પ્રધાનમંત્રી જીવનજ્યોતી વીમા યોજનામાં ૧૦ હજારથી વધુ પરીવારજનોને મફત વીમા કવચ આપવામાં આવશે : ગોવીંદભાઈ પટેલ
માનવ ગરીમા યોજનાનો વધુને વધુ જરૂરીયાતમંદ લોકો લાભ લે તે માટે કાર્યકર્તાઓને પ્રચાર–પ્રસાર કરવાની શીખ આપતા કમલેશ મિરાણી
ઈન્ડીયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવન વીમા યોજના એ એક સરકારી સામાજિક સુરક્ષા યોજના છે અને તે સામાજિક સુરક્ષાની દિશામાં માંડવામાં આવેલુ એક મહત્વપૂર્ણ પગલુ છે : કમલેશ મિરાણી, ગોવીંદભાઈ પટેલ
- Advertisement -
શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં વિધાનસભા-૭૦ માં સમાવિષ્ટ વોર્ડના આગેવાનો ની બેઠક યોજાયેલ હતી. આ બેઠકમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સરકાર તેમજ રાજયના મુખયમંત્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકાર ધ્વારા અનેકવિધ લોકશીતકારી અને લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ત્યારે પ્રધાનમંત્રી જીવન જયોતી વીમા યોજના એ માનક દરોએ જીવનવીમા કવચ પુરૂ પાડે છે અને ઓછામાં ઓછી દસ્તાવેજીકરણની પ્રક્રિયા સાથે સરળ પ્રક્રિયા સાથે સમય બચાવે છે. ૧૩૮ કરોડની વસ્તી ધરાવતો ભારત ખૂબ જ મોટો અને વિપુલ ક્ષમતા ધરાવતો દેશ છે. ભારતની અંદાજે ૭૨% વસતી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. આજે દેશ જે સૌથી મોટા પડકારનો સામનો કરી રહયો છે તે છે નાણાકીય સમાવેશન. ત્યારે ઈન્ડીયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવન વીમા યોજના એ એક સરકારી સામાજિક સુરક્ષા યોજના છે અને તે સામાજિક સુરક્ષાની દિશામાં માંડવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારે સામાન્ય જનતા માટે યોજનાઓ બનાવી છે તે યોજનાઓ લાભાર્થીઓના ઘર સુધી પહોંચે અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર સરકારમાં વિશ્વાસ ઉભો કરે એ હેતુ થી પ્રધાનમંત્રી જીવનજયોતી વીમા યોજના હેઠળ ૧૦ હજાર લાભાર્થીઓના પ્રીમીયમ ભરી નિઃશુલ્ક વીમાકવચ પુરૂ પાડવામાં આવશે.
આ ઉપરાંત રાજય સરકારની યોજના માનવ ગરીમા યોજના વિશે માર્ગદર્શન આપતા કમલેશ મિરાણીએ જણાવેલ કે માનવ ગરીમા યોજના હેઠળ અનુસુચિત જાતિના લોકોને બેંક લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા નાનો ધંધો શરૂ કરવા ઈચ્છતા હોય તેઓને સાધન- ટૂલ કીટ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. જેથી અનુ.જનજાતિના લાભાર્થીઓ સ્વરોજગારી મેળવી શકે, ત્યારે આ યોજના હેઠળ ૨૮ પ્રકારના ધંધા-રોજગાર માટે સહાય આપવામાં આવે છે. ત્યારે રાજયમાં અનુ.જાતિના લોકોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો તથા લઘુમતી તેઓ પોતાનું જીવન સન્માનપૂર્વક અને ગરિમાપુર્ણ જીવી શકે તે માટે આ યોજના અમલમાં મુક્વામાં આવી છે. આ લોકો નાના વ્યવસાયો તથા સ્વ-રોજગારી મેળવીને આર્થિક પગભર બને તે હેતુથી માનવ ગરિમા યોજના ગુજરાત માં અમલમાં મૂકવામાં આવેલ છે ત્યારે આ યોજનાનો વધુ ને વધુ લોકો લાભ લે અને છેવાડાના માનવી સુધી આ યોજનાની માહિતી પહોચે તે માટે ઉપસ્થિત કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.
આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવીદભાઈ પટેલ, મહામંત્રી જીતુ કોઠારી, રક્ષાબેન બોળીયા, રાજુભાઈ અઘેરા, આરએનએસબીના ઉપાધ્યાય, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ સહીતના ઉપસ્થિત રહયા હતા.આ બેઠકનું સંચાલન જીતુભાઈ કોઠારીએ કર્યું હતું.તેમજ યોજનાઓ અંગેની વિસ્તૃત માહિતી ગોવીંદભાઈ પટેલ તેમજ ક્રમલેશ મિરાણીએ આપી હતી.બેઠકની વ્યવસ્થા શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી.


