સકકરબાગ ઝુમાં રખાયેલા સિંહો પર પરિક્ષણ થશે
ચાર વર્ષમાં સિંહોના અકુદરતી મૃત્યુ વધતા થયેલા અભ્યાસ બાદ વેકસીન તૈયાર થઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં અને સમગ્ર ભારત તથા વિશ્ર્વએ કોરોના વાયરસની પીડા સહન કરી છે અને હજું આ વાયરસ ફરી આવી શકે છે તેવી ચિંતા છે તે વચ્ચે હવે વાયરસના હુમલામાં વધેલી જાગૃતિમાં ગુજરાત અને સૌરાષ્ટ્રની શાન જેવા ગીરના સિંહોને પરશાન કરતા કેનીન ડિસ્ટેમ્પર વાયર (સીડીવી) માટેની વેકસીન તૈયાર થઈ ગઈ છે અને જુનાગઢમાં સકકરબાગના ઝૂમાં રખાયેલા સિંહો પર તેની ટ્રાયલ શરુ થઈ છે. આ સીડીવી વાયરસે ગીરના સિંહોને અગાઉ ખૂબ જ પીડા આપી હતી અને અનેક સિંહો મૃત્યુ પણ પામ્યા હતા તે પછી રાજય સરકારે આ પ્રકારના વાયરસથી સિંહોને સુરક્ષિત કરવા માટે ખાસ વેકસીન તૈયાર કરાવી હતી જેના પર હવે આ ટ્રાયલ શરુ થઈ છે. 2018માં ગીરના સિંહોએ આ વાયરસની હાજરી હતી અને 30 જેટલા સિંહોના મોત થયા છે અને 2020ના ફકત છ માસમાંજ 85 સિંહો આ વાયરસના શિકાર બન્યા હતા તેવું મનાય છે. જો કે તે ચોકકસ થઈ શકયું નથી અને તે વચ્ચે વાઈલ્ડ લાઈફ નિષ્ણાંતોએ સીડીવી વાયરસ સામે વેકસીનની આવશ્યકતા દર્શાવી હતી.
ગીરના સિંહ તથા તેના વિસ્તારાયેલા ક્ષેત્રમાં કુલ 674 સિંહો હોવાનું 2019ની વસતી ગણતરીમાં જાહેર થયું હતું. કેનીન ડિસ્ટેમ્પર વાયરસ એ પ્રાણીઓને અને ખાસ કરીને જંગલી પ્રાણીઓમાં જોવા મળે છે. કેલીફોર્નિયા એ 1992માં પાલતુ સિંહોના ખાનગી ઝૂ માં તે નજરે ચડયો હતો અને બાદમાં ટાંઝાનીયાના નેશનલ પાર્કમાં પણ તે પ્રસર્યો હતો અને અહી તો 3000થી વધુ સિંહોના મોત થયા હતા.


