By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    19 hours ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    19 hours ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    20 hours ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    20 hours ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    5 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રુહાની ઉમંગમાં ઘુંટેલા ઘોળેલા એ ઉત્સવો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Jagdish Acharya > રુહાની ઉમંગમાં ઘુંટેલા ઘોળેલા એ ઉત્સવો
AuthorJagdish Acharya

રુહાની ઉમંગમાં ઘુંટેલા ઘોળેલા એ ઉત્સવો

Khaskhabar Editor
Last updated: 2022/02/08 at 11:18 AM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

એ ગરબીઓ, એ જૂની સાતમ આઠમો, એ દિવાળી…

– જગદીશ આચાર્ય 

દેશમાં રોપવે તો મોડે મોડે બન્યા, અમારા રાજકોટમાં તો દાયકાઓથી ગરુડની ગરબીમાં રોપ વે નો ઉપયોગ થતો રહ્યો છે.એક ઊંચી મેડીએ થી ભૂલકાઓને ગરુડ આકારના વિમાનમાં બેસાડવામાં આવે અને પછી એક મજબૂત દોરડા પર એ ગરુડ સડસડાટ કરતું જમીન પર ઉતરે. મુગ્ધ ભૂલકાઓના નિર્દોષ ચહેરાઓ ખિલખિલાટ થઈ જાય.બાળકો તો ઠીક બાળકોના મમ્મી પપ્પા પણ સાંકડમોંકડ એમાં ગોઠવાઈ જતા. આ ગરુડસવારીનો પણ આનંદ આનંદ હતો.
એક બાબુ ચકુની ગરબી હતી. બાબુ ચકુ પોતે અને એમની ગરબી બંન્ને વખણાતા. જંકશન પ્લોટની ગરબીમાં લાખાભાઈ ગઢવી પહાડી અવાજમાં “એક વાર હું ને મીરાં મથુરામાં ગયા’તા” એ ગીત ઉઠાવતા. રાત ઢળતી રહેતી,ગીત અને સંગીત ઘૂંટાતા રહેતા અને તેના તાલે સ્ટેજ ઉપર બાળાઓ ગોપી બની ઘુમકારા લેતી.

Contents
એ ગરબીઓ, એ જૂની સાતમ આઠમો, એ દિવાળી…– જગદીશ આચાર્ય 

બેડા રાસ અને ટીટોડી રાસ,હુડો,અઠંગો અને સોળનગો રાસનો સિલસિલો ચાલુ જ રહેતો.દૂધની ડેરીએ ગબ્બરની આબેહૂબ પ્રતિકૃતિ બનતી. ઘર આંગણે લોકો ગબ્બર પર્વત ચડયાનો આનંદ માણી લેતા.બાદમાં ડેરીના વિશાલ મેદાનમાં બેસી ફોલી ફોલીને શેકેલા ઓળા ખાવાનું ફરજીયાત હતું.રસ્તામાં વ્યંઢળોની ગરબી આવતી.ભવાઈ થતી.શેરીએ શેરીએ ટેબલ ઉપર માતાજીની તસ્વીર રાખી,દીવો કરી મહિલાઓ ગરબે ઘૂમતી.કોકિલ કંઠી નાગર મહિલાઓ ગાતી, “રંગ તાળી રંગ તાળી રંગ તાળી રંગમાં રંગ તાળી..” પંચનાથ મંદિરે પુરુષો પીતાંબરો ધારણ કરીને રાસ રમતાં.નાની નિર્દોષ બાળાઓ ઘરે ઘરે ગરબો ગાવા જતી.ગરબડીયો ગવરાવો ગરબે જાળિયું મેલાવો રે..” સાથે નાના છોકરાઓ ઘોઘો ગાતા,” ઘોઘો ઘોઘો ઘોસલામ નાથી બાઈના વિસસ્લામ.” દીવાઓમાં ઘી અને તેલ પૂરાતું. છેલ્લે નોરતે એ બાળકોને પેઈસા આપવાનો રિવાજ હતો. ગરબે રમતી બાળાઓને કઢેલા દૂધ આપવામાં આવતા.લ્હાણી થતી.ગરબે ઘૂમતી દરેક બાળામાં જગદંબાના દર્શન થતાં.માનશો નહીં પણ આજ થી ઊલટું નવરાત્રીમાં ક્યારેય છેડતી ન થતી.ગરબીમાં ક્યારેક ડિસ્કો પણ આવશે એ કદી કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું નહોતું.એ વખતે ગરબીના ધંધાદારી આયોજનો નહોતા.એ વાસ્તવમાં માં અંબે અને જગદંબેની સાધનાનું પર્વ હતું.

