દિપાવલી સમયે ધમધમી રહેલાં વ્યાપાર-ઉદ્યોગને જબરી રાહત
અધિકારીઓની ધરપકડની સત્તા કાયમી રીતે છીનવાઈ: ઈ-વૅ બિલ માલ પરિવહન વાહન ચેકિંગ સતા મર્યાદીતઃ 10000થી ઓછા ટેક્ષ વિવાદમાં શો કોઝ નોટિસ નહીં
- Advertisement -
કેન્દ્ર સરકાર આવતીકાલ તા.૧થી વ્યાપાર-ઉદ્યોગમાં જીએસટી ક્ષેત્રે મોટી રાહત આપવા જઈ રહી છે અને તેના કારણે હવે દેશભરમાં જીએસટી અધિકારીઓનો જે ‘ખૌફ’ રહેતો હતો તે દુર થઈ જશે. હાલમાં જ મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં રિટર્ન ફાઈલીંગ તથા ધરપકડ સહિતના નિયમોમાં ધરખમ બદલાવ કર્યા હતા. સાથોસાથ ઈ-ચાલાન વ્યવસ્થા હેઠળ જીએસટીમાં આવતા માલના પરિવહનમાં પણ ચકાસણી વિ.ની સતામાં તેમાં ધરખમ કાપ મુકયો હતો તથા અધિકારીઓની સતા મર્યાદીત કરી હતી જેનો અમલ ૧ એપ્રિલ ૨૦૨૭થી થવાનો હતો પણ કેન્દ્ર સરકારે એક નોટીફીકેશનથી હવે આ તમામ રાહત ભરી જોગવાઈનો અમલ તા.૧ નવે. ૨૦૨૬ એટલે કે કાલથી જ કરવાનો નિર્ણય લીધો છે.
જેમાં હવે જીએસટી વિસ્તારના અધિકારીઓની ખાસ કરીને જે ફિલ્ડ- ફોર્મશનના ભાગ હોય તેમાં હવે જીએસટી કાનુન હેઠળ વેપારીઓની ધરપકડ કરી શકશે નહી. આ કામ ન્યાયતંત્ર પર છોડી દેવાયુ છે. આમ હવે વેપારીઓ પર ધરપકડનો જે ભય હતો તે દુર થયા છે. આ એક મોટી રાહત સાબીત થશે. ધરપકડનો ભય દર્શાવી અધિકારીઓ સાથે લાંચ પણ મેળવી લેતા હોવાનું વ્યાપક ચર્ચાતુ હતું. બીજી તરફ જીએસટી- ઈ-વે બિલના ચેકીંગ અંગે પણ સતા મર્યાદીત કરી દેવામાં આવી છે. જેમાં અધિકારીઓની રીત હોઈએ કે અન્ય સ્થળોએ ઈ-વે બિલીંગ વ્યવસ્થા હેઠળ કોઈપણ માલવાહક વાહનોનું ચેકીંગ કરતા હતા. વાહનને રોકીને ફકત શંકાના આધારે પરિવહન અટકાવતા હતા તે પણ કરી શકશે નહી.
જો કોઈ માલ ટ્રાન્સપોર્ટેશનમાં ખાસ બાતમી હોય તો જે જેને વાહન રોકીને ચકાસણી કરી શકાશે. જો કે આ માટે પણ જોઈન્ટ કમિશ્નર કે તેથી ઉચ્ચ કક્ષાના અધિકારીની પુર્વ મંજુરી લેવી જરૂરી બનશે. આ ઉપરાંત જે તે જીએસટી અધિકારી તેના અધિકાર ક્ષેત્રમાંજ ઇન્સ્પેકશન તથા માલ અટકાવી શકશે તે બહારના ક્ષેત્રમાં તે આ પ્રકારે કોઈ કાર્યવાહી કરશે નહી. આ માટે માલ મોકલનાર સપ્લાયર કે માલ મેળવનાર અધિકારક્ષેત્ર માં નિર્ધારિત અપવાદો સિવાય વાહનને રોકયા વગર જવા દેવુ પડશે તો પરિવહન દરમ્યાન માલ કે વહનની સેકસન ૧૩૦ હેઠળ જપ્ત કે કબજા-હસ્તગત કરી શકાશે નહી.
આ ઉપરાંત શોકોઝ નોટીસ જાહેર કરવા અંગેનો સુધારો પણ કાલથી અમલમાં આવી જશે. એટલે કે કલમ ૭૩-૭૪ અને ૭૪-એ હેઠળ રૂ.૧૦૦૦૦ કરતા મોટી રકમમાં શો કોઝ નોટીસ આપી શકાશે નહી. જેના માટે સ્ટેટ-સેન્ટ્રલ-જીએસટી આયાતી માલ તથા સેસ વિ.ની કુલ રકમ ગણતરીમાં લેવાનો અને અગાઉ આ અંગેની ધારાકીય જોગવાઈ કર્યા બાદ ૧ એપ્રિલ ૨૦૨૭થી અમલમાં મુકવાનો નિર્ણય લેવાયો હતો પણ હવે કોઈ ધારાકીય પ્રક્રિયા માટે રાહ જોયા વગર જ તે અમલમાં મુકી દેવાયો છે.




