હવે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે, મુસાફરોના સમયની થશે મોટી બચત
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોનો પ્રવાસ સમય ઘટાડવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના વિવિધ રેલવે સેક્શનમાં દોડતી ગુજરાતની ૨૧ સહિત ૨૩ લોકપ્રિય મેલ અને સુપરફાસ્ટ ટ્રેનોની મહત્તમ ગતિ
૧૧૦ કિમી પ્રતિ કલાકથી વધારીને ૧૩૦ કિમી પ્રતિ કલાક કરવાની મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ રેલવેના વિવિધ રેલવે સેક્શનમાં દોડતી ગુજરાતની ૨૧ સહિત ૨૩ ટ્રેનોને હવે ૧૩૦ કિમી પ્રતિ કલાક મહત્તમ ગતિએ
દોડાવવાની દિશામાં કામગીરી હાથ ધરાશે. અત્યાર સુધી આ ટ્રેનોની મહત્તમ ગતિ ૧૧૦ કિમી પ્રતિ કલાક હતી. ૨૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરની મંજૂરી બાદ આ ફેરફારને લીલી ઝંડી મળી છે.
રેલવેના આ નિર્ણયથી ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારત વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને પ્રવાસ સમયમાં ઘટાડો થવાની શક્યતા છે. ૧૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી ટ્રેનો દોડવાથી લાંબા
અંતરની મુસાફરી વધુ ઝડપી બનશે. આ ઉપરાંત ટ્રેન નં.૧૯૪૨૧-૨૨ અમદાવાદ-પટણા એક્સપ્રેસમાં કોચની સંખ્યા ૨૦ને બદલે ૨૨ કરીને એલએચબી કોચ સાથે ૧૩૦ની સ્પીડે દોડાવવામાં આવશે. ૧૩૦ કિમીની ઝડપે ટ્રેનો
દોડાવવા માટે પ્લેટફોર્મની લંબાઈ, મુસાફરોની સલામતી અને કોચની ટેકનિકલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકા પણ નક્કી કરવામાં આવી છે. એક એન્જિન અને ૨૨ એલએચબી કોચની ટ્રેન માટે ઓછામાં ઓછું ૫૫૧
મીટર લાંબું પ્લેટફોર્મ જરૂરી બનશે. દિવ્યાંગ મુસાફરોની સુવિધા માટે એલએસએલઆરડી કોચ ઉપલબ્ધ કરાશે.
- Advertisement -
ગતિ વધારવામાં આવેલી 23 સુપરફાસ્ટ ટ્રેન
૧૨૯૨૭-૨૮ દાદર-એકતાનગર સુ.ફા.
૧૨૯૭૧-૭૨ બાંદ્રા-ભાવનગર એક્સ.
૧૯૨૫૫-૫૬ સુરત-મહુવા સુપરફાસ્ટ
૨૨૯૪૫-૪૬ મુંબઈ-ઓખા સૌરાષ્ટ્ર મેઇલ
૧૨૯૫૯-૬૦ બાંદ્રા-ભુજ સુપરફાસ્ટ
૧૨૯૬૫-૬૬ બાંદ્રા-ભુજ સાપ્તાહિક
૧૯૨૫૯-૬૦ કોચુવેલી-ભાવનગર એક્સ.
૨૦૪૮૩-૮૪ ભગતકી કોઠી-દાદર સુ.ફા.
૧૪૭૦૭-૦૮ રણકપુર એક્સપ્રેસ
૧૪૭૦૧-૦૨ અમરાપુર અરવલ્લી એક્સ
૨૦૯૦૯-૧૦ કોચુવેલી-પોરબંદર સુ.ફા.
૧૨૯૮૭-૯૮ બાંદ્રા-બાડમેર હમસફર એક્સ.
૨૨૯૦૧-૦૨ બાંદ્રા-ઉદયપુર સુપરફાસ્ટ
૨૨૯૫૫-૫૬ બાંદ્રા-ભુજ કચ્છ સુ.ફા.
૨૨૧૯૫-૯૬ ઝાંસી-બાંદ્રા સુપરફાસ્ટ
૧૬૩૩૭-૩૮ ઓખા-એર્નાકુલમ એક્સ.
૧૬૬૧૩-૧૪ રાજકોટ-કોયમ્બતૂર એક્સ.
૧૯૨૦૩-૦૪ બાંદ્રા-વેરાવળ સાપ્તાહિક
૧૯૭૧૧-૧૨ જયપુર-ભોપાલ એક્સપ્રેસ
૨૦૯૫૭-૫૮ ઈન્દોર-હિસાર સુપરફાસ્ટ
૨૨૯૬૩-૬૪ બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક
૨૦૯૫૧-૫૨ ઓખા-જયપુર સાપ્તાહિક
૧૯૩૦૯-૧૦ શાંતિ એક્સપ્રેસ



