અમૂલની તમામ બ્રાન્ડનાં દૂધમાં લિટરે 2 રૂ પિયાનો વધારો
ખાસ-ખબર સંવાદદાતા
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે સામાન્ય પ્રજા પિસાઈ રહી છે. સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. તેવામાં ઘરમાં સૌથી આવશ્યક વસ્તુ એવી દૂધના ભાવમાં અમૂલે 2 રૂપિયાનો વધારો કરતાં સામાન્ય લોકોની હાલત કફોડી બની જશે. અમૂલે તમામ બ્રાન્ડનાં દૂધમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ વધારો કરતાં હવે અમૂલ ગોલ્ડ પ્રતિ લિટર હવે રૂ.58માં મળશે, અમૂલ તાજા પ્રતિ લિટર હવે રૂ.46માં મળશે, અને અમૂલ શક્તિ પ્રતિ લિટર હવે રૂ.52માં મળશે. અને અમૂલ દ્વારા કરવામાં આવેલો આ ભાવવધારો આવતીકાલથી જ અમલી બનશે. એટલે કે આવતીકાલથી તમારા ખિસ્સા વધારે ઢીલા કરવા માટે તૈયાર રહેજો.


