મોઢ યુથ ઓર્ગેનાઈઝેશન આયોજિત
ક્રિકેટ ટુર્નામેન્ટમાં 50થી વધુ બાળકો, 2 લેડીઝ ટીમ અને 10 પુરૂષ ટીમોએ ભાગ લીધો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
મોઢ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા તા. 3 અને 4 મે 2025ના રોજ સાંજે 4 કલાકેથી ડગ આઉટ બોક્સ ક્રિકેટ, ગંગોત્રી પાર્ક મેઈન રોડ, શીલ્પન ઓનેક્ષ પાછળ, યોગીનગર, રાજકોટ મુકામે ટુર્નામેન્ટનું આયોજન રાજકોટ સ્થિત મોઢ વણિક જ્ઞાતિજનો માટે કરેલ હતું. જેમાં 50થી વધુ બાળકો, 2 લેડીઝ મેમ્બરોની ટીમ તથા 10 જેન્ટ્સ મેમ્બરોની ટીમના કુલ 150થી વધુ રમતવીરો રમેલ. ટાઈટલ સ્પોન્સર તરીકે છાપીયા ફાઈનાન્સ ક્ધસલ્ટીંગ ગ્રુપ (કિરેનભાઈ છાપીયા તથા યદિતભાઈ છાપીયા)નો સહકાર મળ્યો છે. વિવિધ જ્ઞાતિ શ્રેષ્ઠીઓ દ્વારા ટીમને સ્પોન્સર કરેલ.
સૌનો જુસ્સો અને ઉત્સાહ વધારવા મોઢ વણિક યુવા ગ્રુપના પ્રેસિડેન્ટ કિરેનભાઈ છાપીયા, મોઢ વણિક મહાજનના પ્રમુખ ભાગ્યેશભાઈ વોરા, મોઢ વણિક સમાજના મંત્રી અતુલભાઈ વોરા, મોઢ વણિક યુવા ગ્રુપના ચેરમેન કેતનભાઈ મેસ્વાણી તથા મંત્રી કેતનભાઈ પારેખ સહિતના જ્ઞાતિ અગ્રણીઓ તથા ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં ઉમટી પડેલા અને અને મોઢ પ્રિમિયર લીગ-2 બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટની મજા માણી હતી. અંતમાં ભારે હાઈવોલ્ટેજ મેચમાં ધર્મેશભાઈ વોરા તથા ભાગ્યેશભાઈ વોરાની ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો રમાયો હતો. જેમાં ધર્મેશભાઈ વોરાની પ્રેમ વોરીઅર એમ.પી.એલ. સીઝન-2ની વિજેતા ટીમ બની અને ટ્રોફી માટે હક્કદાર બની હતી. બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ એમ.પી.એલ. સિઝન-2 (મોઢ પ્રિમિયર લીગ)ની સફળતાનો શ્રેય મોઢ યુથ ઓર્ગેનાઈઝેશન (એમ.વાય.ઓ.) રાજકોટની વાઈબ્રન્ટ ટીમને જાય છે. જેમાં ફાઉન્ડર મેમ્બર્સ યશ રાઠોડ, શ્રેયાંસ મહેતા અને પ્રશાંત ગાંગડીયા, ઓફીસબેરર નિશા ધ્રાફાણી, ચૈતાલી શાહ, જય કલ્યાણી, દર્શિત વોરા, હેનિલ બાબરીયા, ચિંતન વોરા, આદિત્ય વોરા તથા કિશન પારેખનો સમાવેશ થાય છે.