By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    5 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    7 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    1 day ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    1 day ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    5 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    5 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    5 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    5 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    1 day ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    1 day ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    7 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    1 day ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    1 day ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓ-ચીફ ઓફિસર્સનો એક દિવસીય વર્કશોપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓ-ચીફ ઓફિસર્સનો એક દિવસીય વર્કશોપ
અમદાવાદગુજરાત

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓ-ચીફ ઓફિસર્સનો એક દિવસીય વર્કશોપ

Khaskhabar Editor
Last updated: 2021/07/06 at 3:48 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

જ્યાં માનવી ત્યાં સુવિધા – લઘુત્તમ સાધનોનો મહત્તમ ઉપયોગ-વિવાદ નહિં સંવાદના ધ્યેય મંત્રથી ચીફ ઓફિસરોને લોકહિત કામોનો વ્યાપ વધારવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આહવાન

Ø  ગુડ ગર્વનન્સના મોડેલ તરીકે ગુજરાતની શાખ-પ્રતિષ્ઠા દેશભરમાં જળવાઇ રહે-વિકાસ કામોમાં અન્ય રાજ્યો કરતાં અગ્રેસર રહે તેવું દાયિત્વ ચીફ ઓફિસરો નિભાવે

Ø  કુલ વસ્તીના પ૦ ટકા લોકો શહેરોમાં વસે છે ત્યારે અર્બન-રૂરલનો સમ્યક-સંતુલિત સર્વગ્રાહી અને સસ્ટેઇનેબલ વિકાસ સમયની માંગ અને સૌની જવાબદારી છે

- Advertisement -

Ø  નાગરિકો-લોકોને પોતાના કામો માટે નગરપાલિકા કચેરીએ આવવું જ ન પડે તેવી ઓનલાઇન સેવાઓ વિકસાવો

Ø  લોકોના પૈસાનો સદુપયોગ લોકહિત-નગર સુખાકારી કામોમાં થાય માટે ઝીરો ટોલરન્સ અગેઇન્સ્ટ કરપ્શનનું વર્કકલ્ચર વિકસાવ્યું છે 

Ø  ચીફ ઓફિસરોની ફરિયાદો કે બદલી માટે નહિ-બદલી અટકાવવા માટે સરકારમાં રજૂઆત આવે તેવી નિષ્ઠાથી લોકહિત કામો કરો

Ø  ચૂંટાયેલી પાંખના નવયુવાઓ યંગ બ્લડ અને ચીફ ઓફિસરોની યુવા કેડર બેય આગવા વિકાસ વિઝનથી નગરવિકાસ કામો સૂમેળભર્યા સંબંધોથી કરે-લોકોની અપેક્ષા-આકાંક્ષા પરિપૂર્ણ કરે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓ-ચીફ ઓફિસર્સને નગરપાલિકાઓનો આધાર ગણાવતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, ગુડ ગર્વનન્સના મોડેલ તરીકે દેશમાં પ્રસ્થાપિત થયેલા ગુજરાતની આ શાખ-નામના જળવાઇ રહે અને ગુજરાત અન્ય રાજ્યોની તૂલનાએ શહેરી વિકાસ કામોમાં હંમેશા અગ્રીમ રહે તેવું દાયિત્વ તેમણે નિભાવવાનું છે.

- Advertisement -

રાજ્ય સરકારના શહેરી વિકાસ સવિભાગે રાજ્યભરની નગરપાલિકાઓના ચીફ ઓફિસર મુખ્ય અધિકારીઓનો એક દિવસીય વર્કશોપ ગાંધીનગરમાં આયોજિત કર્યો હતો. મુખ્યમંત્રી આ વર્કશોપના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે મુખ્ય અધિકારીઓને આહવાન કર્યુ કે, સુશાસન મોડેલ અને શહેરી વિકાસની ગુજરાતની આગવી પ્રણાલિ પ્રત્યે સૌ નજર માંડીને બેઠા છે.

