પીઢ પત્રકારને ધમકી આપનાર લુખ્ખા તત્વોનાં ઘૂંટણીયે પડતી પોલીસ
મીડિયાને ભનક લગાડ્યા વિના મામલો પતાવીને PSI ક્રિશ્ચને ભીનું સંકેલી લીધું
12 માર્ચના રોજ જામનગર રોડ પર આવેલા માધાપર ગામના ઈશ્વરીયા મહાદેવ પાર્ક શેરી નં. 4માં ફટાકડા ફોડવાની ના પાડનાર પીઢ પત્રકાર જગદીશ તેરૈયાને લુખ્ખા તત્વોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લુખ્ખા તત્વો પીઢ પત્રકારને ધોકા-પાઈપ કાઢીને મારવા પાછળ દોડ્યા હતા. જેના પગલે પીઢ પત્રકાર જગદીશ તેરૈયાએ જાનથી મારી નાખવાની ધમકી આપનાર અરજણ હુંબલ, સંજય હુંબલ વિરુધ્ધ 20 માર્ચના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પી.એસ.આઈ. પી.કે.ક્રિશ્ચને ફરિયાદના આધારે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું પરંતુ પી.એસ.આઈ. ક્રિશ્ચને તો અલગ જ ખેલ ખેલી ગયા. અરજણ હુંબલ અને સંજય હુંબલ સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નં. અ11208035220389/ 2022 અને કલમ 504, 506(2) તથા જી.પી.એક્ટ કલમ 135 (1) હેઠળ ગુનો દાખલ થયેલો હોવા છતાં બજરંગ વાડી ચોકીના પી.એસ.આઈ. ક્રિશ્ચને મોટો વહીવટ કરીને લુખ્ખા તત્વોને છાવર્યા હોવાનું સામે આવ્યું છે. પી.એસ.આઈ.ક્રિશ્ચને મીડિયાને ભનક લગાડ્યા વિના સમગ્ર મામલો પતાવાના આશય સાથે આરોપીઓની ધરપકડ કરી કે નહીં તેની કોઈપણ વાત પ્રકાશમાં આવવા દીધી નહીં અને પોતાની સત્તાનો દૂરુપયોગ કરીને ભીનું સંકેલી લીધું હોવાનું સામે આવ્યું છે.
પી.એસ.આઈ.એ આરોપીઓ સાથે બારોબાર વહીવટ કરી લીધા હોવાનું જાણ થતાં જ્યારે ફરિયાદીએ પી.એસ.આઈ.ક્રિશ્ચને પુછ્યું કે સાહેબ આપે આરોપીઓની ધરપકડ કરી કે નહીં? તો પી.એસ.આઈ. ક્રિશ્ચને દ્વારા એવું જણાવવામાં આવ્યું કે, એ લોકોએ પણ તમારા વિરુધ્ધ ફરિયાદની અરજી આપી છે એ ધ્યાનમાં રાખજો એમ કહીને ફરિયાદીને દબાવવાના પ્રયાસો કર્યા હતા.
- Advertisement -
ન્યાયની વાતો તો દૂર રહી પરંતુ પી.એસ.આઈ.ક્રિશ્ચન આરોપીઓ સાથે ઉઠવા બેસવાના સંબંધો રાખીને આરોપીઓને પૂરતું માર્ગદર્શન આપીને પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો છે. આરોપીઓને જ માર્ગદર્શન આપીને ફરિયાદી વિરુધ્ધ ફરિયાદ નોંધાવાની પણ સલાહ આપી હોવાનું લાગી રહ્યું છે. આરોપીઓની તાત્કાલિક ધરપકડ ન કરવી, ફરિયાદીને સહયોગ ન આપવો, સત્તાના નશામાં પોતાની મનમાની કરવાનું વલણ દાખવનાર પી.એસ.આઈ.ક્રિશ્ચન આરોપીઓના ખોળે બેસી ગયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. દેશની ચોથી જાગીર એવા પીઢ પત્રકારને ન્યાય આપવાને બદલે આરોપીઓને છવરતા પી.એસ.આઈ.ક્રિશ્ચને સત્તાના નશામાંથી વહેલી તકે જાગી જવું જ હિતાવહ છે. આવરા તત્વોને ડામવાને બદલે શેહ આપતા પોલીસ કર્મીઓને કારણે જ કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ રહી છે. જેમાં પી.એસ.આઈ. પી.કે ક્રિશ્ચનનો સમાવેશ થઈ ગયો તેમાં કોઈ બેમત નથી.


