By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    1 day ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    1 day ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢ તંત્ર પોતાની નૈતિક ફરજથી બેખબર કે બેદરકાર ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢ તંત્ર પોતાની નૈતિક ફરજથી બેખબર કે બેદરકાર ?
જુનાગઢ

જૂનાગઢ તંત્ર પોતાની નૈતિક ફરજથી બેખબર કે બેદરકાર ?

Khaskhabar Editor
Last updated: 2022/03/21 at 4:31 PM
Khaskhabar Editor 5 years ago
Share
8 Min Read
SHARE

સેવા પરમ ધર્મનાં સુત્રને સાર્થક કરનાર સમાજનાં રત્નોની ઓળખ આપવાની ‘ખાસ-ખબર’ની કોશિશ

જૂનાગઢ જિલ્લામાં સેવાનાં ભેખધારીઓનું સન્માન તંત્ર ભૂલ્યું

- Advertisement -

કોરોનાની કારમી બીજી લેહરને એક વર્ષ : શહેર અને ગામડામાં સેવાયજ્ઞ કરનારા વિસરાયા

માન કે પ્રતિષ્ઠા માટે સેવા ન હતી કરી પરંતુ આ સેવાભાવીઓને માનવતાનાં નાતે યાદ કરવા જોઇતા હતા

કોરોનાની બીજી લહેરને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે. ગત વર્ષે માર્ચ, એપ્રિલમાં કોરોના કહેર વર્તાઇ હતી. લોકો ભયભીત બની ગયાં હતાં. હોસ્પિટલ તો ઠીક સ્મશાનમાં પણ જગ્યા ન હતી. ચારો તરફ અફડાતફડીનો માહોલ હતો. સરકાર અને વહીવટી તંત્ર સહિતનાં સરકારી વિભાગનાં હથિયાર એઠા પડી ગયા હતાં.કોરોના સામે સરકાર અને તંત્ર લાચાર અને પાંગળું પુરવાર થયું હતું. આવી પથ્થર હદયને હચમચાવી દે તેવા દ્રષ્યો સર્જાયા હતાં. કુદરતનાં કોપ વચ્ચે બે પ્રકારનાં લોકો જોવા મળ્યાં હતાં. એક કે જેણે આ કરૂણામાં પણ પોતાનો લાભ લેવાનું ભુલ્યા ન હતાં અને આ સ્થિતીમાં પણ લોકોને લૂંટ્યાં હતાં. બીજા પ્રકારનાં લોકો કે જે ઘર છોડી સેવાનો ભેખધારણ કરી લીધો હતો. રાત દિવસ સ્મશાન, હોસ્પિટલમાં સેવામાં રત રહ્યાં હતાં. બહારનાં લોકો માટે ભોજન પૂરુ પાડ્યું હતું. શહેર, ગામડાઓમાં કોવિડ સેન્ટર, ભોજનાલયો શરૂ કરી લોકોનાં દુ:ખમાં સહભાગી બન્યાં હતાં.

- Advertisement -

સરકાર અને તંત્ર પ્રથમ પ્રકારનાં લોકો સામે તો લાચાર બન્યું હતું. પરંતુ સેવાનો ભેખધારણ કરનારની પણ અવગણના કરી નાખી છે. આજે કોરોનાની કારમી લહેરને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે. પરંતુ જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા તેનો નોંધ સુધા પણ લીધી નથી. તંત્ર જ્યારે લાચાર અને બેબાકળુ બની ગયું હતું. ત્યારે સેવાનાં ભેખધારીઓ લોકોની મદદે દોડી આવ્યાં હતાં. કોવિડ સેન્ટરમાં લોકોને સારવાર, ઓક્સિજન, ભોજન પૂરુ પાડ્યું હતું. જ્યા સરકાર અને તંત્રી સીમા બંધાઇ જતી હતી ત્યારે થી સેવાનાં વ્રતીઓએ પોતાનાં જીવને જોખમમાં મુકી સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. કોઇ પણ જાતની અપેક્ષા વિના કાર્યું હતું. માનતવા મહેકાવી હતી. પરંતુ આજે સરકાર અને જૂનાગઢ વહીવટી તંત્ર પોતાની માનવતા અને ફરજ ચુકી ગયું છે. સેવા ધારીઓએ તો માન કે પ્રતિષ્ઠા માટે કામ કર્યું ન હતું. પરંતુ જૂનાગઢ વહીવટી તંત્ર અને સરકારની ફરજ બને કે આવા ભેખધારીઓનું બહુમાન કરવું જોઇતું હતું.

