By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    10 hours ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    3 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    4 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    4 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    9 hours ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    10 hours ago
    હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો
    10 hours ago
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    2 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    9 hours ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    3 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    3 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    9 hours ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    9 hours ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    3 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    4 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક અને બે પાંચ થાશે આપણું જુદું ગણિત છે, તું ફરીથી વાંચ, થાશે, આપણું જુદું ગણિત છે.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > એક અને બે પાંચ થાશે આપણું જુદું ગણિત છે, તું ફરીથી વાંચ, થાશે, આપણું જુદું ગણિત છે.
Author

એક અને બે પાંચ થાશે આપણું જુદું ગણિત છે, તું ફરીથી વાંચ, થાશે, આપણું જુદું ગણિત છે.

Khaskhabar Editor
Last updated: 2024/06/08 at 2:47 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

પ્રેમ કરવાના ગુનાસર આપણી પણ જાંચ થાશે,
સાચને શું આંચ થાશે? આપણું જુદું ગણિત છે.

વહાલી જિંદગી,

- Advertisement -

તું મારું ગણિત છે. હું તને અને તારા અસ્તિત્વને વારે વારે ગણું છું પછી તું કોરાં કાગળ પર સંખ્યા થઈને ઉતરી આવે છે. રાતે અગાસી પર સૂતાં પહેલાં તારા નામનો જાપ ચાલું થાય ત્યારે આંખો અનર્ગળ આકાશને પીધાં કરે છે. જે તારા સુધી દૃષ્ટિ પહોંચે એ દરેકમાં તારી છબિ ઉપસી આવે છે. ટમટમતાં દરેક તારા મને તારામાં ડૂબી જવા ઈજન આપતાં હોય એવું લાગે છે. હું આંખો મીંચી બઘું તારા હવાલે કરી સપનાની સહેલગાહ પર નીકળી પડું છું. દુન્યવી સમજથી અળગો થઈ, તારામાં રમમાણ રહી નિરંતર તને ચાહ્યાં કરવી એ મારું તપ છે. નભમાં સ્થિર દેખાતો ચાંદલિયો એકાદ આવી ચડેલી વાદળીમાં ઢંકાઈ જાય અને બહાર આવી પ્રકાશિત થઈ જાય ત્યારે તારી આંખોમાં ઉછળતું પ્રેમનું ઘોડાપૂર મને તારામાં તાણી જાય છે. તારા કાળા ભમ્મર વાળના મૂળ અને મારી ભીતર ધરબાયેલું વહાલનું મૂળ આ બન્ને મારે શોધવા નથી પડતાં. જિંદગી! તારા બંને માંસલ ગાલ જ્યારે ભર્યા ભર્યા થઈને હસતાં હોય, હોઠ ઉપર તોફાની સ્મિત હોય એ ઘડી મને ઠરેલમાંથી તોફાની યુવાન બનાવી જાય છે. મારામાં થતું આ સહજ પરિવર્તન તારા ચહેરાની બધી જ રેખાઓમાં રમતું રહે છે. હું ઉછળું છું… કૂદું છું… તારા ખોળામાં આવીને ભરાઈ જાઉં છું… તારી છાતીમાં છુપાઈ, સાવ બેફિકર બની, સમયભાન ભૂલી જિંદગીમય થઈ ડૂબી જવાની ધન્ય ક્ષણ મને જીવાડે છે. તારી ભીતર રહેલો દરિયો મને ડૂબાડી દેવા તત્પર થાય એ પહેલાં હું એ દરિયાની બધી ખારાશને ઘૂંટડે ઘૂંટડે પી જવા અધીરો બની જાઉં છું. તારામાં ક્ષણે ક્ષણે આવતી ભરતી અને ઓટ બંનેથી હું પૂરે પૂરો ભરાયેલો અને ધરાયેલો હોઉં એવું સતત લાગ્યાં કરે છે.

જિંદગી! હું તને ભરપૂર ચાહી શકું છું કારણ કે તને ચાહવાના હજારો બહાના હાથવગા છે. તું મને જીવાડી રહી છે. મારી આશા થોડી પણ હતોત્સાહી બને કે તરત જ તું પ્રેમરુપી પાણીનું સિંચન કરી મને ફરીથી હર્યોભર્યો બનાવી દે છે. જે સપના જોવાનું ગજું પણ નહોતું એ દરેક સપના સાચા પાડવા તારી દરેક મહેનત મને સતત તારામાં જીવતો રાખે છે. પ્રેમની પરાકાષ્ઠા એટલે શું? હૃદયનો કોઈ પણ ભાગ કોરો ના રહી જાય એવો આયાસ વગર નિરંતર પ્રેમ કરવો, રાત દિવસ એકબીજા માટે કોઈ પણ પરિસ્થિતમાં અડીખમ ઊભાં રહી શકવું. સમાશાસ્ત્ર કે ધર્મશાસ્ત્રની ઊંડી, કહેવાતી, કોહવાઈ ગયેલી સમજણથી પર રહીને સતત ચાહવું. કવિ શોભિત દેસાઈનો એક શેર છે.

એક સરહદ સુઘી સલામત જઈ,
ત્યાંથી પાછું વળે છે અંધારું.

- Advertisement -

જિંદગી! તેં મારી અંદર, આજુબાજુ ઘૂમરાતા અને ટોળે વળેલા અંધારાના ધણને દૂર દૂર હડસેલી દીધાં છે. એ માટે ઘણીવાર તારો આભાર માનવાનું મન થઈ આવે છે. ફરીથી હું વિચારું છું કે માત્ર આભાર માનવાની વાત પૂરી? ના. અને આ ના નીકળ્યાં પછી તને ભરપૂર ચાહવાના કરોડો બહાના ફરીથી મળી આવે છે. હું મુગ્ધ થઈ તારી ભીતર ઉતરતો રહું છું. એ આશા પણ ખરી કે નિરંતર તને ચાહવાની એક દિવસ તો પરમ સુઘી અચૂક પહોંચી જવાશે કેમ કે આપણું ગણિત તો સાવ જુદું છે.
સતત તને શ્વસતો,
જીવ.
(શીર્ષકપંક્તિ:- ડૉ. નીરજ મહેતા)

You Might Also Like

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

TAGGED: LOVE, love birds, love life
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઓનલાઈન વેચાણમાં મોટો વધારો: એસીથી માંડી આઈસ્ક્રીમ સુધીની ઘરે બેઠા ખરીદીનો ટ્રેન્ડ વધ્યો
Next Article સમુદ્ર પણ પ્રલય સમયે પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને કિનારાને ઓળંગી વિનાશ વેરે છે;

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલ પાસેથી મકાઈનો લોટ, પામોલીન તેલ, કલર ભેળવી બનાવાતા મસાલાનું કૌભાંડ ઝડપાયું  

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં
નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ
‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી
મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?