બે શખ્સોની 20 હજારના મોબાઈલ સાથે ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
- Advertisement -
રાજકોટમાં ક્રિકેટ સટ્ટા ઉપર હારજીત કરતાં સટોડીયાઓ ઉપર વોચ રાખવાની સૂચના અન્વયે ભક્તિનગર અને ક્રાઇમ બ્રાન્ચએ બે કેસ કરી બે શખ્સોને 20 હજારના બે મોબાઈલ સાથે ઝડપી લઈ એકની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ ક્રાઈમ બ્રાંચ પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમે બાતમી આધારે ગોંડલ રોડ પર દરોડો પાડી ખોડિયાર સોસાયટીના દિપક ઉમેશ રામાવતને ઝડપી લઈ ફોન ચેક કરતાં એપ્લીકેશનમાં રાજસ્થાન રોયલ અને દિલ્હી કેપીટલ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર હારજીતનો જુગાર રમતા હોવાનું ખુલતા તેની ધરપકડ કરી રૂ. 5,000નો મોબાઈલ કબ્જે કર્યો હતો. તેમજ તપાસમાં બેડીપરામાં રહેતો લાલો ખીંટ ગુરૂ નામની આઈડીમાં કપાત કરાવતો હોવાનું ખુલતા તેની પણ ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી હતી જ્યારે ભક્તિનગર પોલીસે કેદાર સોસાયટીના ગેટ પાસે દરોડો પાડી મોબાઈલમાં ઓનલાઈન પતાની જેમ રમત તેજીમ રફીકભાઈ ફુંફાલને ઝડપી લઈ 15 હજારનો ફોન કબજે કરી કોટડાસાંગાણીના તોહિદ રહિમભાઈ પૂંજાણીની શોધખોળ હાથ ધરી છે.