By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    7 hours ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    8 hours ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    1 day ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    1 day ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    8 hours ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    8 hours ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    8 hours ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    9 hours ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નરેન્દ્ર મોદીના જીવનમાંથી શીખવા જેવી TOP 10 બાબત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > નરેન્દ્ર મોદીના જીવનમાંથી શીખવા જેવી TOP 10 બાબત
AuthorKinnar Acharyaખાસ-ખબર

નરેન્દ્ર મોદીના જીવનમાંથી શીખવા જેવી TOP 10 બાબત

Khaskhabar Editor
Last updated: 2022/09/17 at 10:40 AM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

1 નવરા, નિષ્ફળ, મનોરોગીઓને જવાબ દેતા-દેતા ખૂદ એવા જ ન બની જઈએ તેનો ખ્યાલ રાખવો. મોદીએ કદી એવું કર્યું નથી. ગોધરા કાંડ પછી વર્ષો સુધી તેઓ મીડિયાને ઇન્ટરવ્યૂ પણ આપતા ન હતા. અહીં તો વિકૃત ઢગાઓ દરેક નાની ટીકાની સામે બટકાં ભરવા સોશિયલ મીડિયા પર શેતરંજી પાથરીને 24ડ7ડ31ડ365 દિવસ બેઠા હોય છે.

2 સપનાં ઊંચા રાખવા પણ તેનાં માટે કોઈને ધુંબા ન મારવા. ભિક્ષાવૃત્તિ ક્યારેય ન કરવી. ઘરનું ફર્નિચર કોઈ બનાવી આપશે, વિદેશ પ્રવાસ પણ કોઈ કરાવશે, મકાન પણ કોઈ લઈ દેશે… આવા શોર્ટકટ્સ ક્યારેય અપનાવવા નહિ.

- Advertisement -

3 ચૂપ રહેવું, મૌન થઈ જવું એ મહાન કળા છે. વક્તાઓએ ખાસ શીખવા જેવું. લોકો તમને બેસાડવા તાળીઓ પાડવા માંડે એ પહેલાં પ્રવચન પૂરું કરવું. જીવનમાં શ્રોતા બનતાં પણ શીખવું, જીવનની પ્રત્યેક ક્ષણે વક્તાની ભૂમિકામાં રહેવું, એ આસપાસનાં લોકો પર અત્યાચાર છે. મોદીને એ બરાબર માલુમ છે કે, ક્યાં, ક્યારે, કેટલું બોલવું. બોલવા જેવું હોય ત્યારે જ બોલવું. કુમાર વિશ્વાસે હમણાં જ કહ્યું: ઐસી-વૈસી બાતો સે તો અચ્છા હૈ ખામોશ રહો, યા કુછ ઐસી બાત કહો જોખામોશી સે અચ્છી હો!

4 પુરુષાર્થનો દેખાડો ન કરો, પુરુષાર્થ કરો. તાંત્રિક-માંત્રિક વિધિઓનાં ચક્કરમાં ન પડવું. પડો તો વિસ્મયવાદી હોવાનો દેખાડો ન કરો, છાતી ઠોકી ને કહો કે, તમે તેમાં માનો છો. મોદી વટભેર કેદારનાથમાં પૂજા-અર્ચના, ધ્યાન કરે છે. જેવા છે, તેવા જ લોકો સમક્ષ પેશ થાય છે.

5 નીડર બનો પરંતુ નીડરતાનાં નામે ગુંડાગીરી ન કરો. મોદીએ મમતાની ગુંડાગીરી સામે પણ કાયદાનાં માર્ગે પગલાં લીધા, 356નો ઉપયોગ ન કર્યો. અહીં ફાલતું આઈ-કાર્ડના જોરે ટોલ કુદાવવા વિસ વર્ષથી ઝઝૂમતા લોકો પણ નીતિમત્તા પર ઉપદેશ આપતાં હોય છે. આવાને ઇગ્નોર કરો. નીડરતાને ન્યાય સાથે વણી લો. દુષ્ટ લોકોને તેમની ઔકાત દેખાડો.

- Advertisement -

6 આપણે જેમની પાસેથી કશુંક મેળવી શકીએ, તેની સાથે જ સંબંધો ન રાખો. બધાં સંબંધો કશુંક પામવા માટે નથી હોતા, આનંદ વહેંચવા માટે અને મજોમજો કરવા પણ હોય છે. મોદીના અંગત મિત્રો પણ અનેક છે. જો બધાં જ મિત્રો લાત મારી ને ભાગવા માંડે તો સમજવું કે તમે નગુણા છો અને લોકો તમને ઓળખી પણ ગયા છે.