- Advertisement -

સાતમ આઠમની ઉજવણી નાગપાંચમથી શરૂ થઈ જતી.પાણીયારે દીવો થતો. કુલેરના લાડુ બનતા.
રાંધણ છઠ્ઠના દિવસે ગળી અને તીખી અને વેલણથી ખાડા ખાડા પાડેલી ફરસી પુરીઓ બનતી.સુખડી અને મોહનથાળ, મઠીયા અને ફાફડા અને થેપલાં બનતા. સક્કરપારા,સેવ અને ગાંઠીયાના તવા ધમધમતા. ભગવાનને પહેલો થાળ ન ધરાવાય ત્યાં સુધી છોકરાઓ રસોડા આસપાસ ચકકરો લગાવ્યે રાખતા. રસોડામાંથી નીકળેલી સોડમથી ઘરની હવાઓ મહેકતી. રસોડામાં ડબ્બાઓ ભરાઇ જાય એ પછી ચાર દિવસ સુધી રસોડું બંધ રહેતું. જલી જલીને કાળા થઈ ગયેલા ચૂલાને ચાર દી’ની રજા. સગડીઓ ઠારી નાખવામાં આવતી.. મહિલાઓને દશમ સુધી રસોઈ કરવામાંથી મુક્તિ. ક્યારેય વેકેશન ન પાડતી ગૃહિણીઓ વર્ષમાં બસ એ ચાર દિવસ આરામની આઝાદી મેળવતી.

રાજકોટમાં લોકમેળો શાસ્ત્રી મેદાનમાં થતો.સવારે આસપાસના ગામડાઓમાંથી રબારણો, આયરાણીઓ અને ભરવાડણો સોનાના દાગીનાથી લથબથ થઈ,શણગારેલા બળદગાડાં અને અન્ય વાહનોમાં બેસી મીઠા અવાજે કોરસમાં કાનુડાના ગીતો ગાતી ગાતી લોકમેળે આવતી.ખડતલ, ધીંગા, પહોળી છાતીવાળા માલધારી યુવાનો ફુમતાવાળા કેડયા અને ચોરણા પહેરી રાસ રમતા.લોકમેળો સવારથી સાંજે પાંચ સુધી ગામડાના લોકો માટે અને સાંજ પછી શહેરના લોકો માટે એ વણલખ્યો નિયમ હતો.ઘરે તાળા મારીને આખો પરિવાર મેળે મહાલતો.લાકડાના રમકડાં મળતા.દોરીથી ખેંચવાની મોટર ગાડીઓ અને આગબોટો અને એન્જીનો મળતા.ફુગ્ગા હતા અને લાલ,લીલા,પીળા રંગોની કાકડીઓ હતી.પાવા હતા અને ટકટકીયા હતા.બાળકો ભુલા પડી જાય તો માઇકમાં એનાઉન્સમેન્ટ થતા.બાળક અને તેના મા બાપના નામ ઉપરાંત બાળક રોતું હોય એ અવાજનું પણ પ્રસારણ થતું.

એ સિવાયના સમયમાં માઈકમાં ફિલ્મી ગીતો વાગ્યે રાખતા.મેળામાં ગમતીલો ઘોંઘાટ ગાજતો.ચકડોળમાં બેસવા માટે કતારો લાગતી.ચકડોળ સૌથી ઉપર જાય ત્યારે આસમાન થોડું ઢૂંકડું લાગતું અને રાજકોટ આખાના મકાનોના નળીયા દેખાતાં.મેળામાં મેદાનને છેડે કેન્ડી અને આઈસ્ક્રીમની પ્લેટો મળતી.આખેઆખો મેળો ખૂંદી લીધા બાદ મેદાનમાં જ ભાતાના ડબ્બા ખોલીને બધા આસન જમાવી દેતાં.રામનાથ મહાદેવ,ભોમેશ્વર મહાદેવ સહિતના નાના મોટા શિવ મંદીરોએ મીની મેળા થતાં. ચાર દિવસ જિંદગીમાં આનંદ ઉમંગની છાકમછોળ રેલાતી.દુનિયા રંગીન થઈ જતી.જલસો જલસો થઈ જતું.

