મોડાસા ખાતેથી ફોર્ચ્યુનર ગાડી ચોરનાર આંતરરાજ્ય ગેંગના સાગરીતને મોડાસા ચાર રસ્તા પાસેથી મોડાસા ટાઉન પોલીસે ધરપકડ કરી., ગત તારીખ ૧૨,ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ કલ્પતરૂ સોસાયટી, મોડાસા ખાતેથી સફેદ કલરની ટોયટો ફોર્ચ્યુનર ગાડી નંબર. જી. જે. ૧૮.બી.જે. ૯૮૯૮. અંદાજે કિંમત રૂપિયા ૨૫,૦૦,૦૦૦/- ની ચોરી થયાની ફરિયાદ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં કારમાલિકે નોંધાવી હતી. આ ગુનાની તપાસ મોડાસા ટાઉન પી.આઈ સી. પી. વાઘેલા અને તેમની ટીમે હાથ ધરતાં ચોરી થયેલ ફોર્ચ્યુનર ગાડી ભરતપુર રાજસ્થાન ખાતેથી મળી આવેલ હતી. જે ચોરીમાં સ્વિફ્ટ કાર નંબર. જી. જે. ૨૭.બી. એસ. ૪૯૬૪. નો ચાલક અને તેના સાગરીતો સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર સી પી વાઘેલા અને ટીમ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, ફોર્ચ્યુનર ગાડી ચોરીનો આરોપી સ્વિફ્ટ કાર લઈને મોડાસા ચાર રસ્તા થઈને રાજસ્થાન તરફ જવાનો છે જેથી મોડાસા ટાઉન પોલીસે ચાર રસ્તા પાસે નાકાબંધી કરી બાતમીવાળી સ્વિફ્ટ કારને આંતરી તેના ચાલક સંજયભાઈ વિનોદસિહ ભદોરીયા રહે. બાપુનગર, અમદાવાદ ને ઝડપી લીધો હતો. અને આરોપીઓ સાથે મળીને ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ફોર્ચ્યુનર ગાડીઓની ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી તથા ગુનામાં વાપરેલ સ્વિફ્ટ કાર મોડાસા ટાઉન પોલીસે કબજે લઈ બીજા સાગરીતો પ્રવિણસિહ અજયપાલ ભદોરીયા અને અન્ય બે આરોપી સાગરિતોની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જગદીશ સોલંકી અરવલ્લી.