એટલું જ નહિ, ખાસ કરીને નગરોમાં રોજી-રોટી માટે અન્ય રાજ્યોના લોકો આવીને વસતા હોય છે તે પણ જે-તે નગરની સુખ-સુવિધા, વિકાસના કામોની ગતિ-વ્યાપ જોઇને શહેરો-નગરોના વિકાસ વિશેનું પરસેપ્શન બનાવતા, આકલન કરતા હોય છે. આવા સંજોગોમાં નગરપાલિકાના મુખ્ય અધિકારીઓએ શહેરી-નગર વિકાસની ઊડીને આંખે વળગે તેવી કામગીરી કરવી એ હવેના સમયની માંગ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, હવે કુલ વસ્તીના લગભગ પ૦ ટકા વસ્તી નગરો-શહેરોમાં વસે છે ત્યારે અર્બન અને ગ્રામીણ વિસ્તારોનો સમ્યક, સર્વાંગી સમતોલ અને સસ્ટેઇનેબલ વિકાસ થાય તે આપણા સૌની જવાબદારી બને છે. મુખ્યમંત્રીએ જ્યાં માનવી ત્યાં સુવિધા, લઘુત્તમ સાધનોનો મહત્તમ ઉપયોગ, વિવાદ નહિં સંવાદ એ ત્રણ ધ્યેયમંત્ર સાથે લોકહિત અને નગર સુખાકારી કામો કરવાની ચીફ ઓફિસરોને પ્રેરણા આપી હતી. તેમણે ઉમેર્યુ કે રસ્તા, ગટર, લાઇટ, પાણી જેવી પાયાની સુદ્રઢ સુવિધા નગરોમાં હોય સાથોસાથ રાજ્યના શહેરોના સર્વગ્રાહી વિકાસને ટોપ પ્રાયોરિટી આપીને સિટીઝન સેન્ટ્રીક

સેવાઓ ઓનલાઇન બને, શહેરો સ્માર્ટ અને આધુનિક બને તેમજ લોકોને પોતાના કામો માટે નગરપાલિકાએ આવ્યા વિના ઘરેબેઠા જ ઓનલાઇન સેવાઓ મળે તેવી સુવિધાઓ વિકસાવવાની આવશ્યકતા અને સમયની માંગ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ કહ્યું કે થ્રી ટાયર સિસ્ટમમાં આપણી લોકશાહિમાં ગ્રામ પંચાયત, નગરપાલિકા જેવી સંસ્થાઓની અલગ સ્વાયતતા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લોકોની અપેક્ષા-આશા પૂરા કરીને લોકશાહિને વધુ મજબૂત બનાવવાની છે અને ચીફ ઓફિસરોએ પણ વ્યાપક જનહિતલક્ષી કામોથી સહયોગ આપવાનો છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, તમારા શહેરનો આગવો વિકાસ જનરલ બોર્ડની બેઠકમાં જ નિર્ણયો કરીને કરી શકાય તેવી સ્વાયતતા છે ત્યારે તાજેતરની ચૂંટાયેલી પાંખના યુવાઓ યંગ બ્લડ અને ચીફ ઓફિસરોની પણ યુવા ટિમ નવું લોહિ આવા આગવા વિકાસ વિઝનથી કાર્યરત બને. તેમણે ઉમેર્યુ કે, ફરિયાદોને અવકાશ ન રહે તેમજ લોકોના વ્યાપક હિતના જનસુખાકારીના વિકાસ કામો પ્રો-એક્ટિવલી થાય તેવું વર્કકલ્ચર આપણે નગરોમાં વિકસાવવું છે.

