By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    22 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    23 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    3 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    23 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    23 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    2 days ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લતા મંગેશકરની ચિરવિદાય: સ્તબ્ધતાને શબ્દો આપવાનો પ્રયાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > લતા મંગેશકરની ચિરવિદાય: સ્તબ્ધતાને શબ્દો આપવાનો પ્રયાસ
AuthorHemadri Acharya Dave

લતા મંગેશકરની ચિરવિદાય: સ્તબ્ધતાને શબ્દો આપવાનો પ્રયાસ

Khaskhabar Editor
Last updated: 2022/02/14 at 11:04 AM
Khaskhabar Editor 5 years ago
Share
8 Min Read
SHARE

એક સંગીતમય અસ્તિત્વ અનંતના સંગીતમાં સમાઈ ગયું, જેના સ્વર અનંતકાળ સુધી ગુંજતા રહેશે.

– હિમાદ્રી આચાર્ય દવે

1929ની સાલ, ઇન્દોરમાં એક રૂઢિચુસ્ત મરાઠી પરિવારમાં જન્મ. તેના પિતા નાટક થિયેટર અને શાસ્ત્રીય સંગીતના માણસ પિતા દીનાનાથ મંગેશકર વિદ્યાર્થીઓને તાલીમ આપતાં. આ તાલીમ સત્રો સાંભળતાં સાંભળતાં પરોક્ષપણે સંગીતની તાલીમ પામવાની શરુઆત બહુ જ નાની ઉંમરે કે જયારે સુર તો શું, પૂરું શબ્દજ્ઞાન પણ ન હોય! એમના કાનમાં પડેલા સુર અને સ્વર અજાણપણે તેમની ચેતનામાં, માનસમાં એવા તો ઘુંટાતા હશે કે એક દિવસ પિતા હાજર ન હતા અને તેમના વિદ્યાર્થીથી કોઈ રાગ ગાવામાં ભૂલ થઇ રહી હતી. લતાના ધ્યાનમાં તરત જ આ વાત આવી ગઈ અને તેને સુધારી, સાચું શીખવાડી લતાએ તેને કહ્યું કે તેના પિતા આ ચોક્કસ રાગ કેવી રીતે રજૂ કરે છે! પિતાએ બાદમાં આ જાણ્યું અને તરત જ તેણીને વિધીવત્ તાલીમ આપવાની શરુ કરી. 5-6 વર્ષની લતા તેના પિતાની પાસે ગાવાનું શીખતાં શીખતાં તેમના ખોળામાં સૂઈ જતી! શાળા જીવનની શરૂઆત, પહેલા જ દિવસે નિશાળે ગયા અને દીદી તેમની સાથેના વિદ્યાર્થીઓને સુર શીખવવા લાગ્યા. આ જોઇને એક શિક્ષકને ગુસ્સો આવ્યો અને તેમણે દીદીને ખૂબ ઠપકો આપ્યો. દિદીથી આ સહન ન થયું અને નિશાળે જવાનું બંધ કરી દીધું. ત્યારબાદ ક્યારેય તેઓ નિશાળ ન ગયાં! આમ, એમના શાળાજીવનનો પ્રથમ દિવસ, શાળા જીવનનો આખરી દિવસ બની રહયો. પછીનું શિક્ષણ તેમણે ઘેર બેઠા મેળવ્યું. દીદીની બહુ નાની ઉંમરે પિતાની થિયેટર કંપનીએ ધરખમ ખોટ ખાધી અને પરિવારે પુના (પુણે) શિફ્ટ થઈ જવું પડ્યું અને એના થોડા જ સમય બાદ પિતાના આકસ્મીક મૃત્યુને કારણે તેર વર્ષની લતા પર પાંચ પાંચ ભાઈ બહેનની જવાબદારી આવી ગઈ. ફિલ્મોમાં ગાઈને રોજીરોટી મળી રહે એ માટે પિતાના એમ મિત્રના માર્ગદર્શનથી કુટુંબ મુંબઇ શિફ્ટ થયું,એ પછી ઇતિહાસમાં સ્થાન પામે એવી વાત બની ગઈ..!

