ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
આઈ.પી.એસ. અધિકારી ડો. પાર્થરાજસિંહ ગોહિલનો ગઈકાલે જન્મ દિવસ હતો. તેમના જન્મદિન નિમિત્તે ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલને ‘ખાસ-ખબર’ વતી ફોટોગ્રાફર અંકિત ચાવડા દ્વારા જન્મદિનની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પાર્થરાજસિંહ ગોહિલ રાજકોટની ક્રાઈમ બ્રાન્ચમાં નોંધપાત્ર કામગીરી કરી ગુનાઓના ભેદ ઉકેલી રહ્યા છે. તેઓ સતત કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રયત્નશીલ રહ્યા છે.