- Advertisement -

દિવાળીની રાત્રે કોઈ સુતું જ નહીં.દિવાલના ગોખલાઓમાં દિવડા પ્રગટતા.આંગણે રંગોળીઓ સજાતી.બારણે આસોપાલવના તોરણીયા બંધાતા.વેપારીઓ ચોપડા પૂજન કરતા.ચોપડાના પ્રથમ પાને કંકુથી શ્રી સવા લખાતું.ગોર મહારાજોને દોડાદોડી થઈ જતી.ચોપડા પૂજન બાદ ચા નાશતો અને ત્યાર બાદ વારો ફટાકડાનો. લાલટેટા અને લક્ષ્મી છાપ ટેટા અને સીંદરી બોંબ અને તડાફડીના ધૂમ ધડાકાથી રાત જાગતી રહેતી.જમીનચકરી,શંભુ ભંભુ અને ફુલઝરોમાંથી તારલીયાના ફુવારા થતા. રાત રોશન થઇ ઉઠતી.

ધર્મેન્દ્ર રોડ ઉપર એક એક દુકાને રોશની થતી.સાંકડી બજારમાં વચ્ચે દોરડા બાંધી વન વે કરાતો. આખું રાજકોટ કતાર લગાવતું.સવારે ચાર વાગ્યે “સબરસ લ્યો સબરસ” ની હાકલ પડતી.ઉઘડતી પરોઢે જ લોકો એકમેકના ઘરે પહોંચવા લાગતા.બાળકો પ્રસાદમાં રાખેલી પીપરમેન્ટ અને ગળ્યા કાજુ ગોતી ગોતીને ખીચ્ચા ભરી લેતા.પગે લાગીએ એટલે વડીલો આશીર્વાદ ની સાથે જ આઠ આના કે રૂપિયો આપતા.”સાલમુબારક સાલમુબારક”ની શુભેચ્છાઓની આપ લે થતી. ચરણસ્પર્શો થતા,દુ:ખડા લેવાતા,બા અને દાદીઓના વ્હાલપ અને આશીર્વાદ વહેંચતા હાથોના ટચાકિયા ફૂટતાં.નવલી આશાઓ નવલી ઉષા,નવલા ઉજાસ અને નવલા વર્ષના ઉમંગભેર વધામણાં થતા.

ઉત્સવો આજે પણ થાય છે. રંગ અને રોશની અને ઝાકમઝાળ કદાચ અગાઉ કરતાં આજે વધારે હશે.પણ આજે સંબંધોની એ નજદીકિયા અને એ આત્મીયતા ખોળવી પડે છે.સહપરિવાર મેળે મહાલવાની અને મેદાનમાંજ જમીન પર બેસીને ભાતું ખોલવાની મજા ખોવાઈ ગઈ છે.સાલમુબારકના લલકારોમાં આજકાલ અવાજ થોડા પોલા નીકળે છે. આધુનિક ગરબીઓ ફેશન પરેડ અને શરીરો દેખાડવાની હરીફાઈમાં પલટાઈ ગઈ છે.

સમયનો કાંટો કદી થાકતો નથી,થંભતો નથી.કાળનો પ્રવાહ ચાલયે જ રાખે છે.પરિવર્તનો થતાં જ રહે છે.જે કાલે હતું તે આજે નથી.આજે છે તે કાલે નહીં હોય.અતીત,વર્તમાન અને ભવિષ્ય એક તંતુથી જોડાયેલા છે.ભવિષ્યની આપણને ખબર નથી.વર્તમાન ક્યાં ખર્ચાઈ જાય છે એ ખબર નથી પડતી. છે તો બસ,એક વીતી ગયેલું અને કદી પાછું ન મળનારું અતીત છે.એની યાદો છે. સીધી સાદી જિંદગીના માણેલા નાના નાના પણ બેસુમાર આનંદોની મસ્તાની યાદો.એ તહેવારો,એ ઉત્સવો, લાકડાંના એ રમકડાં અને રંગબેરંગી ફુગ્ગા અને ટકટકીયા અને ફુલઝરો અને એ રુહાની ઉમંગો.એક જિંદગી જે આપણે જીવી ગયા એની યાદોનું ભાથું ક્યાંક આપણી અંદર સાચવીને સંઘરાયેલું છે.તમે પણ યાદ કરજો તમારી જિંદગીના એ મખમલી મુકામ.વિસરાઈ ગયેલી કેટલીય ખુશીઓ યાદ આવી જશે.એ યાદ કરવાની પણ મજા છે ને..!

You Might Also Like

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

ખાસ-ખબરની છ વર્ષની ખબર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લતા મંગેશકરની ચિરવિદાય: સ્તબ્ધતાને શબ્દો આપવાનો પ્રયાસ
Next Article Justice for Nair ક્યારે? એ પણ સુશાંતની જેમ મરી જાય ત્યારે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા
રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું
MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?