સનશાઇન પ્રાથમિક શાળામાં બે મહિના કોવિડ સેન્ટર ચાલ્યું, 300 લોકો સાજા થયા

કોરોનાની બીજી લહેરમાં દરેક ગામ, દરેક ઘર ઝપટમાં આવી ગયા હતાં. તેમાંથી મેંદરડા તાલુકો પણ બાકાત ન હતું. લોકોની વ્યથા અને વેદનાં જોઇ મેંદરડા સનશાઇન સ્કુલનાં સંચાલક ચિરાગભાઇ રાજાણીએ પોતાની સ્કુલનાં દરવાજા ખુલ્લા મુકી દીધા હતાં. અહીં દાતાનાં સહયોગથી કોવિડ સેન્ટર શરૂ કર્યું હતું. આ સ્થિતીમાં ચિરાગભાઇ રાજાણીનો સમગ્ર પરિવાર પણ કોરોનાગ્રસ્ત થઇ ગયો હતો. પરંતુ ભગવના પર શ્રધ્ધા રાખી મજબુત મનોબળ સાથે કોવિડ દરમિયાન બે મહિના રાત દિવસ સેવામાં રત રહ્યાં હતાં.

મેંદરડાની સનશાઇન પ્રાથમિક શાળામાં કોરોના દરમિયાન કોવિડ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યાં હતાં. બે મહિના કોવિડ સેન્ટર કાર્યરત રહ્યું છે. અહીં બે મહિનામાં 300 થી વધુ લોકોએ સારવાર લઇ સાજા થયા હતાં. અહીં ચિરાગભાઇ રાજાણી, નંદદાસભાઇ રાજાણી, ચંદ્રેશભાઇ ખુંટ, સંજયભાઇ છોડવડીયા, ચંદુભાઇ દેસાઇ, અશ્ર્વિનભાઇ વઘાસિયા સહિતનાં નામી અનામી લોકોએ સેવા યજ્ઞની સુવાસ લોકો સુધી પહોંચાડી હતી. ડો. લાખાણી અને તેમની ટીમ હંમેશા ખડાપગે રહી હતી. સાંસદ રમેશભાઇ ઘડુકની સુચનાથીં સરકારી હોસ્પિટલનો સ્ટાફ સેવામાં હાજર રહ્યો હતો.અહીં ઓક્સિઝન, દવા, સવારે નાસ્તો, બપોરે ભોજન અને રાત્રે ભોજન આપવામાં આવતું હતું. તેમજ ઓક્સિઝનનાં દર્દીઓ માટે એસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો. સારામાં સારી સુવિધા મળે તેવું કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. અનેક લોકો હોસ્પિટલમાંથી રજા લઇ અહીં દાખલ થયા હતાં. અહીં અશ્રુભીની આંખે લોકો આવ્યાં હતાં અને સારવાર બાદ ચહેરા પર હાસ્ય સાથે ઘરે ગયા હતાં.અહીં વિના મુલ્યે દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ઓક્સિઝની અછત વચ્ચે પણ ઓક્સિઝની અછત ઉભી થવા દીધી ન હતી. હાથ જોડી અને વિનંતી કરી ઓકિસઝનની સગળતા ઉભી કરી લેતા હતાં અને ઓક્સિઝન સહિતની સેવા પુરી પાડી હતી. તંત્ર દ્વારા ઓક્સિજનનો એક પણ બાટલો આપવામાં આવ્યો ન હતો. પરંતુ સેવામાંથી ડગ્યા વિના તમામ સુવિધાઓ પુરી કરી હતી.