- Advertisement -

13 વર્ષની ઉંમરે વસંત જોગલેકરની ફિલ્મ માટે પહેલું મરાઠી ગીત ગાયું. જો કે તે રીજેક્ટ થયુ. અને 1948માં હિંદી ફિલ્મ માટે પહેલું ગીત, દિલ મેરા તોડા, મુજે કહી કા ન છોડા…. 1949માં ફિલ્મ ’મહલ’માં ગાયેલું, આયેગા…આયેગા..આયેગા આનેવાલા….સુપરહિટ… ત્યારબાદ તેમણે છ છ દાયકા સુધી પાછું વાળીને જોયું નથી! શરૂઆતમાં નુરજહાં અને શમશાદ બેગમની ગાયકીમાં ગાતાં દીદીએ થોડા જ સમયમાં ખુદની વિશેષ શૈલી બનાવી લીધી અને નઝલ ફિમેલ વોઈસની જગ્યાએ શુદ્ધ સ્પષ્ટ અવાજની ગાયકીનો યુગ શરુ થયો! દીદીના મધુર અવાજે શમશાદ બેગમ અને ગીતા દત્ત જેવા મજબૂત અનુનાસિક અવાજોને ઝડપથી વિસ્થાપિત કર્યા.

શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાનામાં શિષ્ય લતા મંગેશકરના પ્રથમ ગુરુ તેના પિતા અને આ ઉપરાંત તેમણે અમાનત અલી અને અમાનઅલી ખાન સાહેબ પાસેથી પણ તાલીમ લીધી. ગુલામ હૈદર સાહેબને દીદી પોતાના ગોડ ફાધર ગણાવે છે. દિદીના મેન્ટોર, માર્ગદર્શક ગુલામ હૈદરે એક યુવાન લતાને અવાજમાં આનંદ અને પીડાને અનુભવવાનું, આત્મસાત કરીને અભિવ્યક્ત કરવાનું મહત્વ સમજાવ્યું. અનિલ બિસ્વાસે તેણીને શ્વાસ નિયંત્રણનું મૂલ્ય શીખવ્યું અને નૌશાદ અને સલિલ ચૌધરી દિદીની અતિ હાઈ રેન્જ કે નોટ્સ પર ગાઈ શકવાની દીદીની ક્ષમતાને સુપેરે સમજી શક્યા અને આ વિશેષતાને ગીતમાં ઉજાગર કરી.

- Advertisement -

દીદીએ એક હજારથી વધુ હિન્દી ફિલ્મ, છત્રીસ જેટલી દેશી વિદેશી ભાષાઓમાં ત્રીસ હજાર જેટલા ગીત ગાયા છે
એમની ગાયકી વિશે પ્રશ્ન કરવો કે કોઈ મત આપવો એ આપણા સામાન્ય લોકોના ગજા બહારની વાત છે આમ છતાં વારંવાર એ કહેવાય છે કે લતા મંગેશકરનો અવાજ નાના બાળક જેવો પવિત્ર અને શુદ્ધ અને મધુર તો છે પણ તેમનો અવાજ તેમની આ ક્વોલિટી પૂરતો સીમિત છે! આ મતનું ખંડન કરવા, કશું ન કહીએ તો પણ દીદીએ ગાયેલા કેટલાક ગીતોના ઉદાહરણો જ પૂરતા છે, તેનો જવાબ છે.

થાળે રહ્યીઓ…. ઠુમરી, દૂન્ગી તુજે રેશમી રૂમાલ, આ ગીતમાં મદઝરતો નશીલો અવાજ. . દૈયા રે દૈયા રે ચડ ગયો… જિયા જલે(દિલ સે), મન ક્યું બહેકા…(ઉત્સવ) અડસઠ વર્ષની ઉંમરે ગાયેલું, મેરે ખ્વાબો મેં જો આયે… રોજ અકેલી આયે…મા છલકાતું દર્દ…આ બધા, અને આ ઉપરાંત ઘણા ગીતો તેમની ગાયકીની વિવિધ રેન્જ અને વિવિધ શેડ્સ/ફ્લેવર્સનો પરિચય છે.