મુખ્યમંત્રીએ ઝિરો ટોલરન્સ અગેઇન્સ્ટ કરપ્શનની નેમ દર્શાવતાં સ્પષ્ટપણે કહ્યું કે, લોકોની પાઇ-પાઇનો સદુપયોગ થાય તે જરૂરી છે નગરના જનહિત કામોની સાઇટ વિઝીટ ચીફ ઓફિસરો કરે અને કામોની ગુણવત્તા ચકાસે, તેમણે ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ સાથે સૂમેળભર્યા અને યોગ્ય વર્તણુંકના સંબંધો જળવાઇ રહે તેની પણ છણાવટ કરી હતી.

મુખ્યમંત્રીએ ચીફ ઓફિસરોને સ્પષ્ટ તાકીદ કરી કે કોઇ પદાધિકારીના દાબ દબાવમાં આવ્યા વિના તેઓ વિકાસ કામોમાં કાર્યરત રહે અને ખોટું કરાવનારાઓ સામે સરકારમાં રજૂઆત કરશે તો સરકાર તેમની પડખે છે. પરંતુ તમારી ફરિયાદો ન આવે, તમારી બદલી કરાવવાની માંગ નહિં પણ બદલી અટકાવવાની માંગ સરકારમાં આવે તેવા લોકહિત કામો કરે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, મુખ્ય અધિકારીઓની કામગીરીના આધારે તેમની જે-તે વર્ગની નગરપાલિકામાં બઢતી માટે પણ શહેરી વિકાસ વિભાગ વિચારાધિન છે.

તેમણે રાજ્યના નગરોમાં ટેક્ષ કલેકશન, ર૦રર પહેલાં હર ઘર જલ અન્વયે ઘરોમાં નળ કનેકશન, એસ.ટી.પી., ગટર જોડાણ, રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ આગવી ઓળખના કામો, ફાયર બ્રિગેડ સિસ્ટમ, રેલ્વે ઓવરબ્રીજ રેલ્વે અંડરબ્રીજ વગેરે શહેર સુખાકારી કામોમાં પ્ણ આયોજનબદ્ધ રીતે આગળ વધી ગતિ લાવવા સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીએ વધુને વધુ નગરપાલિકાઓ સોલાર એનર્જી તરફ પ્રેરિત થાય અને સેલ્ફ સફિસીયન્ટ બને તે દિશામાં પણ ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડ કોઇ કાર્યયોજના ઘડે તેવું સૂચન કર્યુ હતું. શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરીએ શહેરોના વિકાસ કામો માટે નાણાંની કોઇ કમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની આ સરકારમાં નથી તેવો મત વ્યકત કર્યો હતો.

તેમણે કહ્યું કે, રાજકીય ઇચ્છાશક્તિના આવા પ્રોત્સાહનથી શહેરો-નગરોના વિકાસ કામોનો મહત્તમ લાભ લોકોને મળે તેવું સુદ્રઢ આયોજન આપણે કરવું જોઇએ. આ એક દિવસીય વર્કશોપના પ્રારંભે કમિશનર મ્યુનિસિપાલિટીઝ એડમીનીસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ, શહેરી ગૃહ નિર્માણના સચિવ લોચન શહેરા અને મ્યૂનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પટ્ટણીએ પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરી કામગીરી અને થયેલ પ્રગતિનો ચિતાર આપ્યો હતો.

ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ડૉ. ધનસુખભાઇ ભંડેરી, રિજીયોનલ મ્યૂનિસિપલ કમિશનરઓ, મુખ્યમંત્રીના ઓ.એસ.ડી  કમલ શાહ સહિત શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ આ વર્કશોપમાં જોડાયા હતા.

You Might Also Like

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ

કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ

રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ

યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબી રોડ આરોગ્યકેન્દ્રની સામેના કોમ્યુનિટી હોલ અને કબીરવન આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલી રહેલ વેક્સીનેશન કામગીરી નિહાળતા મ્યુનિ.કમિશનર
Next Article ગુજરાત વિધાનસભા ખાતે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૨૦મી જન્મજયંતીએ સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?