અખબાર વાંચવું એ દરેક મીડિયા કાર્યકરનો ધર્મ હોવો જોઈએ : રાજુ ધ્રુવ
છેલ્લા ૭ વર્ષમાં આપદા-વિપદા વચ્ચે પણ દેશમાં રોકાણ વધ્યું છે તો વાત લોકો સુધી પહોચવી જરૂરી છે : મનસુખભાઈ ખાચરીયા
એંગલ અને એલિમેન્ટસ ન્યુઝ લખવાની, મેળવવાની મીડિયા કાર્યકર તત્પર રહેવું : સુરેશભાઈ માંગુકીયા
મીડિયા જ લોકોના સમૂહ સુધી સારી ને સાચી વાત પહોચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ : રક્ષાબેન બોળીયા
ગૌમાતાની પ્રતિમા આપીને ભારતીય સંસ્કૃતિ મુજબ સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં રાજકોટમાં “કમલમ” જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પારિવારિક માહોલમાં રાજકોટ જીલ્લા તથા તાલુકાઓના ભાજપ મીડિયા કન્વીનર માટે વર્કશોપ યોજાઈ ગયો.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની સુચના અને પ્રદેશ ભાજપ મીડિયા વિભાગના અધ્યક્ષશ્રી ડો.યજ્ઞેશભાઈ દવેના નેતૃત્વ હેઠળ તેમજ સૌરાષ્ટ્રના ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ તથા સૌરાષ્ટ્ર ઝોન મીડિયા વિભાગના સહ-કન્વીનર સુરેશભાઈ માંગુકીયાના માર્ગદર્શન સાથે યોજાઈ ગયેલા આ વર્કશોપમાં પ્રિન્ટ મીડિયાના માધ્યમથી કઈ રીતે લોકો સુધી પહોચવું. લોકો ઉપયોગી કાર્યો કરવા તેમજ સમસ્યાઓ જાણવી અને ઉકેલવી તેમજ કઈ રીતે ન્યુઝ એડિટ અને તૈયાર કરવા તેનું માર્ગદર્શન ઉપસ્થિત મહાનુભાવોએ આપ્યું હતું.
- Advertisement -
આ મીડિયા વર્કશોપમાં જીલ્લા સંગઠન પ્રભારી રક્ષાબેન બોળીયા, જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, સૌરાષ્ટ્ર વિભાગના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, સૌરાષ્ટ્ર મીડિયા વિભાગના સહ-કન્વીનર સુરેશભાઈ માંગુકીયા, રાજકોટ જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ, સહ-ઇન્ચાર્જ કિશોરભાઈ ડોડીયા, ઉદયભાઈ લાખાણી તેમજ તાલુકાના મીડિયા વિભાગના કન્વીનર તેમજ સહ-કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના સૌરાષ્ટ્ર પ્રવક્તા અને છેલ્લા ૨૫ વર્ષથી મીડિયા વિભાગના સનિષ્ઠ કામગીરી કરતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું કે, દરેક મીડિયા વિભાગના કાર્યકરો માટે અખબારોનું વાંચન કરવાનો ધર્મ બનવો જોઈએ. અખબારોનું નિયમિત વાંચનથી જ અહેવાલો લખવાનું, સ્ટોરીઓ તૈયાર કરવામાં મૌલિકતા આવશે તથા પોતાના બહોળા અનુભવના આધારે એવું પણ જણાવ્યું કે, માત્ર અહેવાલ તૈયાર કરીને મીડિયાને મોકલી દેવા સુધી જેવું સીમિત કાર્ય નથી કરવાનું પરંતુ દરેક મીડિયા કર્મી સાથે પારિવારિક સંબધોમાં પણ સાતત્ય રહે તે જરૂરી છે.
આ તકે સૌરાષ્ટ્ર વિભાગના મીડિયા સહ-કન્વીનર સુરેશભાઈ માંગુકીયાએ જણાવ્યું હતું કે, પ્રિન્ટ મીડિયાએ આજના સમયમાં ખુબ જ અગત્યતા ધરાવતું અખબાર છે. સોશ્યલ મીડિયામાં વાંચન વર્ગ ફરતો હોય છે જયારે પ્રિન્ટ મીડિયામાં વાંચન વર્ગ સ્થિર હોય છે મીડિયાના કાર્યકર્તાઓએ એંગલ અને એલિમેન્ટસ ન્યુઝ લખવાની, મેળવવાની મીડિયામાં તત્પર રહેવું જોઈએ.
- Advertisement -
જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાએ દરેક મીડિયા કાર્યકરને મૌલિક લખાણમાં કૌશલ્ય કેળવવા પર ભાર મૂકી વેક્સીનેશન વિષે વિરોધીઓએ ફેલાવેલી અફવા અને વિવાદના કારણે આપણે અનલોક કરવામાં થોડા મોડા પડ્યા છીએ. તેને કમનસીબી ગણાવી હતી.
આજે દેશમાં આપદા-વિપદાઓ વચ્ચે પણ વિદેશી રોકાણ વધ્યું છે. તે એવું બતાવે છે કે છેલ્લા ૭ વર્ષમાં દેશમાં વાતાવરણ સારું થયું છે. શા માટે ને કેવી રીતે દેશનું વાતાવરણ સુધર્યું છે તેની માહિતી રાજકોટ જીલ્લા સંગઠન પ્રભારી અને પૂર્વ મેયર શ્રીમતી રક્ષાબેન બોળીયાએ કેન્દ્ર અને રાજ્યમાં સરકાર દ્વારા માનવીય અભિગમ સાથે ચાલતી પ્રવૃત્તિ, કાર્યો, યોજનાઓને લોકોને સરળ અને સારી રીતે સમજાય તેવી રીતે મીડિયાના માધ્યમથી રજુ કરવી જોઈએ, તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન તેમજ આગામી કાર્યક્રમોની માહિતી પૂરી પડી હતી.
ઉપસ્થિત મહેમાનોનું ગૌમાતાની પ્રતિમા આપીને તથા શબ્દોથી સ્વાગત મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ, સંચાલન મીડિયા સહ-ઇન્ચાર્જશ્રી કિશોરભાઈ ડોડીયાએ અને આભારદર્શન મીડિયા સહ-કન્વીનર ઉદયભાઈ લાખાણીએ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વંદેમાતરમ ગાન આઈ.ટી.એસ.એમ.ના પ્રભારી જયેશભાઈ પંડ્યાએ કર્યું હતું તેમજ કોરોનામાં અવસાન પામેલાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પ્રભારી અલ્પેશભાઈ અગ્રાવત, વિવેક સાતા, કિશોર ચાવડા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.


