જામનગર:
શિવરાજપુર બીચ ને વૈશ્વિક ઓળખ મળી ત્યારે શિવરાજપુર બ્લ્યુ ફલેગ બીચમાં હજુ સુવિધાના ઠેકાણાં નથી ત્યાં જ ગુજરાત ઈકૉલોજી કમિશનની નજર હેઠળ સહેલાણીઓને લૂંટ ચાલુ થતાં આ મામલે સ્થાનિક આરટીઆઈ ઍક્ટિવિસ્ટ દ્વારા લડત છેડવામાં આવી છે, ઘરની ધોરાજી જેવા વહિવટ હેઠળ શિવરાજપુર બીચ મૅનેજમેન્ટ કમિટિ દ્વારા 30 રૂપિયા એન્ટ્રી ફી અને 50 રૂપિયા પાર્કિંગના નામે વેરો ઉઘરાવાય છે અને પ્રવાસીઓને અપાતી પાવતી ના તો કોઈ અધિકારીની સહી ના તો કોઈ સિક્કો ના તો કોઈ વસૂલનારા ની સહી….કેયા છે.આ ગેરરીતિ ની અંગે દર્શાવવામાં આવતાં હોય અત્યાર સુધીમાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરાયા હોવાનો આક્ષેપ કરાયો છે.
- Advertisement -
કેન્દ્ર સરકાર દ્વારા દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચને બ્લ્યુ ફલેગ બીચ જાહેર કરી વિકસાવવાનું નક્કી કરાયાં બાદ ગુજરાત ઈકૉલોજી કમિશન દ્વારા આ બીચ ઉપર વિકાસકામો કર્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. જો કે, કાગળ ઉપર જ રહેલાં વિકાસને પડકારી સ્થાનિક આરટીઆઈ ઍક્ટિવિસ્ટ અશોકભા દ્વારા લાંબા સમયથી લડત ચલાવવામાં આવી રહી છે. જેમાં બીચ શિવરાજપુર બીચ બીએમસી કમિટિના નામે લોકો પાસેથી 30 રૂપિયા એન્ટ્રી ફી, અને પાર્કિંગ ચાર્જ 50 રૂપિયા લેખે વસૂલવા માટે કોઈ પણ જાતના સહી-સિક્કા વગરની અને તારીખ વગરની પહોંચ આપવામાં આવી રહી છે અને નાણાં ઉઘરાવવામાં ઘરની ધોરાજી ચલાવવામાં આવી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
બીજી તરફ બ્લ્યુ ફલેગ બીચના નામે કરોડો રૂપિયાના વિકાસકામો કર્યાં હોવાના તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યાં છે, પરંતુ બીચ ઉપર અનેક સ્થળોએ ગંદકીના ઉકેડા જોવા મળે છે અને બીચ માટેની આ કમિટિ દ્વારા સ્થાનિક પ્રજાજનોને વિશ્ર્વાસમાં લીધાં વગર જ આ બધાં કામ થઈ રહ્યાં હોય આરટીઆઈ ઍક્ટિવિસ્ટ દ્વારા ભ્રષ્ટાચાર ઉઘાડો પાડવા લડત ચલાવવામાં આવી છે.શિવરાજપુર બ્લ્યૂ ફ્લેગ બીચ ભ્રષ્ટાચારના ખુલાસા અંગે જાગૃત નાગરિક દ્વારા આગામી 16 જાન્યુઆરીના બપોરના 3:00 કલાકે બીચ સાથે જોડાયેલા અધિકારીઓ મીડિયા સામે ગ્રામજનોની હાજરીમાં પડકાર ફેંકવામાં આવ્યું છે.
અહેવાલ :સાગર સંઘાણી, જામનગર.


