By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    20 hours ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    20 hours ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    20 hours ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    20 hours ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંતાનોની સાથે રહેતા હોવા છતાં એકલતા અનુભવતા વૃદ્ધો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > સંતાનોની સાથે રહેતા હોવા છતાં એકલતા અનુભવતા વૃદ્ધો
લાઇફ સ્ટાઇલ

સંતાનોની સાથે રહેતા હોવા છતાં એકલતા અનુભવતા વૃદ્ધો

Khaskhabar Editor
Last updated: 2021/06/26 at 12:08 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

વૃદ્ધાવસ્થા એક એવો સમય જેમાં કોઈના સાથ સહકારની ઘણી જરૂરિયાત હોય છે. પણ આધુનિક સમયમાં પરિસ્થિતિ ક્યાંક વિપરીત બની છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો એ 450 વૃદ્ધોની રૂબરૂ મુલાકાત લીધી અને સાથે જેઓ વાત કરવા માટે કાઉન્સેલિંગ સેન્ટરમાં ફોન દરમિયાન પોતાની જે વ્યથા ઠાલવે છે તેના પરથી વૃદ્ધો માનસિક કેટલી એકલતા અનુભવે છે તેનો ચિતાર મળી રહે છે. 81% પુરુષ વૃદ્ધ એકલતા પરિવાર વચ્ચે પણ અનુભવે છે, 63% સ્ત્રી વૃદ્ધ એકલતાનો અનુભવ કરે છે. 72% વૃદ્ધ ઈચ્છે છે કે હવે મોત આવી જાય તો બધી પળોજણ દૂર થાય. 45% વૃદ્ધ ખિન્નતા એટલે કે ડિપ્રેશનનો અનુભવ કરે છે.

54% વૃદ્ધો કોઈને કોઈ માનસિક સમસ્યાઓ ભોગવી રહ્યા છે. 36% વૃદ્ધ સ્મૃતિ લોપનો એટલે કે યાદશક્તિ ઘટી જવાની બીમારી અનુભવી રહ્યા છે. 18% વૃદ્ધોને કાર્બન મોનોક્સાઈટ ગેસની ગંધ સુંઘવી ગમે છે. આ ગેસ વધારે સૂંઘવાથી વ્યક્તિમાં સ્મૃતિલોપ આવી શકે છે. 45% વૃદ્ધોને બેકાર કે નિરર્થક જીવન જીવે છે એવું લાગી રહ્યું છે. વૃદ્ધ વડીલોએ ઠાલવેલ પોતાની વ્યથાઓ અને સમસ્યાઓ જોઈએ તો.
# અમારે કોઈ સંતાન નહોતું તો એક બાળક દત્તક લીધું. ખૂબ પ્રેમ, કાળજી,લાડકોડથી ઉછેર કર્યો, ભણાવ્યા લગ્ન કરાવ્યા અને જેવી ગરજ પૂર્ણ થઈ તો હવે અમને એકલા મૂકી દીધા. હું ને મારી પત્ની બે જ હવે એકબીજાને સહારો દઈએ છીએ. મિલકત પણ હવે કઈ બચી નથી. શુ આ સમય જોવા લોકો બાળકો ઇચ્છતા હશે?

- Advertisement -

# મારા સંતાનોને હવે હું ભારે પડું છું. જ્યાં સુધી કમાતો હતો વાંધો નહતો પણ હવે જાણે પારકાના ઘરે રહીએ છીએ એવું લાગે છે.
# તમે કોઈને કહેતા નહીં મારો દીકરો અને વહુ અમને માંકડ મારવાની દવા પીવડાવવાની કોશિશ કરી ચુક્યા છે. જીવવા માટે કામવાળીની જેમ ઘરમાં કામ કરીએ અને જીવન વિતાવીએ છીએ.
# ઘરમાં બધાના ખર્ચ પોસાય પણ મારી દવા અને બીજા કોઈ ખર્ચ હોય તો મારા દીકરા વહુને પોસાતા નથી. એવું બોલે કે તમારા ભેગા કરેલ પૈસા માંથી ખર્ચ કરો. મેં તો ક્યારેય એવું નથી કહ્યું

# આખો દિવસ ઘરમાં પુરાઈ રહી હવે ગમતું નથી. બાળકો તેની રીતે હરે, ફરે અને ભેગા બેસીએ ત્યારે મોબાઈલ નું વળગણ. અમને કઈ મોબાઈલ માં બધું વાપરતા આવડે નહિ એટલે એક ખૂણામાં બેસી જીવન ગાળીએ

# મારા દીકરાના હવે લગ્ન કરવાના છે. તો કોઈ જગ્યાએ વાત ચલાવી તો ત્યાં એવું પૂછ્યું કે તમારા ઘરમાં ડસ્ટબીન કેટલા છે? મને થયું કે ડસ્ટબીન અને લગ્નને વળી શુ લેવા દેવા? પછી ખબર પડી કે ઘરમાં વૃદ્ધો કેટલા એ પ્રશ્ન હતો. આ સાંભળી થયું કે શું વૃદ્ધો ડસ્ટબીન છે?

