By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!
    7 hours ago
    શેખ હસીના વતનવાપસી કરશે : બાંગ્લાદેશમાં હડકંપ
    7 hours ago
    ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે
    4 days ago
    બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
    5 days ago
    મંગળ પર ગ્લેશિયરની શોધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વાહન વીમામાં 4 ફેરફારઃ 15 ડિસેમ્બરથી નવા નિયમો લાગુ થશે
    6 hours ago
    કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી, શોપિયાંમાં પારો -3.9 ડિગ્રી
    6 hours ago
    પંજાબમાં રાજકારણ ગરમાયું. 6 વર્ષ બાદ BJP-અકાલી દળનું ગઠબંધન
    6 hours ago
    UPમાં ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારી, 4 વિદ્યાર્થીનાં મૃત્યુ
    7 hours ago
    પ્રદૂષણ રોકવા 5 વર્ષનો પ્લાન માંગતી સુપ્રીમ કોર્ટ
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    720 રન ખડયા છતાં ભારત જીતથી વંચિતઃ વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતા WTC ફાઈનલની રેસમાં ફટકો
    1 day ago
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    3 days ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    6 days ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    1 week ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    3 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં બે વર્ષમાં રસ્તા પાછળ 280 કરોડથી વધુનું આંધણ !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં બે વર્ષમાં રસ્તા પાછળ 280 કરોડથી વધુનું આંધણ !
રાજકોટ

રાજકોટમાં બે વર્ષમાં રસ્તા પાછળ 280 કરોડથી વધુનું આંધણ !

Khaskhabar Editor
Last updated: 2024/08/20 at 5:19 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

વેસ્ટ ઝોનને 120, સેન્ટ્રલ ઝોનને 80 અને ઈસ્ટ ઝોનનું 100 કરોડનું બજેટ

ટેલિફોન-ગેસ સહિતની લાઈન નાખવા માટે રસ્તા ખોદવા પાછળ પણ થાય છે મબલખ ખર્ચ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટમાં દર વર્ષે વરસાદ સહિતના કારણોસર રસ્તા પર ખાડા પડ્યે રાખે છે અને મહાપાલિકા તેના પાછળ કરોડો રૂપિયાનું આંધણ કર્યે રાખે છે. જાણવા મળ્યા પ્રમાણે 2022થી 2024 સુધીમાં મહાપાલિકાને ત્રણેય ઝોનના મળી 300 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકાર તરફથી મળવા પામી છે અને તેમાંથી મહત્તમ રકમ વપરાઈ પણ ગઈ છે આમ છતાં રાજકોટને ખાડામાંથી મુક્તિ મળી રહી નથી જે વાત આશ્ચર્યજનક છે. આ પ્રમાણે વેસ્ટ ઝોનને 120 કરોડ, સેન્ટ્રલ ઝોનને 80 કરોડ અને ઈસ્ટ ઝોનનું 100 કરોડનું રસ્તા કામનું બજેટ નિર્ધારિત કરવામાં આવ્યું છે. જો કે ત્રણેય ઝોનમાં ટનાટન રોડ-રસ્તા હોય તેવો કોઈ પણ વિસ્તાર મળી જાય તો નવાઈ પામવા જેવું જ રહેશે. મહાપાલિકા જ્યારે રોડ-રસ્તા માટે કોઈ એજન્સીને કામ આપે છે ત્યારે પાંચ વર્ષ સુધી એ રોડમાં કોઈ પણ પ્રકારની નુકસાની થાય તો તેના રિપેરિંગની જવાબદારી જે તે એજન્સીની જ હોય છે પરંતુ તેના દ્વારા પણ અમુક અંશે ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાને કારણે લોકોને હાડપીંજર જેવા રસ્તા પરથી પસાર થવા મજબૂર બનવું પડી રહ્યું છે. મહાપાલિકા દ્વારા માત્રને માત્ર ટેલિફોન, ગેસ સહિતની લાઈન નાખવા માટે રસ્તા ખોદવા પડે તો જ તેના રિપેરિંગની જવાબદારી ઉઠાવવાની હોય છે બાકીની તમામ જવાબદારી એજન્સીની રહે છે. જો કે રસ્તા ખોદ્યા બાદ તેને ઠીક કરવા પાછળ પણ મબલખ ખર્ચ થતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સેન્ટ્રલ ઝોનના સિટી ઈજનેરએ જણાવ્યું હતું કે એક વર્ષમાં રસ્તા રિપેરિંગ કામ પાછળ 12થી 14 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે જેમાં પેચવર્ક સહિતનું કામ ઉપરાંત લાઈન નાખવા માટે રસ્તા ખોદવા પડ્યા હોય તે સહિતનું કામ સામેલ છે. આ જ રીતે વેસ્ટ ઝોનના ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું કે એક વર્ષ માટે આ ઝોનને 30 કરોડની સ્વર્ણિમ ગ્રાન્ટ ઉપરાંત 10 કરોડ એક્શન પ્લાનના સ્વરૂપમાં ગ્રાન્ટ મળી છે જેનો તબક્કાવાર વપરાશ થઈ રહ્યો છે. ઈસ્ટ ઝોનના ઈજનેર પરેશ અઢીયાએ જણાવ્યું કે 2022થી પછી રોડ-રસ્તા માટેની ગ્રાન્ટમાં વધારો થયો છે. આ ઉપરાંત 50 વર્ષ સુધી વગર વ્યાજની 100 કરોડની લોન પણ મળી છે. આ પેટે વેસ્ટ ઝોનને બે વર્ષ દરમિયાન 120 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળવા પામી છે. ઈજનેરોનો સ્પષ્ટ મત રહેવા પામ્યો કે રોડ-રસ્તા બનાવવા અથવા રિપેરિંગ માટે ડામરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે પાણીનું દુશ્મન છે ! અત્યારે વરસાદની સીઝન છે એટલા માટે રસ્તા પર વધુ સમય સુધી પાણી ભરાયેલું રહે અને ત્યારબાદ તેના ઉપરથી ભારે વાહન અથવા તો નાનું વાહન સ્પીડમાં પસાર થાય એટલે ડામર છૂટો પડવા લાગે છે. મહાપાલિકા પાસે વરસાદી પાણીના નિકાલની સજ્જડ વ્યવસ્થા ન હોવાને કારણે લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહે છે. આ જ કારણથી રસ્તાને નુકસાન થઈ રહ્યું છે.

