By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    1 hour ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    4 hours ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    2 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    3 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    2 hours ago
    મનીષ બન્યો મોઈન ખાન
    3 hours ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    2 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    3 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 hours ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 hours ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 hours ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    3 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    2 hours ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    2 hours ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    3 hours ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    4 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જાણો appleના શરૂઆતના દિવસોની અનોખી વાતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > જાણો appleના શરૂઆતના દિવસોની અનોખી વાતો
SCIENCE-TECHNOLOGY

જાણો appleના શરૂઆતના દિવસોની અનોખી વાતો

Khaskhabar Editor
Last updated: 2026/04/15 at 2:12 PM
Khaskhabar Editor 3 months ago
Share
10 Min Read
SHARE

એપલના ૫૦ વર્ષ: એપ્રિલ ફૂલથી આઈફોન સુધીની સફર

હજી હમણાં, પહેલી એપ્રિલે આપણે વાત કરી હતી કે એપલની સ્થાપના એપ્રિલ ફૂલના દિવસે થઈ હતી! વાસ્તવમાં એપલ માટે ફક્ત સ્થાપનાનો એ એક જ દિવસ કંઇક અનોખો હતો એવું નહોતું. આજે એપલ કંપની જે ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી છે તેના મૂળમાં, તેના એપ્રિલ ફૂલના સ્થાપના દિવસ પહેલાંના અને સ્થાપના પછીના શરૂઆતના દિવસો હજી વધુ રસપ્રદ, રોમાંચક અને આડાઅવળા વળાંકોવાળા હતા! એપલ કંપનીની સ્થાપનાને પચાસ વર્ષ થયાં છે અને હવે કંપની કમ્પ્યૂટર કરતાંય આઇફોન અને આઇપેડ માટે વધુ જાણીતી બની છે ત્યારે તેના શરૂઆતના દિવસો તરફ એક નજર નાખવા જેવી છે.

- Advertisement -

જેમ કે, એપલના સ્થાપકોની વાત નીકળે તો આપણે લગભગ બે સ્ટીવને જ ઓળખીએ છીએ – સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાક.

પરંતુ એપલની સ્થાપના સમયે ત્રીજા એક સ્થાપક પણ હતા. એ કંપનીમાંથી લગભગ 800 ડોલર લઈને તરત જ નીકળી ગયા. ન નીકળ્યા હોત તો આજે 380 અબજ ડોલરના માલિક હોત!

જે એપલ કંપનીને સ્ટીવ જોબ્સે જન્મ આપ્યો ને જબરી ઊંચાઈએ પહોંચાડી એ જ કંપનીમાં તેને પાણીચું મળ્યું, પછી કંપનીને તેના વગર ન ચાલ્યું ને ફરી બોલાવ્યા…  એ બધી વાતો તો પ્રમાણમાં જાણીતી છે, પણ આ ત્રીજા સ્થાપકવાળી વાત લગભગ અજાણી રહી છે.

- Advertisement -

અત્યારે 91 વર્ષની વયે પહોંચેલા એપલના ત્રીજા સ્થાપકે હમણાં એક મેગેઝિનની મુલાકાતમાં ધડાકો કર્યો અને કહ્યું કે તેમણે એપલના પોતાના શેર હજી પણ વેચ્યા નથી! જોકે, તમે ક્યારેય એપલ કંપનીનો આ વિશે સંપર્ક કર્યો કે નહીં? એવા સવાલનો જવાબ તેમણે ઉડાડી દીધો!

બાઇટ શોપ અને એપલ: બે સ્ટીવની મુલાકાત

એપલ કંપનીની સત્તાવાર રીતે સ્થાપના થઈ તે પહેલાંના વર્ષ 1975નો ડિસેમ્બર મહિનો હતો. અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં બાઇટ શોપ નામનો એક સ્ટોર ખૂલ્યો. એ સ્ટોર એ જમાના કરતાં ઘણો આગળ હતો કારણ કે એ એવા બિઝનેસને લગતો હતો, જેનું એ સમયમાં સામાન્ય લોકો માટે લગભગ કોઈ નામોનિશાન નહોતું!

