તહેવારોની સિઝનમાં ભારતીય અર્થતંત્રમાં તેજી, ઓક્ટોબરમાં UPI લેણ-દેણએ 25 અબજને પાર
જીએસટી કલેક્શનથી લઈને યુપીઆઈ (UPI) અને વાહન વેચાણના ભારતીય અર્થતંત્ર માટે ઓક્ટોબરે મહિનો ખૂબ જ શાનદાર રહ્યો છે. તહેવારોની સિઝનના કારણે પાછલા મહિને રેકોર્ડ ૨૫ અબજથી વધુ યુપીઆઈ વ્યવહારો નોંધાયા છે. જ્યારે બીજી તરફ, વાર્ષિક આધારે ૨૩ ટકા વધીને જીએસટી કલેક્શન ૨.૩૧ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે અત્યાર સુધીનું બીજું સૌથી મોટું કલેક્શન છે. કિંમતો વધવા અને જીએસટી કાપની અસર લગભગ સમાપ્ત થવા છતાં ઓક્ટોબરમાં કારનું રેકોર્ડ વેચાણ પણ જોવા મળ્યું છે. ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ દ્વારા રેકોર્ડ ટ્રાન્ઝેક્શન થયા છે. આ સમયગાળા દરમિયાન દરરોજ સરેરાશ ૮૨.૨ કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા, જેનાથી દરરોજ આશરે રૂ.૧,૦૧,૭૦૭ કરોડ રૂપિયાનું લેણદેણ થયું હતું. જો કેલેન્ડર વર્ષ મુજબ જોઈએ તો, એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન યુપીઆઈ લેણદેણની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે,
- Advertisement -
UPI વ્યવહારો દરરોજ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં પહેલીવાર સરેરાશ દૈનિક UPI વ્યવહાર મૂલ્ય ૧ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું. દરમિયાન, સમગ્ર મહિના દરમિયાન UPI દ્વારા ૩૧.૫૩ લાખ કરોડ રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હતા. આ તહેવારોની મોસમને કારણે, લોકોએ ખરીદી દરમિયાન શખ્ખો વ્યાપક ઉપયોગ કર્યો છે. એ નોંધવું જોઈએ કે અગાઉ, એક જ દિવસમાં ૯૮,૦૦૦ કરોડ રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હતા. અગાઉનો રેકોર્ડ સપ્ટેમ્બર ૨૦૨૬નો હતો. વધુમાં, એક મહિનામાં પહેલીવાર, UPI વ્યવહારો ૩૦ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયા છે. આ પહેલા, મે મહિનામાં UPI દ્વારા ૨૯.૯૦ લાખ કરોડ રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હતા. UPI ઉપયોગ પણ ગયા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. ઓક્ટોબરમાં, વ્યવહારોની સંખ્યામાં વાર્ષિક ધોરણે આશરે ૨૩% નો વધારો થયો હતો, જ્યારે કુલ વ્યવહાર મૂલ્યમાં ૧૬% નો વધારો થયો હતો.
વેપારીઓને મોટી રાહત MDR શુલ્ક દિવાળી સુધી ટળ્યો
વ્યવસાયિક મોરચે, રૂ.૨,૦૦૦ થી વધુના પેમેન્ટ પર વેપારીઓ પર લાગનાર ૦.૦૪ ટકાનો એમડીઆર (ખઉછ) શુલ્ક દિવાળી સુધી ટાળી દેવામાં આવ્યો છે. તહેવારોની મોસમમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને વેપારીઓને રાહત આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ગ્રાહકો અને વેપારીઓ બંને માટે ઓનલાઈન લેણદેણ વધુ સરળ બન્યાં છે.




