૨૧ જુનના ઉત્તરીય ગોળાર્ધના દિવસે વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. ભારતીય પરંપરા અનુસાર ગ્રીષ્મ સંક્રાતિકાળ બાદ સૂર્ય દક્ષિણાયાન થાય છે. સૂર્ય દક્ષિણાયાન સમયે થતો હોય ત્યારે આધ્યાત્મિક સિદ્ધિઓ કરવાથી ખુબ જ લાભ થતો હોય છે એટલે જ આ દિવસે આંતરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માનવીએ છીએ. ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાજીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લાના તમામ તાલુકા મથકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે મનસુખભાઈ ખાચરીયાએ જણાવ્યું હતું કે, આ૫ણું મન (ચિત્ત) અનેક પ્રકારની વૃત્તિઓથી ઘેરાયેલુ છે. જે મનને સ્થિર રહેવા દેતું નથી. આ૫ણુ મન ખુબ જ ચંચળ અને અસ્થિર હોય છે. યોગ મનને સ્થિર રાખવા માટેનું ઉત્તમ સાધન છે. શરીર બદલશે તો મન બદલાશે.મન બદલાશે બુધ્ધિ બદલાશે. બુધ્ધિ બદલાશે તો આત્મા જાતે જ સ્વસ્થ થઈ જશે.
- Advertisement -
મહામંત્રી નાગદાનભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, યોગનો દરરોજ અભ્યાસ કરવાથી બુદ્ધિનો સાહજિક વિકાસ થાય છે. WHOએ પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી તરીકે યોગના પ્રશિક્ષણ પર ભાર મૂક્યો છે.
મહામંત્રી મનસુખભાઈ રામાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં યોગને સ્વાસ્થ રહેવા માટે લગભગ ૫૦૦૦ વર્ષોથી કરાય છે, યોગ માનસિક, શારીરિક અને આદ્યાત્મિક પદ્ધતિના રુપમા માન્યતા પ્રાપ્ત છે અને તે આપણા દેશના લોકોની જીવનચર્ચાનો ભાગ છે.
મહામંત્રી મનીષભાઈ ચાંગેલાએ જણાવ્યું હતું કે, યોગ અંગે આજકાલ આટલી બધી સાર્વત્રિક જાગૃતિ જોઇને આનંદ થાય છે. આળસનો ત્યાગ અને અભ્યાસ જ યોગમાં સિદ્ધિદાયક છે.
- Advertisement -
આ યોગ રાજકોટ જીલ્લાના ૧૭ મંડલોમાં થયો, જેમાં રાજકોટ જીલ્લાના તાલુકાના પ્રમુખ, મહામંત્રીઓ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યઓ, તમામ મોરચાના હોદેદારો સહીતના તાલુકાના હોદેદારો ઉપસ્થિત રહી યોગ દિવસણી ઉજવણી કરી હતી.