આ શોપ કમ્પ્યૂટરને લગતી હતી. એ જમાનામાં કમ્પ્યૂટર તો આવી ગયાં હતાં પરંતુ ઘર ઘરમાં કે દરેક ઓફિસમાં કમ્પ્યૂટર હોય અને લોકો તેને લગતી ચીજવસ્તુ ખરીદવા આસપાસની દુકાનમાં જાય એવો સમય બહુ દૂર હતો.

શોપના માલિક પોલ ટેરેલને પોતાને કમ્પ્યૂટરમાં ઊંડો રસ હતો. કેલિફોર્નિયામાં એ સમયે હોબી તરીકે કમ્પ્યૂટરમાં રસ ધરાવતા લોકો માટે એક ઇનફોર્મલ કલબ ચાલતી હતી. ક્લબના મેમ્બર્સ અવારનવાર ભેગા થતા અને કમ્પ્યૂટરના પાર્ટ્સ, સર્કિટ્સ કે જાતે કમ્પ્યૂટર બનાવવાને લગતી ઇન્ફર્મેશનની આપલે કરતા.

પેલી બાઇટ શોપનો માલિક પોલ ટેરેલ આ ક્લબનો મેમ્બર હતો. ક્લબની એક મીટિંગમાં તેનો બે જુવાનિયા સાથે ભેટો થયો. પોલની શોપ ખૂલ્યાને હજી થોડા મહિના જ થયા હતા.

હવે વર્ષ હતું 1976. પેલા બંને જુવાનિયાએ ક્લબની મીટિંગમાં તેમણે બનાવેલા એક પ્રાથમિક કક્ષાના પર્સનલ કમ્પ્યૂટરનો ડેમો આપ્યો. તેમનો ઇરાદો ક્લબના મેમ્બર્સને આ મશીન વેચવાનો હતો. જોકે કોઈ મેમ્બરને તેમાં ખાસ રસ પડ્યો નહીં સિવાય પોલ. બીજા દિવસે, બંને જુવાનિયા બાઇટ શોપ પર પહોંચ્યા. તેમને હતું કે જો પોલ ટેરેલ પોતાની શોપમાં તેમનું મશીન વેચવા તૈયાર થઈ જાય તો વાત કંઈક જામે.

આ બંને જુવાનિયાનાં નામ હતાં સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાક.

એપલ-૧: કિટમાંથી કમ્પ્યૂટર સુધીની સંઘર્ષગાથા

બંને સ્ટીવ મિત્રોએ પોતે બનાવેલા મશીનને એપલ-1 નામ આપ્યું હતું. જોકે તેને કમ્પ્યૂટર કહેવું મુશ્કેલ હતું કેમ કે હકીકતમાં એ ડુ-ઇટ-યોરસેલ્ફ કિટ હતી. એટલે કે કમ્પ્યૂટરને નામે તેમાં વિવિધ છૂટાછવાયા પાર્ટ્સ મળતા હતા અને આ કિટ ખરીદનારા લોકોએ પોતે સર્કિટ બોર્ડમાં વિવિધ ચિપ્સ સોલ્ડર કરીને જોડવી પડતી હતી. પછી પાવર સપ્લાય, કી-બોર્ડ અને ડિસ્પ્લે જેવા પાર્ટસ ઉમેરવા પડતા હતા. ત્યારે એ સાધન કમ્પ્યૂટર તરીકે કામ કરતું હતું.

બાઇટ શોપના માલિક પોલ ટેરેલને આ મશીનમાં રસ તો પડ્યો, પણ તેની એક મુશ્કેલી હતી. તેને આવાં જાતે બનાવવાં પડે તેવાં કમ્પ્યૂટરની કિટ તો બીજી કંપનીઓ તરફથી પણ મળતી હતી. વધુ એક કિટ વેચવા માટે લેવાનો કોઈ અર્થ નહોતો.

