સુનીલ નારાયણે 47 રન, વેંકટેશ ઐયરની આઇપીએલમાં 8મી ફિફ્ટી : કોહલીની સતત બીજી અર્ધ સદી
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024 (IPL)માં સતત બીજી જીત હાંસલ કરી છે. ટીમે વર્તમાન સિઝનની 10મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને 7 વિકેટે હરાવ્યું હતું. આ સિઝનમાં યજમાન ટીમની આ પ્રથમ હાર છે. આ પહેલાં યજમાન ટીમે સતત 9 મેચ જીતી હતી. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે શુક્રવારે કોલકાતાએ 16.5 ઓવરમાં 3 વિકેટે 183 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. શ્રેયસ અય્યર 39 રન બનાવીને અણનમ અને રિંકુ સિંહ 5 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. જ્યારે વેંકટેશ અય્યરે 50 રનની મહત્વની ઇનિંગ્સ રમી હતી, જ્યારે સુનીલ નારાયણે 47 રન અને ફિલ સોલ્ટે 30 રનની ઇનિંગ રમી હતી.
- Advertisement -
યશ દયાલ, મયંક ડાગર અને વિજયકુમાર વૈશાખને એક-એક વિકેટ મળી હતી. પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 6 વિકેટે 182 રન બનાવ્યા હતા. RCB તરફથી વિરાટ કોહલીએ 59 બોલમાં 83 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.લીગમાં 52મી ફિફ્ટી ફટકારી. તેના સિવાય કેમરૂન ગ્રીને 33 અને ગ્લેન મેક્સવેલે 28 રનનું યોગદાન આપ્યું હતું. કોલકાતા તરફથી આન્દ્રે રસેલ અને હર્ષિત રાણાને 2-2 વિકેટ મળી હતી.