લીંબડી ના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તથા સુરેન્દ્રનગર ભાજપ ના નવયુક્ત પ્રમુખ જગદીશભાઇ મકવાણા નો અભિવાદન
તાજેતર માં જ ૬૧- લીંબડી વિધાનસભા ની ચૂંટણી યોજાઈ ગઈ એમા લીંબડી ના લોકલાડીલા નેતા કિરીટસિંહ રાણા ને ભાજપ માં થી ઉમેદવારી કરેલ તેઓ મોટા માર્જિન થી ચૂંટાઈ આવ્યા હતા અને લીંબડી વિધાનસભા માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલ તેમજ સાથે સાથે શિયાણી ગામના વતની જગદીશભાઈ મકવાણા ને પણ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે આજે લીંબડી હાઇવે પર આવેલ રિવેરા હોટલ ખાતે તેઓ બન્ને નું અભિવાદન માટે લીંબડી વેપારી એસોસિએશનતથા દરેક સમાજ ના આગેવાનો દ્વારા યોજાયેલ અભિવાદન સમારોહ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
આ પ્રસંગે મહાનુભાવો માં ખાસ ઉપસ્થિત રહેનાર ગુજરાત રાજ્ય મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા.
તેમજ મહંત ચરણદાસબાપુ, લાલદાસબાપુ, પ્રફુલ્લસ્વામી મહારાજ,લીંબડી ઉધોગપતિ બાબુભાઇ જિનવાળા, શંકરલાલ દલવાડી, જાફરભાઈ કોઠીયા, તથા લીંબડી તાલુકા તેમજ શહેર માં થી પધારેલ વેપારી ગણ, દરેક સમાજ ના આગેવાનો, તેમજ લીંબડી શહેર ના પત્રકારો માં દિપકસિંહ વાઘેલા, સચિન પીઠવા, કમલેશ વસોયા, હિતેષ શાહ, વિપુલભાઈ રાઠોડ ઉપસ્થિત રહિયા હતા.
દીપકસિંહ વાઘેલા, લીંબડી