તેણે બંને સ્ટીવને કહ્યું કે તેના ગ્રાહકો માટે કમ્પ્યૂટરના વિવિધ પાર્ટસ જાતે જોડવાનું મુશ્કેલ બનશે. જો બંને મિત્રો પૂરેપૂરા એસેમ્બલ કરેલાં કમ્પ્યૂટર સપ્લાય કરવા તૈયાર હોય તો એ પહેલે ધડાકે 50 કમ્પ્યૂટર ખરીદવા તૈયાર હતો. સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાક તરત તૈયાર થયા.

પોલ ટેરેલ આ બંને મિત્રો રેડી-ટુ-યૂઝ કમ્પ્યૂટર ખરેખર બનાવી આપે તો એક પીસના 500 ડોલર આપવા તૈયાર હતો, ડિલિવરી સમયે તે રોકડા ડોલર ગણી આપવા પણ તૈયાર હતો, પણ શરત એક સાથે 50 કમ્પ્યૂટર ડિલિવર કરવાની હતી.

આટલાં કમ્પ્યૂટર્સ બનાવવા માટે પાર્ટ્સના ડોલર ક્યાંથી લાવવા? બંને સ્ટીવનાં દિમાગ કમ્પ્યૂટરની ઝડપે દોડતાં હતાં, પણ બંનેનાં ખિસ્સાં લગભગ ખાલી હતાં.

કમ્પ્યૂટર કંપની સ્થાપવાના પોતાના સ્વપ્નને પૂરું કરવા, જરૂરી નાણાં મેળવવા સ્ટીવ જોબ્સે પોતાની ફોક્સવેગન માઇક્રોબસ (એક પ્રકારની મિનિ બસ) વેચી નાખી અને સ્ટીવ વોઝેનિયાકે પોતાનું એચપી-65 કેલ્ક્યુલેટર 500 ડોલરમાં વેચી નાખ્યું.

એપલનો ઉદય: પોલ ટેરેલ અને પ્રથમ ડીલની કહાની

એ પછી સ્ટીવ જોબ્સે વધુ એક કીમિયો લડાવ્યો. તેણે પોલ ટેરેલ પાસેથી, પૂરી રકમનો કેશ-ઓન-ડિલિવરીનો પરચેઝ ઓર્ડર મેળવ્યો અને એ ઓર્ડર ક્રેમર ઇલેક્ટ્રોનિક્સ નામની એક કંપનીને બતાવી, તેની પાસેથી 30 દિવસની ઉધારી પર પાર્ટ્સ ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો.

પેલી કંપનીએ બાઇટ શોપના માલિકનો સંપર્ક કરીને કેશ-ઓન-ડિલિવરીનો પરચેઝ ઓર્ડર સાચો હોવાની ખાતરી મેળવી.

આમ, એક રીતે જોઇએ તો બાઇટ શોપ અને ક્રેમર ઇલેક્ટ્રોનિક્સ એપલ કંપનીના પહેલા ઇન્વેસ્ટર બન્યા!

પછી તો જે થયું એ ખરેખર ઇતિહાસ છે – સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોઝનિયાક અને તેમના બીજા સાથીદારોએ રાત-દિવસ મથામણ કરીને બાઇટ શોપને ૫૦ કમ્પ્યૂટર ડિલિવર કર્યાં. શોપના માલિકે પોતાનું વચન પાળ્યું. બંને મિત્રોને તરત પેમેન્ટ મળ્યું, જેમાંથી તેમણે પેલી પાર્ટ્સ કંપનીનું બિલ ભરપાઈ કર્યું.

પોલ ટેરેલે વચન પાળ્યું ન હોત, કમ્પ્યૂટર વેચાય તો જ ને ત્યાેર જ રકમ ચૂકવવા જેવી વાત કરી હોત તો બંને સ્ટીવે કરેલી ઉધારી જાતે ચૂકવવી પડી હોત અને બંને દેવાળિયા બન્યા હોત!

