પ્રદેશ ભાજપ મહિલા મોરચાની સુચના અનુસાર રાજકોટ જીલ્લા ભાજપા મહિલા મોરચાના અધ્યક્ષ સીમાબેનજોશી, મહામંત્રી ઓજિજ્ઞાબેન પટેલ, અસ્મિતાબેન રાખોલિયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચા પરિવાર દ્વારા રક્ષા બંધનના પાવનકારી પવિત્રપર્વને અનોખી રીતે ઉજવવા માટે કોરોના વોરિયર્સ અને સેવાકીય કાર્યો સાથે જોડાયેલા લોકો જેમકે, પોલીસ, ડોક્ટર, નર્સ, સફાઈ કર્મચારીઓ, ડિઝાસ્ટર વિભાગના લોકો, સેવાકીય સંસ્થાના લોકોને રાખડી બાંધીને એમની રક્ષાની શુભકામના આપેલ અને Rakshabandhan With Rakshak સૂત્રને સાર્થક કરેલ, સાથે સાથે પર્યાવરણના જતન માટે વૃક્ષને પણ રક્ષા સૂત્ર બાંધીને વૃક્ષનું જતન કરવાનો સંકલ્પ લીધેલ અને #VrukshBandhu સૂત્રને સાર્થક કરેલ.
આ કાર્યક્રમ રાજકોટ જીલ્લાના તમામ મંડલો અને નગરપાલિકા વિસ્તાર સ્તર પર ભાજપા માહિલા મોરચાની હોદ્દેદાર અને કાર્યકર્તા બહેનો દ્વારા રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ , મહામંત્રીઓ, જીલ્લાઆગેવાનો, જીલ્લા માહિલા મોરચાના હોદેદારોના માર્ગદર્શન હેઠળ સફળ રીતે ઉજવેલ.
- Advertisement -



