By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    20 hours ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    3 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    4 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    20 hours ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    21 hours ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    21 hours ago
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    2 days ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    22 hours ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    4 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    7 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન ૧૯૦થી વધુ પ્રશ્નો, ૧૦૦થી વધુ ચર્ચાઓ અને ૧૦૦ ટકા હાજરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન ૧૯૦થી વધુ પ્રશ્નો, ૧૦૦થી વધુ ચર્ચાઓ અને ૧૦૦ ટકા હાજરી
ગુજરાતરાજકોટ

રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન ૧૯૦થી વધુ પ્રશ્નો, ૧૦૦થી વધુ ચર્ચાઓ અને ૧૦૦ ટકા હાજરી

Khaskhabar Editor
Last updated: 2026/08/26 at 1:30 PM
Khaskhabar Editor 1 month ago
Share
4 Min Read
SHARE

લોકસેવાના કાર્યોથી ગુજરાત-સૌરાષ્ટ્રના જનમાનસમાં છવાયેલું નામ : રામભાઈ મોકરીયા

ગામડાંથી લઈને આરોગ્ય, શિક્ષણ, રેલવે અને માર્ગ વિકાસ સુધી અનેક મુદ્દાઓ સંસદમાં ઉઠાવ્યા

- Advertisement -

મૂળ પોરબંદરના વતની અને મારુતિ કુરિયરના સંસ્થાપક તરીકે વ્યવસાયિક ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર રામભાઈ મોકરીયાએ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી રાજ્યસભાના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા તરીકે
લોકહિતના વિવિધ પ્રશ્નો માટે સતત રજૂઆતો કરી હતી. જનપ્રતિનિધિઓને મળવું સામાન્ય નાગરિક માટે ઘણી વખત મુશ્કેલ બનતું હોય છે, પરંતુ રામભાઈના જનસેવા કાર્યાલયના દરવાજા સામાન્ય નાગરિકો અને અરજદારો
માટે હંમેશા ખુલ્લા રહ્યા હતા. કોઈ નાગરિક સમસ્યા લઈ પહોંચે ત્યારે તેની હાજરીમાં જ સંબંધિત અધિકારીને ફોન કરી પ્રશ્નના સ્થળ પર જ ઉકેલ લાવવાનો પ્રયાસ કરતો હતો. લોકોના પ્રશ્નોની યોગ્ય વિભાગ સુધી રજૂઆત
પહોંચાડવા કાર્યાલયમાં નિષ્ણાતોની ટીમ પણ કાર્યરત રાખી હતી. પરિણામે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત સહિતના વિવિધ સ્તરે પડતર પ્રશ્નોના ઉકેલ માટે સતત ધ્યાન આપવામાં આવ્યું હતું.

વર્ષ ૨૦૨૧થી ૨૦૨૬ સુધીના રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન રામભાઈ મોકરીયાએ વિવિધ ક્ષેત્રના લોકહિતના મુદ્દાઓ સંસદમાં ઉઠાવ્યા હતા. તેમની કામગીરીમાં ૧૯૦થી વધુ પ્રશ્નો પૂછવા ઉપરાંત ૧૦૦થી વધુ ચર્ચાઓમાં
ભાગ લેવાનો સમાવેશ થાય છે. રાજ્યસભામાં તેમની હાજરી ૧૦૦ ટકા રહી હતી. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ રામભાઈ મોકરીયાએ ભડ ટુકડા (ગોસા), મોકર, કણકોટ સહિત પાંચ ગામોને દત્તક લીધા હતા.

ખેડૂતો અને ગ્રામ વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. હંમેશા શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપવામાં આવતુ હતુ. રાજ્યસભાના સાંસદ બન્યા બાદ સૌપ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત
લઈ સિવિલ સર્જન સાથે ચર્ચા કરી હતી. રાજકોટ એઈમ્સની કામગીરીની પણ સમયાંતરે સમીક્ષા કરી હતી. બહારગામથી સારવાર માટે આવતા દર્દીઓને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી
હતી. તબીબોની ટીમની ઉપલબ્ધતા અને આરોગ્ય સેવાઓમાં સુધારા માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી. રાજકોટમાં હાઇકોર્ટની કાયમી બેન્ચ માટે અનેક વખત રજૂઆત તેમજ અનેક જાહેર હિતના મુદ્દાઓ
સંસદમાં ઉઠાવ્યા હતા. ભ્રષ્ટાચાર સામે પણ અવાજ ઉઠાવી લોકોને પણ જાગૃત થવા અપીલ કરી હતી.

- Advertisement -

રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન સરકાર તરફથી મળેલી કુલ રૂ.૧૯,૬૦,૬૩,૦૦૦ની ગ્રાન્ટનો ઉપયોગ વિવિધ લોકોપયોગી વિકાસકામો માટે કરવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લામાં રૂ.૯,૭૮,૨૫,૦૦૦ જેટલી ગ્રાન્ટમાંથી
આંગણવાડી, વિજ્ઞાન ઉદ્યાન, સીસી રોડ, સામુદાયિક હોલ, સ્મશાનઘાટ અને બસસ્ટેન્ડ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. અનુસૂચિત જનજાતિના વિસ્તારોમાં આંગણવાડી અને માળખાકીય સુવિધાઓ ઊભી કરવા
પણ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં રૂ.૫,૫૮,૦૦,૦૦૦ની ગ્રાન્ટમાંથી આરોગ્ય, શિક્ષણ અને માળખાકીય સુવિધાઓ માટે વિકાસકામો કરવામાં આવ્યા હતા. જ્યારે મહીસાગર જિલ્લામાં
રૂ.૩,૯૬,૦૦,૦૦૦ની ગ્રાન્ટમાંથી વિજ્ઞાન ઉદ્યાન અને આંગણવાડી સહિતના વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા હતા.માર્ગ અને ટોલના પ્રશ્નોના ઉકેલ માટે અનેક રજૂઆતો, પોરબંદરમાં સંરક્ષણ ઉદ્યોગ અને માછીમારી ક્ષેત્ર
માટે પ્રયાસ

જનસેવાનું કેન્દ્રબિંદુ રહ્યું ‘ઓન ધ સ્પોટ સોલ્યુશન’
રામભાઈ મોકરીયાના રાજ્યસભાના કાર્યકાળની કામગીરીમાં સંસદમાં પ્રશ્નો ઉઠાવવાથી લઈને સ્થાનિક સ્તરે નાગરિકોના પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટે કરવામાં આવેલા પ્રયાસો મહત્વપૂર્ણ રહ્યા હતા. અરજદારોના પ્રશ્નોને સાંભળી
સંબંધિત અધિકારી કે વિભાગ સાથે સીધો સંપર્ક કરી સ્થળ પર જ ઉકેલ લાવવાની કાર્યપદ્ધતિ તેમની જનસેવાની આગવી ઓળખ બની હતી. કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત સુધીના
વિવિધ સ્તરે લોકોના પ્રશ્નો અંગે રજૂઆતો કરી સતત અનુસરણ કરવામાં આવ્યું હતું. હજારો નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે કરાયેલા આવા પ્રયાસોના કારણે રામભાઈ મોકરીયાનો રાજ્યસભાનો કાર્યકાળ લોકસેવા અને
જનપ્રશ્નોના ઉકેલ માટેની સક્રિય કામગીરીના અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યો છે.

You Might Also Like

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો

મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રેલવેનો મોટો નિર્ણય : ગુજરાતની 21 ટ્રેનની સ્પીડમાં થશે વધારો
Next Article રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો
મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી
ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ગુજરાત

રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ગુજરાત

મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?