એ રીતે બાઇટ શોપ દુનિયાની પહેલી એપલ ડીલર બની. આ દુકાને વેચાયેલા પહેલા એપલ-1 કમ્પ્યૂટર માટે લાકડાના કેસનો ઉપયોગ થયો હતો!

ખાસ નોંધવા જેવી વાત એ છે કે લોકોને ક્યા પ્રકારનાં મશીન ગમશે એનો આઇડિયા સ્ટીવ જોબ્સને બાઇટ શોપના માલિક પોલ ટેરેલ તરફથી મળ્યો. સ્ટીવ વોઝનિયાક ટેકનિકલ બાબતોનો જિનિયસ અને સ્ટીવ જોબ્સ માર્કેટિંગનો ખરા અર્થમાં મહારથી હતો. એ બંનેને સાચી દિશા બતાવવામાં પોલ ટેરેલ નિમિત્ત બન્યો. જો તેણે ટુ-ઇટ-યોરસેલ્ફ કિટને બદલે રેડી-યુ-યૂઝ કમ્પ્યૂટર્સનો આગ્રહ ન રાખ્યો હોત અને એક સાથે ૫૦ કમ્પ્યૂટર્સ, ડિલિવરી સમયે જ રોકડા ડોલર ચૂકવીને ખરીદવાની તૈયારી બતાવી ન હોત તો?

ઘણા લોકો પોલ ટેરેલને એપલ કંપનીના ચોથા સ્થાપક તરીકેનું માન પણ આપે છે (બંને સ્ટીવ મિત્રો ઉપરાંત, ત્રીજો સ્થાપક કોણ? એવો સવાલ થયો? જવાબ નીચે મળશે!)

આગળ જતાં, પોલ ટેરેલે પોતાનો કમ્પ્યૂટર શોપનો બિઝનેસ, સંખ્યાબંધ શોપ્સની ચેઇન ઓફ ડીલરશીપમાં ફેલાવ્યો. પછી તેણે ફ્રેન્ચાઇઝી આપવાનું શરૂ કરીને પોતાનો બિઝનેસ અમેરિકાની બહાર જાપાન સુધી ફેલાવ્યો. 1976માં બંને સ્ટીવ મિત્રોએ કુલ 200 કમ્પ્યૂટર બનાવ્યાં હતાં, તેમાંથી બે કમ્પ્યૂટર આગળ જતાં, 2014માં 9,05,000 ડોલર અને 2016માં 8,15,000 ડોલરની કિંમતે લિલામ થયાં હતાં!

એપલના ‘ભુલાયેલા’ ત્રીજા સ્થાપક: રોનાલ્ડ વાયન

એપલ કંપનીની એપ્રિલ ૧, 1976માં સ્થાપના થઈ ત્યારે તેના સ્થાપકોમાં સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાક ઉપરાંત ત્રીજું એક નામ પણ હતું – રોનાલ્ડ વાયન. એમની ભૂમિકા કંપનીનું એડમિન સંભાળવાની હતી. વાસ્તવમાં સ્ટીવ જોબ્સના મગજમાં ડોલર કમાવાની ધૂન સવાર હતી, તો સ્ટીવ વોઝનિયાક કમ્પ્યૂટર બનાવવામાં જ  મસ્ત.

એ બંનેેએ ત્યારે હજી માંડ વીસી વટાવી હતી. બંને જ્યાં કામ કરતા હતા એ કંપનીમાં ચાલીસેક વર્ષના રોનાલ્ડ વાયનની તેમણે સલાહ લીધી. રોનાલ્ડે તેમને વિધિવત કંપની સ્થાપવાનું મહત્ત્વ સમજાવ્યું. બંને સ્ટીવ 45-45 ટકાના ભાગીદાર બન્યા અને રોનાલ્ડને ૧૦ ટકા આપ્યા.