શાસ્ત્રીય સંગીતના મહાન કલાકારો – જેમ કે ઉસ્તાદ વિલાયત ખાન સાહેબ, ઉસ્તાદ અલી અકબર ખાન સાહેબ, પંડિત રવિ શંકર અને ઉસ્તાદ અલ્લારખા ખાનથી લઈને આજના સમયના સંગીતકારો અને ટેકનોલોજી આધારિત સંગીત નિર્માણમાં કે તેઓ જે સ્ક્રિપ્ટો કંપોઝ કરે છે તે શાસ્ત્રીય સંગીતના ઉપયોગને આધીન નથી, એમની સાથે પણ તેમણે ગાયું છે. તેમણે 1940ના દાયકામાં મધુ બાલાથી લઈને 1990ના દાયકામાં કાજોલ સુધી અને મોહમ્મદ રફી અને કિશોર કુમાર સહિતના ટોચના પુરૂષ ગાયકો સાથે દરેક હિરોઇન માટે ગાયું હતું. તેમણે રાજ કપૂર અને ગુરુ દત્તથી લઈને મણિરત્નમ અને કરણ જોહર સુધીના દરેક અગ્રણી બોલિવૂડ ડિરેક્ટર સાથે કામ કર્યું છે.તેમનો અવાજ શ્રેષ્ઠતા અને શુદ્ધતાનો માપદંડ બની ગયો.

રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, કુનેહપૂર્વક મ્યુઝિક એરેન્જર અને ડાયરેક્ટરની ડિમાન્ડ સમજીને જોઈતું આપવામાં એમનો જવાબ નહીં મળે. રાગ ભીમપલાસીમાં ગવાયેલ ફિલ્મ અનારકલીનું, યે જીંદગી ઉસી કી હૈ સાંભળ્યા પછી, બડે ગુલામ અલી ખાને કહ્યું કે યે લડકી કભી ગલતી સે ભી કમબખ્ત કભી બેસુરી નહીં હોતી!

સામાન્ય રીતે, ફિલ્મી હસ્તીઓના ચાહકો હોય છે, પણ લતા દીદીના ગાયકીના ચાહકો નહિ, લોકો ભક્ત છે કારણ એમની ગાયકી એ કડી છે જે મનુષ્યને સર્વશક્તિમાન સાથે જોડે છે, સતત દૈવી સુર…જેને સિંગિંગ સેન્સેશન જેવા ક્ મામુલી શબ્દસમૂહ વડે ન દર્શાવી ન શકાય, તે આવાજ સદગુણ, પવિત્રતા, સાત્વિકતા અને રુહાનીનો પર્યાય છે
ઉપર કહ્યું તેમ, તેમનો પરિવાર શુદ્ધ શાસ્ત્રીય સંગીતની સાધનામાં ડૂબેલો હતો, અને ઘરમાં ફિલ્મ સંગીતની વાતો કે પ્રશંસા ક્યારેય થતી ન હતી. અને…..વેસ્ટર્ન મ્યુઝિક, જાઝ-વેસ્ટર્ન ક્લાસિકલના તેઓ ખૂબ જ શોખીન હતા.

તેઓએ માઈકલ જેક્સનની સાઇટ પર લગભગ બારેક વર્ષ પહેલાં લખ્યું હતું કે, માઈકલ મહાન કલાકાર હતાં. માઈકલ જેક્સનને મળવાની તેમને ખૂબ ઈચ્છા હતી. તેમને ન મળી શકવાનો અફસોસ ઝીંદગીભર રહેશે….

