By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    18 hours ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    19 hours ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    19 hours ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
    19 hours ago
    માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
    20 hours ago
    ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા
    20 hours ago
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    2 days ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    20 hours ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    7 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    20 hours ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    3 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રેઢિયાળ શિક્ષક મગન આંકોલિયાનું શિક્ષક સંઘે કર્યું સન્માન!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રેઢિયાળ શિક્ષક મગન આંકોલિયાનું શિક્ષક સંઘે કર્યું સન્માન!
TALK OF THE TOWNખાસ-ખબરરાજકોટ

રેઢિયાળ શિક્ષક મગન આંકોલિયાનું શિક્ષક સંઘે કર્યું સન્માન!

Khaskhabar Editor
Last updated: 2024/03/12 at 4:33 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

શિક્ષક સંઘના કાર્યક્રમમાં કામચોર મગન આંકોલિયાના મંડળે ભરપૂર વખાણ કર્યાં

કેળવણી નિરીક્ષકની વિઝિટ સમયે ચાલુ પીરિયડે ખુરશી ઢાળીને મોબાઇલમાં રમતા હતાં!

- Advertisement -

મગન આંકોલિયા વિરુદ્ધ કેળવણી નિરીક્ષકે લેખિતમાં શાસનાધિકારીને અનેક રજૂઆત કરી હોવા છતાં કોઇ પગલાં નહીં

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી અને પદાધિકારીની સ્વાર્થી નીતિઓને કારણે કેવી રીતે સરકારી શાળામાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે તેના કેટલાક પુરાવાઓ ખાસ-ખબરને મળ્યા છે. ચેરમેન વિક્રમ પુજારા અને શાસનાધિકારી કિરીટ પરમાર પાસે કેળવણી નિરીક્ષક સહિતનાઓ દ્વારા વાંરવાર કેટલાક શિક્ષકોની ગેરશિસ્ત તેમજ ફરજમાં બેદરકારી અંગે ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ પુજારા અને પરમાર ભેદી કારણોસર શિસ્તમાં ન રહેતા તેમજ ફરજમાં બેદરકારી દાખવતા શિક્ષકો વિરુદ્ધ કોઈ પગલાં ભરતા નથી. ચેરમેન અને શાસનાધિકારી દ્વારા શિક્ષકોને મનફાવે તેવી પ્રવૃત્તિ કરવા જાણે છૂટો દૌર અપાયો હોય, પરિણામસ્વરૂપે સમિતિની શાળાઓમાં શિક્ષણનું સ્તર તો તળિયે જ ગયું છે, અહીં બહેનો-દીકરીઓ પણ સલામતી અનુભવી રહી નથી.

બનાવની વિગત અનુસાર શાળા નં. 87ના શિક્ષક મગન આંકોલીયા વિરુદ્ધ કેળવણી નિરીક્ષક દ્વારા છેલ્લા બે મહિનાથી ગેરશિસ્ત અને ફરજમાં સતત બેદરકારી દાખવવા મામલે શિક્ષાત્મક કાર્યવાહી કરવા લેખિતમાં એકથી વધુ વાર અરજી કરવામાં આવી છે. આમ છતાં ચેરમેન અને શાસનાધિકારી મગન આંકોલીયાની ગેરશૈક્ષણિક પ્રવૃત્તિને છાવરી રહ્યા છે. ગત 5 જાન્યુઆરીએ કેળવણી નિરીક્ષકની શાળા નં. 87 મુલાકાત દરમિયાન મગન આંકોલીયા ચાલુ ક્લાસ દરમિયાન લોબીમાં ખુરશી નાખી મોબાઈલમાં મશગુલ હતા. આ સિવાય તેઓ દૈનિક નોંધપોથી નિભાવતા ન હતા. મનફાવે તેવા જવાબ અને ઉશ્કેરણીજનક નિવેદનો આપતા હતા. શિક્ષણ સમિતિની શાળાઓની શાખ બગડે તેવા કૃત્ય કરતા મગનના આવા એક નહીં અનેક પરાક્રમો છે, જેથી કેળવણી નિરીક્ષકે ચેરમેન-શાસનાધિકારીને મગન આંકોલીયાની બેદરકારીથી લઈ ગેરશિસ્તનો વિસ્તૃત અહેવાલ સોંપ્યો હતો.

