જામનગર
જામનગરમાં હર હંમેશ લોકોની સાથે રહી અને જામનગરના ચારે ખૂણે લોકોના પ્રશ્નો હલ કરી અને કાર્ય કરે છે એવા જામનગરના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા પોતાના સરળ સ્વભાવ અને સાદગી માટે જાણીતા છે. તાજેતરમાં સ્થાનિક આગેવાનોકાર્યકરો સાથેની શુભેચ્છા મુલાકાત દરમિયાન તેઓ ઓમ પાર્ક વિસ્તારની મુલાકાતે આવ્યાં હતાં આ તકે શહેર મંત્રી પરેશભાઈ દોમડિયા અને જયેશભાઈ દોમડિયાની લાગણીને માન આપી તેઓએ આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન નિયમિત્ત રીતે રમાતી વોલિબોલની રમતમાં પણ હાથ અજમાવ્યો હતો અને એક અચ્છા ખેલાડી તરીકે વોલિબોલને શોટ્ટસ લગાવ્યા હતાં. હર હંમેશા લોકોની સાથે રહી સાદગી સાથે શુભેચ્છા મુલાકાત કરી.
સાગર સંઘાણી. જામનગર.