જેતપુરનાં ખેડૂતોએ પોતાનાં ઘરમાં કરી કોવિડનાં દર્દીઓની સારવાર

જેતપુરનાં ખેડૂત જેઠસુરભાઇ વાળા પોતાનાં ઘરે કોવિડ સેન્ટર શરૂ કરી લોકોની સેવા કરી હતી. આ અંગે જેઠસુરભાઇએ કહ્યું હતું કે, કોવિડ દરમિયાન મારા ગુરુ ઇન્દ્રભારતીબાપુનાં આદેશથી મારા ઘરે કોવિડ સેન્ટર શરૂ કર્યું હતું. મારા ઘરે 28 બેડની સુવિધા ઉભી કરી હતી. અને બાદ કોલેજમાં 100 બેડની સુવિધા ઉભી કરી હતી. કોવિડ સેન્ટરમાં 90થી નીચે ઓક્સિજિનનાં દર્દી આવતા હતાં અને અહીંથી સાજા થઇને જતા હતાં. લોકોએ ઓક્સિઝન બોટલ, ભોજન, દવાની પુરી પાડતા હતાં. કોવિડમાં સવા મહિનો કોવિડ સેન્ટર ચલાવ્યું હતું. અંદાજે 800 લોકો અહીંથી સાજા થઇને ગયા હતાં. તેમજ કોઇ વ્યક્તિ પાસેથી દાન લેવામાં આવ્યું નથી.જેઠસુરભાઇએ વધુમાં કહ્યું હતું કે,બપોરે અને સાંજે દર્દીઓની માગ મજુબ જમવાની વ્યવસ્થા રાખી હતી. મારો પરીવાર જ રસોઇ બનાવતો હતો. દરરોજ 30થી 35 લોકો જમતા હતાં. તેમજ જો કોઇ દિવસ વધુ માણસો થઇ જાય તો બહારથી મંગાવવું પડતું હતું. આ ઉપરાંત મારા મિત્ર પણ જમવાની વ્યવસ્થા કરતા હતાં. આ સેવાની સુવાસ સૌરાષ્ટભરમાં પ્રસરી ગઇ હતી. અને દ્વારકા, ગીર સોમનાથ જિલ્લામાંથી પણ દર્દી આવતા હતાં. નિસ્વાર્થભાવે અને ગુરુનાં આશીર્વાદથી સેવા કરતા રહ્યાં હતાં.

સાખડાવદરમાં ગ્રામજનોનો સેવા યજ્ઞ, 1400 દર્દી કોવિડ સેન્ટરમાં આવ્યા

કોવિડની મહામારીનાં સંસ્થાઓ અને લોકોએ સેવા કરી છે. તો સમગ્ર ગામ પણ સેવા કર્યમાં જોડાઇ ગયું હતું. સાખડાવદરમાં સમગ્ર ગ્રામજનોએ કોવિડ સેન્ટર શરૂ કર્યું હતું. રતીલાલભાઇ શેખડાએ કહ્યું હતું કે, ગામમાં કોવિડ સેન્ટર કાર્યરત કર્યું હતું. તેમજ બહારથી આવતા લોકોને ભોજન કરાવ્યું હતું. તેમજ કોવિડ સેન્ટરમાં આસપાસનાં ગામનાં મળી અંદાજે 1400 લોકોએ સારવાર લીધી હતી. વિના મુલ્યે સેવા કરવામાં આવી હતી.

જામકા કોવિડ સેન્ટરમાં 100 લોકો સાજા થયાં, 100 ઑક્સિજનનાં બાટલા

જામકામાં કોવિડ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. આ અંગે પરસોતમભાઇ સીદપરાએ કહ્યું હતું કે, જામકા ગૌશાળાની બાજુમાં આયુર્વેદ રીસર્ચ સેન્ટરનું ભવન બનાવતા હતાં. ત્યારે કોરોનાની બીજી લહેર આવી ગઇ હતી. અહીં કોવિડ સેન્ટર કાર્યરત કરી દીધું હતું. કોવિડ કોઇ પણ દર્દી પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી કે દાતા પાસે પણ ગયા ન હતાં. જેમ જેમ અ મારી સેવા આગળ વધી ગઇ તેમ તેમ દાતા પણ આવતા ગયા હતાં. અમદાવાદનાં રજનભાઇ મહેતા, વડોદરાનાં દુષ્યંતભાઇ પટેલ, અમેરીકા સ્થિત કનુભાઇ પટેલ દ્વારા ઓક્સિજન, દવા સહિતની સેવા પુરી પાડવામાં આવી હતી. તેમજ જયસુખભાઇ કેશવભાઇ અપરાનાથીએ દર્દીઓને ઘરે લેવા જતા અને મુકવા જતા હતાં. 100 જેટલા ઑક્સિજનનાં બાટલા રાખ્યાં હતાં. અહીં દર્દીઓને દવા, ભોજન વિના મુલ્યે આપવામાં આવ્યું હતું. અંજાદે 200 જેટલા દર્દીઓ સાજા થઇને ગયા હતાં. કોરોનાની બીજી લહેરમાં એક મહિનો કોવિડ સેન્ટર ચલાવ્યું હતું.

 

You Might Also Like

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અંદામાનમાં આસની ત્રાટક્યું
Next Article જૂનાગઢ જિલ્લામાં 10 કરોડનાં ખર્ચે 221 જળ સંગ્રહનાં કામો થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જુનાગઢ

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?