- Advertisement -

આ અહેવાલ પછી પણ ચેરમેન-શાસનાધિકારી દ્વારા કોઈ તપાસ કે પગલાં ભરવામાં ન આવતા ફરી એકવાર કેળવણી નિરીક્ષકે મગન આંકોલીયા વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરતો પત્ર લખ્યો હતો છતાં મગનની વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં ન આવ્યા. સમગ્ર મામલે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે ગત શનિવારે ચેરમેન વિક્રમ પુજારા અને શાસનાધિકારી કિરીટ પરમારે શિક્ષક સંઘના કાર્યક્રમમાં મગન આંકોલીયાનું જાહેરમાં સન્માન કર્યું. કેળવણી નિરીક્ષકની વારંવાર રજૂઆત પછી મગન પર કડક પગલાં ભરાવવા જોઈએ તેના બદલે તેનું સન્માન કરવામાં આવતા શિક્ષણ સમિતિના કર્મચારીઓનું ભયંકર મનોબળ ઓછું તો થયું જ છે, સાથોસાથ ચેરમેન અને શાસનાધિકારીની ભૂમિકા પર સવાલ ઉઠ્યા છે.

મગનને અગાઉ  પણ ફરજ મોકૂફ કરાયેલો, હજુ કહે છે: હું કોઈ સૂચનાનું પાલન નહીં કરું

આજથી દસ વર્ષ અગાઉ શિક્ષણ સમિતિના તત્કાલીન ચેરમેન તેમજ એ જ સમિતિના સભ્ય વિક્રમ પુજારા દ્વારા મગન આંકોલીયા પર સસ્પેન્શન સુધીના પગલાં ભરવામાં આવ્યા હતા. હવે દસ વર્ષ પહેલા શિક્ષણ સમિતિના સભ્ય રહી ચૂકેલા અને હાલમાં ચેરમેન બનેલા પૂજારાએ બે દિવસ અગાઉ મગન આંકોલીયાનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે જાહેરમાં સન્માન કર્યું છે. આ એ જ મગન આંકોલીયા છે જે પોતાની ગેર શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે. કેળવણી નિરીક્ષક સહિતનાઓ મગન વિરુદ્ધ અનેક લેખિત-મૌખિત ફરિયાદ કરી ચૂક્યા છે. છતાં આ મગન સુધારવાનું નામ જ લેતો નથી. તોફાની વિદ્યાર્થીઓને પણ શરમાવે તેવા તેના કારનામા છે. ચેરમેન અને શાસનાધિકારી તરફથી મનફાવે તેવું વર્તન કરવાનો જાણે તેને પીળો પરવાનો હાંસલ હોય તેમ તે કહે છે કે, હું એકપણ સૂચનાનું પાલન નહીં જ કરું અને બીજા શિક્ષકોએ પણ કોઈ સૂચનાનું પાલન ન કરવું, કોઈ કશી કાર્યવાહી નહીં કરી શકે! મગનના આવા વર્તનથી શિક્ષકોમાં પણ સવાલ ઉઠ્યા છે કે, આખરે પુજારા અને પરમારની કઈ દુ:ખતી નસ મગન પાસે છે કે તેઓ મગનને સજા કરવાની જગ્યાએ સન્માન કરી રહ્યા છે.

You Might Also Like

રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હેન્ડબોલ ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

TAGGED: MaganAnkoliyana, Rajkot, TEACHERSassociation
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ લોકસભા ચૂંટણી સંદર્ભે દિવ્યાંગોનેે મતદાન જાગૃતિ બાબતે માહિતગાર કરાયા
Next Article જૂનાગઢના રેલવે સ્ટેશન ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી દ્વારા 85 હજાર કરોડનો રેલ પ્રોજેક્ટ અર્પણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
PCB રાજકોટની ઐતિહાસિક સિદ્ધિ : માત્ર ચાર દિવસમાં ૨૪ ગેરકાયદે હથિયાર સાથે ૧૧ આરોપી ઝબ્બે
ગુજસીટોકમાં જેલમાંથી કબ્જો લેવાયેલા ફિરોઝ સહિતના 5 આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજુર
રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હેન્ડબોલ ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
TALK OF THE TOWNરાજકોટ

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?