You Might Also Like

રાજકોટ જિલ્લા પંચાયતના 36 કરોડના નવા ભવનના બાંધકામમાં ગેરરીતિ

રાજકોટના 23 મુખ્ય માર્ગો ‘હોકર્સ-ફ્રી’ જાહેર: દબાણ કરનારનો સામાન કાયમી જપ્ત કરાશે

ત્રંબામાં સરકારી જમીન પર 15 વર્ષથી દબાણ કરનાર ડી.જે.ના ધંધાર્થીને 3.88 લાખનો દંડ

પેટ્રોલ પમ્પ ઉપર નંબર પ્લેટ વિનાના વાહનોમાં ઇંધણ પુરી આપનાર 5 ફિલરમેન, 4 વાહનચાલક અને એક સંચાલક સામે ગુનો

રાજકોટમાં પુરાતત્ત્વ વિભાગની રેઢિયાળ કામગીરી: ‘રાષ્ટ્રીય વારસા સપ્તાહ’ની ઉજવણી વચ્ચે ૧૯૬ રક્ષિત સ્મારકોની માહિતીનો જ અભાવ

TAGGED: construction, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બરડા ડુંગરના માલધારીઓ માટે નવા પ્રોજેક્ટનો અમલ: સુવિધાઓ અને સુખાકારી પર સરકારનું વિશેષ ધ્યાન
Next Article રાજકોટ-અમદાવાદ હાઈ-વે ઉપર ઢોરનો જમાવડો !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

વાહન વીમામાં 4 ફેરફારઃ 15 ડિસેમ્બરથી નવા નિયમો લાગુ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી, શોપિયાંમાં પારો -3.9 ડિગ્રી
પંજાબમાં રાજકારણ ગરમાયું. 6 વર્ષ બાદ BJP-અકાલી દળનું ગઠબંધન
રાજકોટ જિલ્લા પંચાયતના 36 કરોડના નવા ભવનના બાંધકામમાં ગેરરીતિ
ખાખી વર્દીનું સ્વપ્ન જોતા યુવાનો માટે ખુશખબરઃ 12,993 પદો પર પોલીસમાં ભરતી
રાજકોટના 23 મુખ્ય માર્ગો ‘હોકર્સ-ફ્રી’ જાહેર: દબાણ કરનારનો સામાન કાયમી જપ્ત કરાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતના 36 કરોડના નવા ભવનના બાંધકામમાં ગેરરીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

રાજકોટના 23 મુખ્ય માર્ગો ‘હોકર્સ-ફ્રી’ જાહેર: દબાણ કરનારનો સામાન કાયમી જપ્ત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

ત્રંબામાં સરકારી જમીન પર 15 વર્ષથી દબાણ કરનાર ડી.જે.ના ધંધાર્થીને 3.88 લાખનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?