ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગુજરાત સ્ટેટ બ્રાન્ચની 78મી વાર્ષિક કોન્ફરન્સ ‘GIMACON 2026’ દરમિયાન ડૉ. મિહિર તન્નાને એવોર્ડ અર્પણ કરાયો
60 હજારથી વધુ સર્જરી કરનાર કાર્ડિયોલોજિસ્ટ ડૉ. મિહિર તન્નાને ‘GIMACON 2026’માં રાજ્યકક્ષાનું સર્વોચ્ચ સન્માન
- Advertisement -
ઓલમ્પસ હોસ્પિટલ્સ (રાજકોટ) અને આલ્ફા હોસ્પિટલ (અમદાવાદ) સાથે સંકળાયેલા જાણીતા હૃદયરોગ નિષ્ણાત ડૉ. મિહિર તન્નાને પ્રતિષ્ઠિત ‘સ્વ. પદ્મશ્રી વી. સી. પટેલ સાયન્ટિફિક ઓરેશન એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે.ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગુજરાત સ્ટેટ બ્રાન્ચની ૭૮મી વાર્ષિક કોન્ફરન્સ ‘GIMACON 2026’ દરમિયાન આ એવોર્ડ અર્પણ કરાયો હતો. આ પરિષદ શનિવાર, ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સાંજે મહેસાણા સ્થિત શંકુઝ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ હતી. આ સમારોહમાં ડૉ. મિહિર તન્નાએ “Heart Health and The Art of Longevity” વિષય પર વ્યાખ્યાન રજૂ કર્યું હતું.કાર્ડિયોલોજી ક્ષેત્રે ૧૯ વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવતા ડૉ. તન્નાએ અત્યાર સુધીમાં ૬૦,૦૦૦થી વધુ પ્રક્રિયાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જેમાં ૨૦,૦૦૦થી વધુ એન્જિયોપ્લાસ્ટીનો સમાવેશ થાય છે. હૃદયરોગ સારવાર અને આધુનિક કાર્ડિયોલોજી ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ યોગદાન તથા તબીબી સેવાઓની કદરરૂપે આ બહુમાન કરવામાં આવ્યું છે.




