રાજકોટ નજીક આવેલા ત્રંબા માં આવેલ આર કે યુનિવર્સિટી ખાતેયોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

જેમાં રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નશીત, તાલુકા પંચાયત સભ્ય ચેતન પાણ, ભરતભાઈ અને બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.

- Advertisement -
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર એવું જણાવ્યું હતું કે આધુનિક જીવનશૈલીમાં મન અનેક વૃતીઓથી ઘેરાયેલું રહે છે, આથી અસ્વસ્થ મનના કારણે તન પણ અસ્વસ્થ રહે છે, યોગથી મન સ્થિર થઈ સ્વસ્થ બને છે, એટલે તન પણ આપોઆપ સ્વસ્થ થાય છે,તન ને મન સ્વસ્થ હોય તો આત્મા હંમેશા ખુશ ,પ્રસન્ન રહે છે.


