ડૉ.પ્રદિપ ડવની ૧૨/૦૩/૨૦૨૧થી મેયર તરીકે વરણી થયેલ. વરણીના થોડા દિવસ બાદ જ કોરોના મહામારીની ઘાતક લહેર આવેલ. હાલમાં, કોરોના ખુબ જ હળવો પડી ગયેલ છે. ગઈકાલ તા.૦૪/૦૭/૨૦૨૧ના રોજ સૌરાષ્ટ્રમાં આવેલ દ્વાદશ જ્યોર્તિલિંગ સોમનાથ દાદાની પૂજા અર્ચના કરી સમગ્ર દેશ કોરોના મહામારીમાંથી મુક્ત થાય અને તમામનું જીવન ધબકતું થાય તેમજ રાજકોટ શહેરના નગરજનો સુરક્ષિત અને સ્વસ્થ રહે તેવી હ્રદયપૂર્વક પ્રાર્થના કરે. સૌરાષ્ટ્ર પર હંમેશા ઈશ્વરની કૃપા રહે છે અને સૌરાષ્ટ્રના રહેવાસી પણ ખુબ જ શ્રધ્ધા ધરાવે છે અને આફતના સમયે ખભેખભા મિલાવી હંમેશા કામ કરવા અગ્રેસર રહે છે.