7 સ્વયંશિસ્ત. મોદી તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગમ્મે ત્યારે સૂવે, 5 વાગ્યે જાગી જાય. એદી કોથળાની જેમ બપોરે બે-બે વાગ્યે સુધી ઊંઘતા નથી. દરેક જગ્યાએ સમયસર પહોંચે છે, પોતાનું કામ બીજા પર છોડતાં નથી. તેઓ પરાવલંબી નથી.

8 ગુજરાતીના ઘણાં લેખકોએ મોદી પાસેથી ખૂબ શીખવાનું છે. “પ્રિડીકટેબલ ન બનવું!” એવો સુંદર ઉપદેશ આપતા લોકો દર સંક્રાંતે પતંગ પર, દિવાળીમાં ફટાકડાં કે દીવડા પર અને દર ત્રીજા અઠવાડિયે શૃંગારરસથી લથબથ સંસ્કૃત શ્લોકો પર લેખ લખે છે. આવા દંભથી બચવાનું. મોદી ખરેખર ઝાટકો આપવાના માસ્ટર છે. 370 હોય કે બાલાકોટ કે પછી કોર્પોરેટ ટેક્સમાં કાપ… પબ્લિકને સરપ્રાઈઝ ગમે છે. સતત એક ને એક વાતનું રિપીટેશન કરતા નઘરોળ લોકોમાંથી એ શીખવું કે આપણે એમનાં જેવા નહિ, મોદી જેવા બનવાનું છે.

9 તમે ક્યારેય મોદીને સ્ટેજ પરથી કોઈની ભાટાઈ કરતા સાંભળ્યા? ક્યારેય એવું જોયું કે, જે-તે કાર્યક્રમના આયોજકો પર તેઓ પોતાના સ્વાર્થ માટે પુષ્પવર્ષા કરતા હોય? શું તેઓ 24 કલાક કોઈ બાપુ કે કથાકારના ચરણમાં આળોટતા હોય છે? ક્યારેય નહીં. જેમનામાં દમ છે તેણે આવું કરવાની જરૂર જ નથી. કોઈની એટલી ચમચાગીરી પણ ન કરવી કે, આપણી આબરૂ શૂન્ય થઈ જાય. લોકો ઓળખી જતા હોય છે, તમે માનો કે ન માનો.

10 ઇન્ટરવ્યૂમાં મોકળું મેદાન હોવા છતાં મોદી ક્યારેય આત્મશ્લાઘા કરતા નથી. પોતાનાં વખાણ બાબતે સ્વાવલંબી ન બનવું, અન્યોને એ દિવ્યલાભ લેવાની સુવર્ણ તક આપવી. પોતાની જાતને પ્રેમ કરવો એ સારી વાત છે, પોતાનાં પ્રેમમાં ગળાડૂબ થવું એ અધોગતિનો સંકેત છે.

બોનસ મુદ્દો
11 સમાજના હિતાર્થે પળભરમાં પરિવારનો ત્યાગ કર્યો હોવા છતાં મોદી એક ફેમિલી મેન છે, માતા સાથે પ્રેમથી જમે છે. આપણે ત્યાં બાપને લમધારતા દંભીડાઓ પણ મમ્મી-પપ્પા પર ચોપડીયું ઢસડી કાઢે છે. આવા વર્તનથી બચવાનું છે. અર્ધો ડઝન બાળાઓએ આપણને ચોક્કસ જગ્યાએ લાત મારી હોવા છતાં આપણને આપણો સ્વકેન્દ્રી સ્વભાવ કઠે નહિ તો પ્રવચનો અને લેખો અને ઉપદેશો… સઘળું ઠાલું ગણાય. નક્કર બનવું, અન્યોને સાંભળવા, તેમને મહત્વ આપવું. આખો દિવસ “હું હું હું હું હું હું હું…” કરીએ તો છેવટે “હું” સિવાય કશું જ બચે નહિ.

You Might Also Like

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

TAGGED: narendramodi, નરેન્દ્રમોદી
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે મોદી વગરનાં ભારતની કલ્પના પણ મુશ્કેલ !
Next Article શું નરેન્દ્ર મોદી પર કોઈ દૈવી શક્તિના આશીર્વાદ છે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !
દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત
LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ
રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?