તેણીને મોઝાર્ટ, બીથોવન, ચોપિન, નેટ કિંગ કોલ, બીટલ્સ, બાર્બ્રા સ્ટ્રીસેન્ડ અને હેરી બેલાફોન્ટેને સાંભળવાની મજા આવી. તે માર્લેન ડીટ્રીચને સ્ટેજ પર ગાતા જોવા સાંભળવા ગયા હતા અને તેને ઈન્ગ્રીડ બર્ગમેનનું થિયેટર પસંદ હતું. તેમને હોલીવુડ મૂવી જોવાનો પણ ખૂબ શોખ હતોવિંય સશક્ષલ ફક્ષમ શ તેમણે લગભગ પંદર વખત જોઈ હતી. તવશક્ષશક્ષલ શક્ષ વિંય ફિશક્ષ, પણ એમનું ફેવરિટ મુવી રહ્યું. રોજર મુઅ શોન કૌંનેરી તેમના ફેવરિટ એક્ટર…જેમ્સ બોન્ડની ફિલ્મ્સ અને શેરલોક હોમ્સની ડિટેક્ટિવ નોવેલનો એમને ખૂબ જબરો શોખ હતોડાયમંડ જ્વેલરી અને વૈભવી કાર એમનાં શોખીન સભર સ્વભાવની પ્રતીતિ કરાવતા શોખ છે. ક્રિકેટની મેચ જોવાનો તેમને શોખ હતો. ક્રિકેટ મેચ હોય ત્યારે ઘણીવાર રેકોર્ડિંગ મુલતવી રાખી તેઓ ટીવી સામે કલાકો બેસી રહેતા. સચિન તેંડુલકર માટે તેઓ પુત્રવત્ લાગણી ધરાવતા એ વાત કોઈથી છૂપી નથી. ડોન બ્રેડમેનના હસ્તાક્ષર વાળો ફોટોગ્રાફ તેમની પાસે છે એ વાત તેઓ ખૂબ જ ગર્વથી અને ખુશખુશાલ થઇને સૌને કહેતા. કુકિંગ અને ફોટોગ્રાફી પણ ખૂબ ગમે. રજાના દિવસો ગાળવા ગયા હોય ત્યારે લાસ વેગાસના સ્લોટ મશીન પર વ રમવાનો શોખ એમના રસિક વ્યક્તિત્વની પ્રતીતિ કરાવે છે યુએસ ગયા હોય ત્યારે પંડિત રવિશંકરના સ્ટુડિયોમાં તેઓ વારંવાર જતા. એકવાર તેમને ખબર પડી કે ’બિટલ્સ’ના પ્રખ્યાત ગિટારિસ્ટ જ્યોર્જ હેરિસન સ્ટુડિયો પર છે તો તેઓ તેમને મળવા સ્ટુડિયો પહોંચી ગયા હતા!

કોલ્હાપૂરી ચપ્પલ, ધોળા બાસ્તા જેવી સફેદ તો ક્યારેક ઓફફ વ્હાઇટ સિલ્કની સાડી, વચ્ચે સેંથી વાળી હેયર સ્ટાઇલ, હીરાના નાજુક ઘરેણાં અને ગોલ્ડન ફ્રેમના ચશ્મા…એમની સાદગીનો પણ ખૂબ ઊંચો ટેસ્ટ હતો. એક સભર વ્યક્તિત્વ ઉપસાવે એવી અમીરાત વાળી સાદગી તેમની વિશેષતા હતી. બીજા અર્થમાં કહીએ તો, સાદગીમાં ય તેમની યુનિક ફેશન સેન્સ ઝળકતી….

પણ હવે આ, ફક્ત ઇતિહાસ બનીને રહી જશે…..

You Might Also Like

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

થાલા થાલા થાલા…

ઘર ઈંટોથી નહીં લાગણીઓથી બને છે

શ્રમનો આદર

એકાગ્રતા કેળવવા અંતર્મુખી બનવું અનિવાર્ય

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ખાસ-ખબર’ ડિજીટલ ડેઈલી ન્યૂઝપેપર જૂનાગઢ એડિશન દબદબાભેર શરૂ
Next Article રુહાની ઉમંગમાં ઘુંટેલા ઘોળેલા એ ઉત્સવો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
થાલા થાલા થાલા…
ઘર ઈંટોથી નહીં લાગણીઓથી બને છે
શ્રમનો આદર
એકાગ્રતા કેળવવા અંતર્મુખી બનવું અનિવાર્ય
પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
Author

થાલા થાલા થાલા…

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
Author

ઘર ઈંટોથી નહીં લાગણીઓથી બને છે

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?