ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઇને કેનેડા-ભારતના સંબંધોમાં વણસી રહ્યા છે. હાલમાં જ વ્યાપારને લઇને બંન્ને દેશો વચ્ચે હાલાત સુધરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું હતું, ત્યાં જ કેનેડેના એક વરિષ્ઠ મંત્રીએ સંકેત આપ્યો કે, કેનેડા સરકાર વેપાર વાતચીત માટે પ્રયત્ન કરવાની જગ્યાએ ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસમાં ભારતને સહયોગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સૈન ફ્રાંસિસ્કોમાં એશિયા-પ્રશાંત આર્થિક સહયોગ બેઠકના પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, કેનેડાની નિકાસ, આતંરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક વિકાસ મંત્રી મૈરી એનજીએ કહ્યું કે, હવે કેનેડાનું સંપૂર્ણ ધ્યાન તપાસને આગળ વધારવા પર કેન્દ્રિત છે. એનજીના નેતૃત્વમાં ઓક્ટોમ્બરમાં ભારતમાં આવનારી ટીમ કેનેડા વેપાર મિશનને રદ કરી દીધી હતી.
- Advertisement -
એક કેનેડાઇને મારી નાખવામાં આવે છે
એનજીને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, શું વેપાર વાર્તા ફરીથી શરૂ કરૂ શકાશે, જેના જવાબમાં તેમણે કહ્યું કે, કેનેડાની ધરતી પર એક કેનેડાઇને ખુલ્લેઆમ હત્યા કરવામાં આવે છે. જેના માટે, તમે મને અને સરકારને કહેતા સાંભળ્યા હશે કે, તપાસ કેટલી મહત્વની છે, અમે આવું થવા દેશું. જો કે, તેમણે તપાસ અને વાતચીતમાં સહયોગને સીધી રીતે જોડી નહીં, પરંતુ કહ્યું કે, અમારૂ ધ્યાન નિશ્ચિત રૂપે આ તપાસ પર છે.
શું છે સમગ્ર કેસ?
કેનેડાઇ વડાપ્રધાને નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર પછી ભારતે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને તેને રાજનિતીથી પ્રેરિત બતાવ્યા હતા. આની સાથે બંન્ને દેશો એકબીજાના એક-એક રાજનૈતિક દળને પરત બોલાવી લીધા. ભારતે કેનેડાઇ નાગરિક માટે અસ્થાયી રૂપથી વીઝા સેવા પણ મુલતવી રાખી છે.
ઉલ્લેખનીય છે કે, કેનેડાના હરદીપ સિંહ નિજ્જરની હત્યાના દાવના સમર્થનમાં અત્યાર સુધી કોઇ સાર્વજનિક સબૂત મળ્યા નથી.