પરંતુ, કંપની રચાયાના બાર જ દિવસમાં, રોનાલ્ડે કંપનીમાંનો પોતાનો 10 ટકા હિસ્સો જોબ્સ અને વોઝનિયાકને 800 ડોલરમાં પરત વેચી નાખ્યો! (જોકે સ્ટીવ વોઝનિયાકના મતે, રોનાલ્ડે ફક્ત ૧૨ દિવસ પછી નહીં, પણ થોડા મહિના પછી કંપની છોડી હતી).

કારણ? એ સમયે રોનાલ્ડ કોઈ પ્રકારનું બિઝનેસ જોખમ લઈ શકે તેમ નહોતા. પાંચેક વર્ષ પહેલાં, તેમણે શરૂ કરેલા બીજા એક બિઝનેસમાં ખાસ્સું નુક્સાન વેઠ્યું હતું. બીજી તરફ, સ્ટીવ જોબ્સે બાઇટ શોપના કેશ-ઓન-ડિલિવરી ઓર્ડરના ભરોસે, લગભગ 15000 ડોલરના પાર્ટ્સ ઉધારીથી ખરીદવાનું જોખમ ઉઠાવ્યું હતું. એ સમયે બાઇટ શોપ, તેના સપ્લાયર્સને પેમેન્ટમાં ઠાગાઠૈયા કરતી હોવાની છાપ હતી.

જો એપલને કમ્પ્યૂટરના બદલામાં બાઇટ શોપ તરફથી તરત પેમેન્ટ ન મળે તો કાયદેસર રીતે કંપનીના ત્રણે ભાગીદારોના માથે 15,000 ડોલરનું દેવું આવે. ત્યારે 21 અને 25 વર્ષના બંને સ્ટીવ પાસે અંગત કોઈ મૂડી કે મિલકત નહોતી. રોનાલ્ડ પાસે પોતાની મિલકત હતી, જે સંભવિત લેણદારો પચાવી શકે તેમ હતા!

રોનાલ્ડ આવું મોટું જોખમ લેવા તૈયાર નહોતોા.

એપલ કંપનીની વિધિવત રચના થઈ ત્યારે તેમણે વધારાના 1500 ડોલર લઈને ભવિષ્યનો કોઈ પણ માલિકી દાવો પણ જતો કર્યો. આગળ જતાં, સ્ટીવ જોબ્સે રોનાલ્ડને ફરી એપલમાં લાવવાની કોશિશ કરી, પણ દરેક વખતે રોનાલ્ડે ઇનકાર કર્યો.

વિધિની વક્રતા જુઓ, 1990ના દાયકામાં રોનાલ્ડે, પોતાની અને બંને સ્ટીવની સહીવાળો એપલની સ્થાપનાનો પાર્ટનરશીપ કોન્ટ્રાક્ટ પેપર 500 ડોલરમાં વેચ્યો. એ જ કોન્ટ્રાક્ટ પેપર, ૨૦૧૧માં એક જાહેર લિલામમાં 16 લાખ ડોલરમાં વેચાયો!

અને હા, જે એપલ કંપનીનો 10 ટકા હિસ્સો રોનાલ્ડે 800 ડોલરમાં વેચ્યો હતો એ એપલ આજે 3.8 ટ્રિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતી કંપની છે. આજે 91 વર્ષના થયેલા રોનાલ્ડે તેમનો 10 ટકા હિસ્સો વેચ્યો ન હોત તો આજે 380 અબજ ડોલરના માલિક હોત!

You Might Also Like

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

સોશિયલ મીડિયાની બાળકો પર માઠી અસર: કંપનીઓએ રૂ. 256 કરોડનું વળતર ચૂકવી કેસની પતાવટ કરી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
Next Article યુદ્ધને કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર, 4000 કરોડના લોન પેકેજની ઓફર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતરાજકોટ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ
અમદાવાદમાં 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ : ભક્તિભાવપૂર્વક નીકળી ભવ્ય જળયાત્રા
રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો
રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
SCIENCE-TECHNOLOGY

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?