- Advertisement -

# મને કોરોના થયો હતો ત્યારે ડોકટર એ કહ્યું હતું કે તમારે બધી દવા સમયસર અને ભોજન સરખું લેવું. બહુ ભૂખ્યું ન રહેવું. ઘરમાં કઈ ખાવાનું માગું તો ઘરમાં નથી ગમતું એવું સાંભળવા મળે કે વજન વધી જશે પણ વાસ્તવિકતા મને ખબર છે કે મારું કામ કરવું ગમતું નથી.
# એક તો આમ પણ બાળકો લગ્ન પછી અમારાથી દુર રહેતા અને આ કોરોનાને લીધે હવેપુત્રો અને પુત્રવધૂઓને વડીલોને એકલા છોડી દેવાનું બહાનું મળી ગયું છે, થોડી પણ તબિયત બગડે તો મોઢા ફેરવી લે છે આના કરતાં મરી તો સારું. અમારી દવાઓ પર ખર્ચ કરવો મુશ્કેલ બન્યું છે.
# હું ને મારા પતિ મારા દીકરી જમાઈ સાથે રહીએ છીએ. હમણાં મારા પતિની તબિયત બગડી હતી. પણ હમણાંથી એમને ગુસ્સો બહુ આવે છે. ગુસ્સામાં ક્યારેક મોટેથી બોલે. પણ એની સામે મારા જમાઈ ખૂબ ખરાબ વર્તન કરે છે. પહેલા ધ્યાન રાખતા પણ તબિયત બગડ્યા પછી ખૂબ ખરાબ વર્તન કરે છે.

આવી તો અનેક સમસ્યાઓ વૃદ્ધો અનુભવતા હશે. શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક વિષયો તેમના માટે મુશ્કેલ બન્યા છે. એમને હૂંફ, પ્રેમ,કાળજીની જરૂર છે.

વૃદ્ધ લોકોના જીવન અને આરોગ્ય માટે સમાન અધિકાર છે. વૃદ્ધો હંમેશાં સામાજિક સંબંધો પર ખૂબ જ આધાર રાખે છે. કોરોના યુગમાં, આવા સંબંધોને પહેલા કરતા વધારે જરૂરી છે. વડીલોએ પોતાને દૂર રાખવાના બદલે તેમના હાથ પકડવાની અને તેમની સાથે ભાવનાત્મક રૂપે જોડાવાની જરૂર છે કારણ કે તેઓ આ સમયગાળામાં વધુ એકલતા અનુભવે છે. ઘરના સભ્યો પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે, તેમની સાથે વાત કરવાથી તે ફક્ત ખુશ થશે જ નહીં, પણ તેઓ પ્રેમનો અનુભવ કરશે. વૃદ્ધો માટે શું કરવું જોઇએ? 1. વૃદ્ધોને આર્થિક રીતે ઉન્નત બનાવવા માટે દરેક વૃદ્ધ માટે વૃદ્ધાવસ્થા ભથ્થું આપવું જોઇએ. જો વૃદ્ધ પગભર હશે તો પોતાની નાની નાની જરૂરિયાતમાં લાચારી નિઃસહાયતા નહીં અનુભવે.. યાદ કરો બાઘબાન ફિલ્મમાં ચશ્માં તૂટે તૅ સીન. 2. વૃદ્ધો માટે અલગ ચિકિત્સાલય અને નિશુક્લ કેન્દ્રોની વ્યવસ્થા કરવી જોઇએ. 3. યુવા પેઢીમાં પારિવારિક અને સામાજિક સમજણ વિકસે તૅ માટે પ્રયત્ન કરવા જોઇએ. 4. હેલ્પ ઇન્ડિયા જેવી સંસ્થાઓને વિસ્તારવી જોઇએ અથવા નવી સંસ્થાઓ સ્થાપવી જોઇએ. 5. કડક કાયદાકીય જોગવાઈઓ તો છે પરંતું તેની અમલવારી વ્યવસ્થિત થાય તૅ માટે પૂરતી તકેદારી રાખવી જોઇએ. 6. વૃદ્ધ લોકોની માનસિકતા તંદુરસ્ત રહે તૅ માટે કાઉન્સલરોની નિમણુંક કરીને તેમને ફિલ્ડ માં મોકલીને વૃદ્ધોના માનસિક સ્વાસ્થ્યની તકેદારી લેવી જોઇએ. મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી

– ડો.ધારા દોશી &
ડો.યોગેશ જોગસણ, અધ્યક્ષ, મનોવિજ્ઞાન ભવન

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરત મહાનગરપાલિકાની નગર શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનાં એક ઉમેદવારની હારથી હંગામો
Next Article જિલ્લાના ૩ તાલુકાના ૧૫ ગામોમાં પરાંઓને ટેંકરો દ્વારા કરાઇ રહેલું 7,90,000 લીટર પાણીનું દૈનિક વિતરણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?