ગોંડલના આશાપુરા ચેકડેમમાં અનેક અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે આજે વધુ એક બનાવ સામે આવ્યો છે આશાપુરા ડેમમાં આજે એક યુવતી એ ઝંપલાવ્યું

સમગ્ર ઘટના CCTV માં કેદ થવા પામી છે ગોંડલના આશાપુરા રોડ પરના પી.ટી.પાર્ટી પ્લોટવાળી શેરીમાં રહેતી પૂજા રમેશભાઈ ડાભી નામની 17 વર્ષની યુવતિ ચાલુ ફોને આશાપુરા ચેકડેમ પાસે આવી અને આસપાસ ના વિસ્તારો માં નજર કરી કોઈ નજરે ના આવતા યુવતી ડેમ ની પાળ પર બેસી ને ડેમ માં પડી અને રાડો રાડ કરતા ડેમ પાસે કપડાં ધોતી મહિલા અને બગીચાના ચોકીદાર આવી પહોંચ્યા હતા અને ફાયર ને જાણ કરતા ઘટના સ્થળે પોહચી ને યુવતિના મૃતદેહને પાણીમાંથી શોધીને બહાર કાઢ્યો હતો તેમજ મૃતક યુવતિના મૃતદેહને ગોંડલની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો ગોંડલ શહેર પોલીસે સમગ્ર બનાવ ને લઈને તપાસ હાથ ધરી હતી.


