ રહ્યું છે તેમજ શહેરના છેવાડાના વનવગડા જેવા વિસ્તારમાં આવેલા પોલીસ મથકમાં બદલી પામેલા અને આવું જ નામ ધરાવતા પોલીસમેન દ્વારા સમગ્ર નેટવર્કનો વહીવટ સંભાળવામાં આવતો હોઈ ઉપરી અધિકારીના ચારેય હાથ માથે હોઈ છૂટો કરવામાં આવેલ નથી! ડ પર ક્યારે તવાઈ બોલાવશે?

You Might Also Like

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોરોનાના સતત ઉછાળા વચ્ચે તેજસ એક્સપ્રેસ પર લાગી લગામ
Next Article વજુભાઈ એટલે રાજકોટ અને રાજપૂત સમાજનું ગૌરવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?