નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ “સ્વચ્છ ભારત મિશન” ચાલી રહ્યું છે. રાજકોટ શહેર પણ સ્વચ્છ બને અને સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેર નંબર-૧ પર આવે તેમજ રાજકોટ સ્માર્ટ સિટી બનવાની સાથોસાથ સ્વચ્છ, સુંદર અને રળિયામણું પણ બને તે વધુ ઇચ્છનીય છે.
શહેરને ગંદકીના ન્યુસન્સ પોઈન્ટ મુક્ત બનાવવા મેયર ડૉ.પ્રદિપ ડવે તમામ કોર્પોરેટરઓ, સોલિડ વેસ્ટના અધિકારી ઓ અને કર્મચારી ઓને જોડી અભિયાન શરૂ કરેલ. આ અભિયાન અંતર્ગત સંબંધક વિભાગના અધિકારીઓ સાથે મેયર ડૉ.પ્રદિપ ડવ તથા સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભરની ઉપસ્થિતિમાં મીટીંગનું આયોજન કરેલ. આ મીટીંગમાં ગંદકીના ન્યુસન્સ પોઈન્ટ મુક્ત બનાવવા ત્રણેય ઝોનના પર્યાવરણ અધિકારીઓ તેમજ વોર્ડના એસ.આઈ. તેમજ એસ.એસ.આઈ.ને જવાબદારી સોંપવામાં આવેલ.
આ અભિયાન અંતર્ગત શહેરમાં આવેલ જુદા જુદા ન્યુસન્સ પોઈન્ટ તબક્કાવાર નાબુદ થાય તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવેલ. હાલમાં, શહેરના તમામ ન્યુસન્સ પોઇન્ટનું નિયમિત કરવામાં આવે છે અને દિન-પ્રતિદિન ન્યુસન્સ પોઈન્ટ પરથી કચરાનો ક્રમશઃ ઘટાડો થઇ રહ્યો છે. ન્યુસન્સ પોઈન્ટ પર જાગૃતતા માટેના બેનર લગાડવામાં આવેલ છે. આજુબાજુમાં વસતા રહેવાસીઓને જે-તે વોર્ડના કોર્પોરેટરને સાથે રાખી કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાનની પત્રિકા વિતરણ કરવામાં આવેલ. ઉપરાંત, જે-જે ન્યુસન્સ પોઈન્ટ પર જગ્યાની સુવિધા મળે છે તેવી જગ્યાએ ચિત્રો પણ દોરવામાં આવે છે. તેમજ કર્મચારીઓ દ્વારા રોજે રોજના ન્યુસન્સ પોઈન્ટની સ્થળ મુલાકાત લઇ અધિકારીઓને ફોટા મોકલવામાં આવે છે.
- Advertisement -
આ અભિયાનથી ન્યુસન્સ પોઇન્ટમાં ઘણો સુધારો થયેલ છે અને ઘણા ન્યુસન્સ પોઈન્ટ નાબુદ પણ થયેલ છે. હજુ પણ વધુને વધુ ન્યુસન્સ પોઈન્ટ નાબુદ થાય તે માટે શહેરના નગરજનોએ સહકાર આપવા મેયરએ અને સેનિટેશન કમિટીના ચેરમેનએ અપીલ કરેલ છે.


